Abtak Media Google News

સીપી કચેરી પાસે જ પોલીસે વાહનોમાંથી નામો દુર કરાવ્યા: મહેશ રાજપૂત

બાઈક કે કારમાં દીકરી-દીકરાના નામ લખ્યા હોય તે પોલીસ કયા કાયદા હેઠળ દુર કરાવી શકે? તેવો સવાલ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજપૂતે કર્યો છે. ભારત સરકાર, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ગુજરાત પોલીસ અને પોલીસ લખેલા પ્રાઈવેટ વાહનો કેમ ડીટેઈન કરવામાં આવતા નથી.

પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજપુતે જણાવ્યું છે કે પોલીસ દ્વારા પોલીસ કમિશનર કચેરીની બહાર ઉભા રહી ટ્રાફિક પી.આઈ., પી.એસ.આઈ. અને પોલીસ સ્ટાફ દ્વારા ખાનગી વાહનો ટુવ્હિલ, થ્રી વ્હીલ, અને ફોર વ્હીલનું ચેકિંગ કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ દ્વારા સરકારી કચેરીના નામ, એડવોકેટ, પ્રેસ, ધાર્મિક, દેવી-દેવતાના નામો સહિતના લખાણો દુર કરાવી રહ્યા છે, જેમાં પ્રજા મૂંગા મોઢે સહન કરી લખાણ દુર કરાવવા સહમતી આપી રહી હોય તેવું લાગી રહ્યું છે તેમજ જયારે પ્રજાની લાગણી અને માંગણી એવી છે કે ભારત સરકાર, ગુજરાત પોલીસ, પોલીસ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત સહિતના લખાણો લખાયેલ વાહનો અને કાળા કાચ દુર કરવાની કામગીરી પોલીસ કેમ નથી કરી રહી તેમજ જ્યારે પ્રાઈવેટ વાહનો જયારે સરકારના વિવિધ વિભાગોના નામોનો નેમ પ્લેટનો ઉલ્લેખ કરેલ હોય તેની સામે કેમ કાઈ પગલા લેતા નથી!!! વધુમાં જયારે ખુદ પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ નંબર પ્લેટ વગરના વાહનો ચલાવે છે ત્યારે તેની સામે પોલીસ કેમ કાઈ કરતી નથી ? કેમ દંડ વસુલતા નથી ? કેમ કડક કાર્યવાહી થતી નથી ? તેમજ ખાનગી વાહનોના કાળા કાચ, વાહનના કાગળ, નંબર પ્લેટ જ જોવાની કામગીરી પોલીસની છે તેમજ જયારે પોલીસ ધાર્મિક લખાણ લખેલ હોય કે શ્ર્લોક લખેલ હોય તે ન હટાવી શકે પરંતુ અન્ય લોકોની લાગણીને ઠેસ પહોંચે તેવું લખાણ હોય તે પોલીસ દુર કરવાની કામગીરી કરવી જોઈએ.

રાજપુતે વધુમાં જણાવ્યું છે કે પ્રજા આ બધું મૂંગા મોઢે સહન કરી રહી છે ત્યારે પોલીસ બેધારી નીતિ કેમ અપનાવે છે? એકને ગોળ અને બીજાને ખોળની નીતિ અપનાવી પોલીસે પ્રજાનો વિશ્ર્વાસ ગુમાવ્યો છે તેમજ ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા જયારે વાહન ટોઈંગ કરવામાં આવે છે તે કામગીરી અતિ ખરાબ રીતે થઇ રહી છે, ટુ વ્હીલના જેમ-તેમ ઘા કરવામાં આવે છે અને ફોર વ્હીલના આગળના પડિયા તોળી નાખવામાં છે અને મોંઘા વાહનને નુકશાન થાય ત્યારે તે હવે આ ટોઈંગ કોન્ટ્રાક્ટરે જ ભોગવવાનું રહે તેવું પોલીસ કમિશનર હુકમ કરવો જોઈએ. તેવી પ્રજા વતી લાગણી અને માંગણી કરતા મહેશભાઈ રાજપુતે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.