Abtak Media Google News

ફાઈલની ગતીવિધી તમે જાણી શકશો!!!

એફએમટીએસ સોફટવેર બંધ કરાયો, નવી રેવન્યુ ફાઈલ મોનીટરીંગ સિસ્ટમમાં કઈ શાખામાં કેટલો સમય ફાઈલ પડી રહી તે પણ દર્શાવાશે

રેવન્યુ વિભાગમાં હાલ એફએમટીએસ સોફટવેરનો ઉપયોગ બંધ કરીને આરએફએમએસ સોફટવેરનો અમલ કરવામાં આવ્યો છે. આ નવી રેવન્યુ ફાઈલ મોનીટરીંગ સીસ્ટમમાં કઈ શાખામાં ફાઈલ કેટલો સમય પડી રહી છે તે પણ ગણતરીની સેક્ધડોમાં જાણી શકાશે. આ માટે પ્રાંત, મામલતદાર, ના.મામલતદાર અને કલાર્કને તાલીમ પણ અપાઈ હોવાનું જાણવા મળ્યું છે.

કલેકટર કચેરીમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે રેવન્યુ વિભાગમાં અગાઉ ફાઈલ મોનીટરીંગ ટ્રેકિંગ સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ વધારે સરળતા અર્થે આ સીસ્ટમના સોફટવેરનો ઉપયોગ બંધ કરવાનો રેવન્યુ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ સોફટવેરના બદલે રેવન્યુ ફાઈલ મોનીટરીંગ સીસ્ટમ (આરએફએમએસ)નો ઉપયોગ કરવાનું નકકી કરાયું છે. હાલ આ સોફટવેરના ઉપયોગ કરવાના નિર્ણયની અમલવારી પણ શરૂ કરી દેવામાં આવી છે. રેવન્યુ વિભાગમાં સૌપ્રથમ કોઈ ફાઈલ દાખલ થાય તેને નંબર આપીને આ સોફટવેરમાં એન્ટ્રી કરી દેવામાં આવે છે ત્યારબાદ આ ફાઈલ જે જે શાખામાં જાય છે તેની પણ એન્ટ્રી કરી દેવામાં આવે છે. આ સોફટવેરની મદદથી કઈ ફાઈલ કઈ શાખામાં કેટલો સમય સુધી પડી રહી છે તેની વિગતો ગણતરીની સેક્ધડોમાં મળી શકશે.

રેવન્યુ ફાઈલ મોનીટરીંગની સીસ્ટમથી કોઈપણ અધિકારી આંગળીના ટેરવે ફાઈલની વિગતો મેળવી શકશે. ઉપરાંત ફાઈલનું સ્ટેટસ પણ આ સોફટવેરમાંથી મળી શકશે. આ માટે ગઈકાલે પ્રાંત અધિકારીઓ, મામલતદારો, ના.મામલતદારો અને કલાર્કને સોફટવેરના ઉપયોગ વિશે ટ્રેનીંગ પણ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ સોફટવેરની મદદથી રેવન્યુ વિભાગનું ઘણુ કામ સરળ થઈ જવાનું છે. કઈ ફાઈલ હાલ કયાં પડી છે અને અગાઉ કેટલા સમય માટે કઈ શાખામાં પેન્ડીંગ રહી હતી તે સમગ્ર વિગતો આ સોફટવેરમાંથી જાણી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.