Abtak Media Google News

 

જ્યારે શરીરને ફિટ રાખવાની વાત આવે ત્યારે બીટનો ઉલ્લેખ જરૂર થાય છે.

 

શું તમે જાણો છો કે જાંબુડિયા-લાલ રંગનું શાકભાજી, બીટ એટલા પોષકથી ભરેલું છે કે તેને સુપરફૂડ ટાઇટન તરીકે ઓળખવામાં આવે છે. બીટ એ ચાર્ડ અને પાલકના કુટુંબની છે. તેને કાચું ખાઓ કે રાંધીને, તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક. ક્યારેક બીટને સલાડના રૂપમાં ખાધુ જ હશે અને ક્યારેક તમે તેનો રસ પીધો હશે. લોકો દરેક ઋતુમાં બીટરૂટને પસંદ કરે છે. તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે જાણીને તમે ચોંકી જશો. ઘણા લોકો પોતાની ડાયેટમાં બીટને શામેલ કરે છે.

તેમાં હિમોગ્લોબિનની માત્રા ખૂબ વધારે હોય છે. આજ કારણ છે કે શરીરમાં લોહીની કમીને પુરી કરવા માટે બીટ ખાવાની સલાહ આપવામાં આવે છે. જો તમે પણ ફિટનેસ ફ્રીક છો તો પોતાની ડાયેટમાં બીટને શામેલ કરી શકો છો.

બાફેલી બીટરૂટ (1 વિશ્વસનીય સ્ત્રોત) ના 3.5-ઔંસ (100-ગ્રામ) સર્વિંગમાં જોવા મળતા પોષક તત્વોની ઝાંખી અહીં છે:

કેલરી: 44
પ્રોટીન: 1.7 ગ્રામ
ચરબી: 0.2 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ્સ: 10 ગ્રામ
ફાઇબર: 2 ગ્રામ
ફોલેટ: દૈનિક મૂલ્યના 20% (DV) (Daily value)
મેંગેનીઝ: DV ના 14%
કોપર: DV ના 8%
પોટેશિયમ: DV ના 7%
મેગ્નેશિયમ: DV ના 6%
વિટામિન સી: ડીવીના 4%
વિટામિન B6: DV ના 4%
આયર્ન: DV ના 4%

20 3

બીટ ખાવાના ફાયદા :

  • બીટ ફાયદાકારક તે લોહીની ઉણપને પુરી કરે છે
  • બીટ ફાયદાકારક તે બેડ કોલેસ્ટ્રોલને કરે છે ઓછુ
  • બીટ ફાયદાકારક તે વજન ઓછુ કરવામાં મદદ કરે છે
  • બીટ ફાયદાકારક તે યૌન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
  • બીટ ફાયદાકારક તે હાડકા ને મજબૂત બનાવે છે
  • બીટ ફાયદાકારક તે બળતરા ઓછી કરે છે
  • બીટ ફાયદાકારક તેમાં છે કેન્સર વિરોધી ગુણધર્મો છે
  • બીટ ફાયદાકારક તે હૃદયને સ્વસ્થ રાખે છે
  • બીટ ફાયદાકારક તે પાચનશક્તિ સુધારે છે
  • બીટનું જ્યુસ પીવાથી એનર્જી વધે છે
  • બીટનું જ્યુસ પીવાથી યાદશક્તિ વધે છે
  • બીટ ફાયદાકારક તે ડાયાબીટીસને કંટ્રોલમાં રાખે છે
  • બીટ ફાયદાકારક તે બ્લડપ્રેશર ને કંટ્રોલમાં રાખે છે
  • બીટ ફાયદાકારક તે લીવર ને કમજોર થવા નથી દેતું.
  • બીટ ફાયદાકારક તે વાળને મજબૂત અને સાઈન બનાવે છે
  • બીટ ફાયદાકારક તે ચહેરા પર પડતી કરચલીઓ દૂર કરે છે
બીટ ને સંબંધિત લોકોને ઉદભવતા પ્રશ્નો :
  1.  બીટ ને ઇંગલીશ શું કહેવાય ?
    બીટ ને ઇંગલીશમાં Beetroot કહેવાય છે.
  2.  બીટની તાસીર કેવી હોય છે ?
    બીટની તાસીર ઠંડી હોય છે.
  3.  બીટ દિવસ દરમ્યાન ક્યારે લેવું જોઈએ ?
    બીટ દિવસમાં ગમે ત્યારે ખાઈ શકો છો.
  4.  બીટ જ્યુસ કેટલા ગ્લાસ પીવું અને કેટલી માત્રામાં લેવું જોઈએ ?
    બીટ જ્યુસ સવારે એક ગ્લાસ પીવું અને ૨૦૦ થી ૨૫૦ મિલીલીટર જ લેવું જોઈએ.
  5.  લો બીપીની સમસ્યા વાળા બીટ કે બીટ જ્યુસ પીવું જોઈએ ?
    ના જે વ્યક્તિ ને લો બીપીની સમસ્યા છે તેઓએ બીટ કે તેનું જ્યુસ પીવું જોઈએ નહિ.
  6.  બીટ કાચું ખાઈ શકી ?
    હા બીટ કાચું પણ ખાઈ શકી અને અથાણું પણ બનાવી ખાઈ શકી છીએ.

 

પૌષ્ટિકતાથી ભરપૂર બીટ નેચરલ શુગર હોય છે. આ સિવાય કેલ્શિયમ, મિનરલ, મેગ્નેશિયમ, આયરન, સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ક્લોરિન, આયોડીન અને અન્ય મહત્વપૂર્ણ વિટામિન મળી જાય છે. આ માટે ઘરમાં બાળકોને સલાડ કે જ્યૂસના રૂપે ચોક્કથી ખવડાવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.