Abtak Media Google News

બેન્કમાં આરટીજીએસથી મેળવી બારોબાર રોકડી કરી કપાસ મોકલી શકે તેમ ન હોવાનું જણાવી છેતરપિંડી  કર્યાની ત્રણ સામે ફરિયાદ નોંધાઇ

150 ફુટ ર્રીંંગ રોડ પર બાલાજી હોલ પાસે રહેતા અને યાર્ડમાં કમીશન એજન્ટ અને જમીન મકાનની દલાલી કરતા યુવક પાસેથી રુા.32.70 લાખની કપાસની ખરીદી માટે એડવાન્સ પેમેન્ટ મેળવી ત્રણ શખ્સોએ કપાસ મોકલી શકે તેમ ન હોવાનું કહી છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બાલાજી હોલ પાસે ડ્રીમલેન્ડ એપાર્ટમેન્ટમાં રહેતા જીગરભાઇ મનોજભાઇ કંટેસરીયા નામના પટેલ યુવાને કોઠારિયા મેઇન રોડ પર વિક્રાંતીનગરમાં રહેતા દર્પણ હરેશ બારસીયા. મુળ ઉપલેટાના અને હાલ મોટા મવા રહેતા કરણ સોજીત્રા અને પી.ડી.માલવીયા કોલેજ પાસે રહેતા અંકિત મુકેશ છાપરા નામના શખ્સો સામે રુા.32.70 લાખની છેતરપિંડી કર્યાની તાલુકા પોલીસમાં ફરિયા નોંધાવી છે.

જીગરભાઇ પટેલને કપાસના ધંધાર્થી રવિભાઇ રાદડીયાને કપાસ આપવાનો હોવાતી દર્પણ બારસીયા અને કરણ સોજીત્રા સાથે કપાસનો સોદો નક્કી કર્યો હતો તે પેટે બંને શખ્સોને એડવાન્સ પેમેન્ટ બાલાજી હોલ ખાતેની બેન્ક ઓફ બરોડામાંથી રુા.32.70 લાખ આરટીજીએસથી ચુકવી દીધા હતા. ત્યાર બાદ સાંજ સુધી બંને શખ્સોએ કપાસ મોકલ્યો ન હતો તેમજ મોકલવા અંગે જરુરી કાગળની પ્રોસીઝર પણ કરી ન હોવાથી તેની સાથે મોબાઇલમાં વાત કરતા તેઓ કપાસ મોકલી શકે તેમ ન હોવાથી અને તારુ પેમેન્ટ પાછુ મોકલી દેશે તેમ જણાવ્યું હતું. પરંતુ આજ સુધી પેમેન્ટ પરત મોકલ્યું ન હતું અને જીગરભાઇ પટેલ દ્વારા કરાયેલા આરટીજીેસની રકમ અંકિતની મદદથી ઇન્દિરા સર્કલ ખાતે આવેલા આંગડીયા પેઢીમાંથી હવાલા મારફતે રૂ.32.70 લાખ ઉપાડી છેતરપિડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યુ છે. તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. વી.એન.મોરવાડીયાએ ત્રણેય શખ્સો સામે છેતરપિંડીનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

જ્યારે બંને આરોપીયાના મિત્ર અંકિતે જઇ ઓર્ડર કેન્સલ કરાવ્યો હતો અને વેપારી પાસેથી રકમ આંગડિયામાં મંગાવી ત્યાંથી બારોબાર ઉપાડી લઇ ઠગાઇ કરી હતી. તેમ વધુમાં જીગરભાઇએ વધુમાં જણાવ્યું હતું. જ્યારે પોલીસે આ મામલે આંગડિયા પેઢીના સીસીટીવી તપાસતા તેમાં પણ અંકિત રોકડ રૂપિયા લઈ જતો હોવાનું સામે આવતા તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.જ્યારે આ મામલે તાલુકા પીઆઇ ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ વી. એન. મોરવાડીયાએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

જ્યારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી અગાઉ 2021માં પણ દર્ષણ બારસીયા વિરૂધ્ધ તાલુકા પોલીસમાં અપહરણ, મારામારીનો ગુનો નોંધાયો હતો. જે કેસ હજુ કોર્ટમાં પેન્ડીંગ છે.જ્યારે ફરિયાદીએ જણાવ્યુ હતું કે, કપાસની વાત મારા માસીયાઇ ભાઇ પરમ સાથે કરી રહ્યો હતો ત્યારે દર્પણ મારા ભાઇ પરમની બાજુમાં જ ઉભો હોઇ તેણે વાત સાંભળી હતી અને બાદમાં કાવત્રુ ઘડી પોતે કપાસ અપાવી દેશે તેમ કહી વિનાયક ટ્રેડર્સમાં પોતાના અને કરણના મિત્ર અંકિત મારફત સોદો કરાવી એડવાન્સ નાણા મેળવી બાદમાં અમારી જાણ બહાર સોદો કેન્સલ કરાવી આ નાણા આંગડિયામાં મંગાવી ત્યાંથી બારોબાર ઉપાડી લીધા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.