Abtak Media Google News

ડિજિટલ માધ્યમ થકી નાના વેપારીઓને ઉદ્યોગ ચલાવવા માટે ’SMBસાથી ઉત્સવ’ પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કરાયો

હાલ ભારત ડિજિટલ તરફ પૂર ઝડપે આગળ વધી રહ્યું છે ત્યારે એ વાત પણ સ્પષ્ટ થઈ રહી છે કે ઘણાખરા સોશિયલ મીડિયાના માધ્યમો હરણફાળ ભરતા થયા છે. ત્યારે  વોટસેપ પણ હવે આના વ્યાપારીઓ માટે દલાલી કરશે. વોટ્સએપ નું વર્ચસ્વ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યું છે એટલું જ નહીં ત્યારે ભારતમાં પણ વોટ્સએપ વાપરતા લોકોની સંખ્યામાં અધધધ વધારો જોવા મળ્યો છે પરંતુ ખરી વાસ્તવિકતા એ છે કે રીચ હોવા છતાં પણ જે આવક થવી જોઈએ તે થઈ શકી નથી પરિણામે હવે વોટ્સએપ પણ ડિજિટલી વ્યાપારીઓને સાનુકૂળતા રહે અને તે તેમના પ્લેટફોર્મનો ઉપયોગ નાણાકીય લેવડદેવડ માટે કરે તેના માટે એક વિશેષ પ્લેટફોર્મ પાયલોટ પ્રોજેક્ટના રૂપમાં જયપુર ખાતે શરૂ કરવામાં આવ્યું છે.

વોટસએપના ઇન્ડિયા હેડ નું માનવું છે કે, નાના વેપારીઓ ભારતની અર્થવ્યવસ્થાને મજબૂતી આપવા માટે અત્યંત મહત્વપૂર્ણ અને જવાબદાર છે ત્યારે જો તેઓ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરતાં થાય તો ઘણો ખરો ફાયદો તેમના ઉદ્યોગોને પણ મળશે એટલું જ નહીં દેશને પણ ઘણી સારી એવી તકો ઉપલબ્ધ થશે. સાથોસાથ ગત વર્ષે રિલાયન્સ ઝીરો ડેટ બનતી કંપની બની હતી અને રિલાયન્સમાં અનેકવિધ ટેકનોલોજી સાથે સંકળાયેલી કંપની જેવો કે ફેસબુક અને વોટ્સએપ પણ જોડાયું હતું. તુ જે રીતે આર્થિક સધ્ધરતા અને આર્થિક વ્યવહાર વધવા જોઈએ તે ન થતાં ઘણા પ્રશ્નો વૈશ્વિક કંપનીઓએ સહન કરવા પડ્યા હતા.

બધાને ધ્યાને લઇ અને કંપનીની આર્થિક સદ્ધરતા બનાવવા હવે વોટ્સએપ નાના વ્યાપારીઓની વાહ રે આવ્યું છે અને તેઓને ડિજિટલ તરફ આગળ વધારવા માટે કાર્ય હાથ ધરી રહ્યું છે. આપણે જયપુર ખાતે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેનું નામ છે એસએમબી સાથી ઉત્સવ. પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પાંચસોથી વધુ નાના વ્યાપારીઓને આ પ્રોજેક્ટમાં જોડવામાં આવ્યા છે અને તેમાં જો સફળતા હાંસલ થશે તો સમગ્ર ભારતમાં તેની અમલવારી શરૂ કરવામાં આવશે હાલ આજે પગલું ભરવામાં આવ્યું છે તેનાથી ડિજિટલ ક્ષેત્રે ક્રાંતિ તો સર્જાશે સાથોસાથ નાના વ્યાપારીઓ માં પણ આર્થિક ઉન્નતિ જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.