Abtak Media Google News

દામનગર શહેર થી અમરેલી જિલ્લા ના ઠાંસા મૂળિયાપાટ સુવાગઢ  બોટાદ જિલ્લા વિકળિયા હડમતીયા ઠોડા ભાવનગર જિલ્લાના  લાખાવાડ ભૂતિયા સરકડીયા સહિત ના ગ્રામ્ય વિસ્તારો જતા માર્ગ ઉપર આવેલ બેઠા કોઝવે ના કારણે વરસાદના ચાલતા પાણીથી રસ્તા ઓ સંપૂર્ણ બંધ રહેતા હોવાની સમસ્યાથી પીડાતી જનતા માટે તંત્રનું લગે રહો મુનાભાઈ માફક ગમે ત્યાં લખો કોઈ ઉકેલ કે જવાબ નહિ દામનગર શહેર થી ઠાંસા તરફ આવેલ મફત પ્લોટ દામનગર પાસે બેઠા કોઝવે અને નવી જૂની મૂળિયાપાટ વચ્ચે રંધોળી નદીના કોઝવે ઉપર પુલ બનાવવાની વર્ષો વર્ષ સ્થાનિક અગ્રણી ઓની માંગ અમરેલી જિલ્લા પંચાયત ધ્યાને પણ નથી લેતું ગ્રામ્ય વિસ્તારો ની જનતાની હાલત “હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી”આ બેઠા કોઝવે ઉપર વરસાદી પાણીથી ગ્રામ્ય વિસ્તારો માં અવર  જવર સંપૂર્ણ બંધ રહે છે.

Advertisement

સતત વરસાદી ચાલતા પાણી થી થતી શેવાળ થી દૈનિક હજારો રાહદારી ઓ લપસી પડે છે પણ અમરેલી જિલ્લા પંચાયત નું અરજદારો સાથે રીતસર નું “લગે રહો મુનાભાઈ” ત્રણ જિલ્લા ના અનેકો ગ્રામ્ય અને શહેરી વિસ્તારો ની અવાર નવાર ની રજૂઆતો નો ઉલાળિયો કેમ ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.