Abtak Media Google News

તમે instagram પર જોયું જ હશે કે તમે જે સ્ટોરી પોસ્ટ કરો છો તે ફેસબુક પર પણ શેર કરવાનો ઓપ્શન આપવામાં આવે છે હવે વિચારો કે આ ઓપ્શન તમને વોટ્સેપ પર પણ મળે તો ?? જો તમે આની આશા રાખી રહ્યાં છો, તો વોટ્સેપ હાલમાં સમાન ફીચર પર કામ કરી રહ્યું છે. એટલ હવે તમે તમારું મનપસંદ સ્ટેટ્સ વોટ્સેપની સાથે સાથે ફેસબુક પર પણ શેર કરી શકશો.

WABetaInfo ના અહેવાલો અનુસાર, WhatsApp એક નવું ફીચર વિકસાવી રહ્યું છે જે વપરાશકર્તાઓને એપ્લિકેશન છોડ્યા વિના Facebook સ્ટોરીમાં તેમના સ્ટેટસ અપડેટ્સને શેર કરવાની મંજૂરી આપશે. આ નવું ફીચર વપરાશકર્તાઓ માટે દરેક વખતે કંઈક નવું પોસ્ટ કરતી વખતે મેન્યુઅલી શેર કર્યા વિના બંને પ્લેટફોર્મ પર તેમના સ્ટેટસ અપડેટ્સને શેર કરવાનું સરળ બનાવશે.

રિપોર્ટ અનુસાર આ ઓપ્શન WhatsApp પર સ્ટેટસ પ્રાઈવસી સેટિંગમાં મળશે અને યુઝર્સ તેમના ફેસબુક એકાઉન્ટને એડ કરી શકશે. આ ઓપ્શન વૈકલ્પિક હશે અને ડિફોલ્ટ રૂપે ડિસેબલ કરવામાં આવશે, એટલે કે જો તેઓ તેમના સ્ટેટસ અપડેટ્સ ફેસબુક સ્ટોરીઝ પર શેર કરવા માંગતા હોય તો વપરાશકર્તાઓએ તેને જાતે જ ઈનએબલ કરવું પડશે. આ ફીચર એન્ડ્રોઇડ અને iOS બંને યુઝર્સ માટે ઉપલબ્ધ હશે.

આની સાથે, WhatsApp કથિત રીતે “ઓડિયો ચેટ્સ” નામના નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જે એન્ડ્રોઇડ પર એપ્લિકેશનના ભવિષ્યના અપડેટમાં વાતચીતમાં ઉપલબ્ધ થશે. આ સુવિધામાં ચેટ હેડરમાં એક નવું વેવફોર્મ્સ આઇકોન શામેલ હશે, જે વપરાશકર્તાઓને ઓડિયો ચેટ્સ શરૂ કરવાની મંજૂરી આપશે અને ચાલુ કૉલ્સને સમાપ્ત કરવા માટે લાલ બટન આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.