Abtak Media Google News

સમગ્ર ભારતમાં કોરોના મહામારી કાબુમાં લેવા માટે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં માર્ચ-2021થી લોકડાઉન નાંખવામાં આવેલું હતું, જે દરમ્યાન ગુજરાત પોલીસ દ્વારા લોકડાઉન ભંગના લાખો કેસ કરવામાં આવ્યા છે.

Advertisement

આ બાબતે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના મેમ્બર દીલીપ પટેલે હાઇકોર્ટમાં રજૂઆત કરાઇ છે કે,

કોરોનાના એક વર્ષ દરમ્યાન વિવિધ અદાલતોમાં લોકડાઉન ભંગના અનેક કેસો પેન્ડિંગ હોવાને કારણખ અન્ય કેસ ચલાવવામાં મુશ્કેલી પડે તેવી શકયતા છે. આ કેસનું ભારણ જોતા લાખો કેસો પેન્ડિંગ હોવાથી ગુજરાતમાં બે થી ત્રણ વર્ષનું ભારણ વધેલ છે.

ગુજરાતમા લોકડાઉન ભંગ તથા ફોજદારી, દીવાની, નેગોશીયેબલ, સીવીલ, ફોજદારી ફ2ીયાદો પણ વર્ષ દરમ્યાન હજારોની સંખ્યામાં ગુજરાતમાં લાખોની સંખ્યામાં પેન્ડિંગ છે. આ ભરાવો જોતા ગુજરાતમાં કેસોનુ ભારણ બે થી ત્રણ વર્ષનું વધી ગયેલનુ મેમ્બર દિલીપ પટેલે જણાવેલ છે અને તેના નિકાલ માટે આગામી પેન્ડિંગ કેસોનો ઝડપી નિકાલ માટે ગુજરાતના તમામ  શહેરોની અદાલતોમાં લોક અદાલતમાં મુકી કેસ ફેસલ કરી અને નિકાલ કરવામાં આવે તેવી રજુઆત બાર કાઉન્સિલના મેમ્બર દિલીપ પટેલ ચીફ જસ્ટીસ ગુજરાત હાઈકોર્ટને કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.