Abtak Media Google News

મેષ 

Advertisement

આજે આપની જીભડી વશમાં રાખજે નહિંતર પોતાના પ્રિયજનોનેજ ઠેસ પહોંચાડી બેસસો. નકામી વાતો કરવાથી દૂર રહેજો. તથા પોતાના સંબંધોને વધુ મજબુત કરવાનો પ્રયત્ન કરજો. સાથે ધ્યાન રાખજો કે આપ પોતાના કડવા શબ્દેથી કોઈનો મૂડ ખરાબ ન કરશો.

વૃષભ 

આજે આપે પોતાના કાર્યાલય અને ઘર પર નાજુક મુદ્દાઓને ઉકેલવાને માટે પોતાની ચતુરાઈ અને સમજનો ઉપયોગ કરવો જોઈશે. ધ્યાનમાં રાખજો બીજાઓને બહસ કરતાં જોઈને તમે પણ એમાં લાગી ન જશો. જો કોઈ આપના સાથે ગેરવાજબી વહેવાર કરે તો પણ આપ નમ્રતાથી પોતાની વાત કહેશો અને પછી ત્યાંથી નીકળી જજો. બધુજ ઠીક થઈ જશો.

મિથુન 

યાદ છે ને કે આપે પોતાના ઘરની આસપાસમાં કેટલુંક પરિવર્તન કરવાનું વિચાર્યૂં હતું. ઘરે શાંતિનું વાતાવરણ છે. એટલે આપ નિસંકોચ કોઈ પણ પરિવર્તન કરી શકો છો. જો આપને કોઈ મદદની જરૂર છે તો પોતાના પરિવારજનોની મદદ માંગવામાં સંકોચ ન કરશો. દિવસના અંત સુધીમાં પોતાના અધૂરા કામોને પુરા કરી લેશો.

કર્ક 

આજે આપના પરિવારના કોઈ સદસ્યને નવી ઓળખ મળશે. એના માટે કદાચ એમની ખૂબજ પ્રશંસા થાય – એ આ પ્રશંસાના હકદાર પણ છે. કારણકે એમને અને પ્રાપ્ત કરવામાં ખૂબ મહેનત કરી છે. આજે આપે પોતાના પરિવારના કેટલાક સદસ્યોનું ખાસ ધ્યાન રાખવાનું છે. સમય કાઢો અને પોતાનાઓને પોતાના પ્યારની અનુભૂતિ કરાવો.

સિંહ 

આજે આપને આપની જુની દોસ્તી જ ફરી તાજી થશે પણ આ માટે પહેલું પગલું આપે જ લેવું પડશે. આપના આ રિસાઈ ગયેલા મિત્રને સંદેશ પહોંચાડવામાં આપનું દિલ અને દિમાગ પુરેપુરો સાથ આપશે. દોસ્તીમાં સુધારો થવાથી આપને ખુશી થશે અને પરસ્પરનો પ્રેમ પણ વધશે.

કન્યા 

આપના કોઈ પ્રિયજનથી આપનો સંબંધ કંઈક બરોબર નથી. આ આપના ગુસ્સા અને નકારાત્મક વિચારોને કાબુમાં રાખવાનો સમય છે. આપે એમની સાથે ગુજારેલ સારા સમયને યાદ કરો અને એક બીજાના સાથના મહત્વને સમજો. ક્યારેક એક ફોન કરવાથી પણ ઘણું બધું બદલાઈ શકે છે. કદાચ આપનો મિત્રપણ આપના ફોનની રાહ જોતો હશે.

તુલા 

જો આપના દોસ્ત અથવા સગા સમુદ્રપારથી આવેલા છે તો કદાચ આજે તેઓ આપને મળવાને માટે ઘરે આવી શકે છે. એટલે આપના ઘરની સાફ સફાઈ કરીને તૈયાર રહો. આપની સારી મહેમાન ગતિના બદલામાં આપને એમના તરફથી પરદેશમાં રજાઓ વિતવવા આવવાનું નિમંત્રણ મળી શકે છે.

વૃશ્ચિક 

આજે આપને માનસિક ઉજાર્ સર્વોચ્ચ સ્તર પર હશે. આપને મુશ્કેલીઓ પણ તકના રૂપમાં દેખાશે. અને એ આજે આપને માટે લાભદાયક રહેશે. મુશ્કેલીઓથી બડવાનો આપનો આ સ્વભાવ આપને જીંદગીમાં ખૂબજ આગળ લઈ જશે. આ પહેલાથી ચાલી આવતી સમસ્યાઓને ઉકેલી લેવાનો સમય છે.

ધન 

આ સમયે આપના સંબંધોમાં ઓર વિશ્વાસ વધશે. આપ પોતાના પ્રિયજનોની વધુ નજીક આવશો અને પોતાની જીંદગીમાં એમનું મહત્વ જાણી શકશો. પહેલા આપ એમની પર એટલું ધ્યાન દેતા ન હતા પરંતુ હવે એમને ગળે લગાડીને બધી ફરિયાદો અને અંતર મટાડી દો. પછી જુઓ એથી આપની જીંદગીમાં કેટલો ફેરફાર થાય છે.

મકર 

આજે આપ આરામ કરો અને તમારી આસપાસના લોકોની સાથે મઝા કરો. આ સંબંધોથી ભવિશ્યમાં આપને ઘણો લાભ થશે. આપે પોતાના ઘરવાળાઓ સાથે પણ એક મજબુત સંબંધનો પાયો નાંખી દીધો છે. પોતાના પરિવાર અને સગાસંબંધીઓની સાથે પોતાના સંબંધોને એમજ ટકાવી રાખવાનો પ્રયત્ન કરો.

કુંભ 

આજે અધ્યાત્મ તરફનું આપનુ વલણ પહેલાના કરતાં વધુ હશે. આપ ધાર્મિક અને આધ્યાત્મિક માન્યતાઓની બાબતમાં વિચાર કરશો. એથી આપને આપની જીંદગીની બાબતમાં સમજ વધશે.

મીન 

આજે આપનું પરિવાર આપની મદદે આગળ આવશે. આપ કોઈ પણ પ્રકારની મદદને માટે એમના પર ભરોસો રાખી શકો છો. એટલે એ લોકો જે રહે છે એને ધ્યાનથી સાંભળો. તેઓ આપનું ભલુંજ ચોહે છે. તેઓ આપને જે સલાહ આપશે આપનું ભલું સમજીને સલાહ આપશે. એમની વાત ધ્યાનથી સાંભળજો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.