Abtak Media Google News

દામનગર શહેર ની આર્થિક પછાત વસાહત ખોડિયારનગર ના રહીશો ને સારો રસ્તો ક્યારે મળશે ? મરણમૂડી ખર્ચી મફત પ્લોટ ઉપર સામાન્ય મકાનો  તો બનાવ્યા પણ રસ્તો ક્યાં ? 40 જેટલા ખેડૂતો ની 800 વિધા થી વધુ ખેતી ની જમીન રસ્તા વાંકે બિન ખેડવાણ પડી રહેવા પામે છે આ અંગે પાલિકા તંત્ર રેલવે રેવન્યુ વચ્ચે સંકલન વગર લાચાર ખોડિયારનગર ના રહીશો અને ખેડૂતો માટે સ્થાનિક નેતા ઓને ચૂંટણી સમયે જ સંવેદના ઉભરાય છે ?

પ્રાંત કચેરી ની સંકલન માં રેલવે પાલિકા અને રેવન્યુ વચ્ચે થયેલ રસ્તા માટે નું સંકલન અલ્પજીવી કેમ ? પાલિકા ની જોગવાઈ મુજબ આ વસાહત નો રસ્તા નો કાયમી હક્ક આપવા તંત્ર ને કેમ રસ નથી ? ખુલ્લા મેદાનો ગૌચર પડતર આર એન્ડ બી ઇરીગેશન ની જગ્યા ઓમાં પેવર બ્લોક થી મઢી દેતા પાલિકા શાસકો ને પેવર બ્લોક વિકાસ માં કેમ વધુ રસ આ રસ્તા માં કેમ નહિ હોય ? રેલવે ટ્રેક ઓળગી જોખમી અવરજવર કરતા ખોડિયારનગર ની આ સમસ્યા સીઝનલ નથી કાયમી ગંદા ગટર ના પાણી માંથી પચાસ થાય છે.

આટલી મોટી વસાહત ને બિન ખેતી કરી મફત પ્લોટ ફાળવી દેનાર તંત્ર એ આવતા ભવિષ્ય નો વિચાર કે કાયમી રસ્તા વગર ગરીબ પરિવારો ને કુવા માં ઉતારી વરત કાપ્યું હોય તેમ લાચાર સ્થિતિ ઉભી કરી વારંવાર રસ્તા અંગે રજુઆત બાદ તંત્ર વિઝીટ કરી ખાત્રી આપે છે પણ રસ્તો નહિ આ અંગે સ્થાનિક પાલિકા તંત્ર ખૂબ મોટો વેરો વસુલ કરે છે પણ પ્રાથમિક રસ્તા માટે છુપ કેમ ? પ્રાદેશિક કમિશનર   જિલ્લા કલેકટર  ધારાસભ્ય સાંસદ સભ્ય ધ્યાન આપે તેવી રહીશોની માંગ  છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.