Abtak Media Google News

ઓછામાં પૂરૂ આખી પૃથ્વીની માનવજાત સુધી પહોચ્યો છે એટલે એ કઈ જાતિ, કઈ કોમ, ક્યા વંશમાં પોતાની ઓળખાણ આપી શકે એ મુદ્દો કલ્પનામાં ન આવે એટલો ગૂંચવાયેલો તેમજ ભૂલભૂલામણી ભર્યો બની શકે તેમ છે… કોરોના એને “વસુધૈવ કુટુમ્બકમનું સ્વરૂપ આપવાની છેતરામણી ચેષ્ટા કરે તો એમ પણ ન કરી શકે, કારણ કે એ તો આખી માનવ જાતના શત્રુની જ ગરજ સારે છે!

ભારતને સંબંધ છે ત્યાં સુધી કોરોનાએ હજુ આર.એસ.એસ. સહિત કોઈપણ રાજકીય પક્ષની સાથે પનારો પાડયો નથી. એને એ વાતની ખાતરી થઈ ચૂકી છે કે ખુદ આપણા દેશના વડાપ્રધાન એના હાડોહાડ શત્રુ રહ્યા છે. આપણા દેશના એકેએક રાજકીય પક્ષો અને આ દેશની સવા અબજ જેટલી વસતિની સાથે એની ખૂનખાર ટકકર છે ! આપણા બુઝર્ગ વડીલો એવું જ કહે છે કે, અમે તો આવા વિચિત્ર નામનો દૈત્ય કયારેય જોયો-જાણ્યો નથી.

આપણી ભારતભૂમિએ છેક રામાયણ, મહાભારતના વખત અને સૃષ્ટિના સર્જન વખતે દૈત્યો, દાનવો, અસુરો તેમજ હિરણ્યકશ્યપ જેવા ભયાનક રાક્ષસોના નામો સાંભળ્યા છે અને તેમની પાપલીલાઓ વિષે અનેક કથાઓ સાંભળી છે, પણ આવો કોરોના જેવો નૃસંહારી રાક્ષસ તો કયારેય કયાંય દેખ્યો નથી. આ બધુ આમતો ચિત્રવિચિત્ર લાગે છે.

કોરોનાએ પગપેસારો કર્યો અને તે પછી હમણાં સુધી તેણે કોઈનીયે દરકાર કર્યા વિના આપણા ભારતમાં જ નહિ પરંતુ આખા જગતમાં કલ્પનાતીત ઉથલપાથલો સર્જીને ચાલુ રાખી તે બેશક ચિત્રવિચિત્ર જ રહ્યું છે.

‘કોરોના’ વાયરસને કુદરતનો કોપ જ લેખીએ તો અજબ જેવો જ લાગવાનો છે. કારણ કે એને ઓળખવા માટે ઉપર પૂછયા છે તેવા સવાલો પૂછવાની માનવસહજ મનોવૃત્તિ જાગ્યા વિના રહેતી નથી

હજુ તો આજની માનવજાતે ‘કોરોના’ના ધર્મ વિષે કશી પૃચ્છા કરી નથી. આપણે ત્યાં જે જાતિ, કોમ, ન્યાત, જીવન પ્રણાલી વિષે પ્રશ્ર્નો પૂછાય તો ધર્મ વિષે પણ પ્રશ્ર્નો પૂછાય જ; જેમકે બ્રહ્મા, વિષ્ણૂ, મહેશ્ર્વર, શ્રી રામ, શ્રી કૃષ્ણ, ગુરૂ નાનક, કબીર વિષે પણ પ્રશ્ર્નો પૂછાય જ…

દ્રોણાચાર્ય બ્રાહ્મણ હતા. તેમણે એકલવ્યને તેની તેજસ્વિતા વિષે પ્રશ્ર્ન પૂછવાને બદલે તે નીચ અને ઉતરતી કક્ષાના નીતિનો હતો તે પૂછયું હતુ અને તે કારણે જ તેમણે એકલવ્યને વિદ્યામાં પ્રવિણ બનાવવાને બદલે અર્જુન પ્રતિ પક્ષપાત કર્યો હતો.

એક લવ્યા વિષે કહેવાયું છે કે, જે જિજ્ઞાસુ છે જે તેત્પર છે.જે એકનિષ્ઠ છે, જે એકાગ્ર બની શકે છે તે એકલવ્ય બની શકે છે. જેણે કંઈક નવું શીખવું છે, જીવનનું પૂર્ણ દર્શન કરવું છે, ધ્યેયને સિધ્ધ કરી ઉંચાઈને આંબવી છે તેણે એક લવ્ય બનવું જ રહ્યું. જેનામાં ભરપર શ્રધ્ધા છે ને નવી કેડી કંડારવાની આતુરતા છે તે એકલવ્યા બની શકે છે. ભરપૂર નિષ્ઠા વગર કોઈ વિધા સાથે નાતો જોડી શકાતો નથી ને કોઈ શીખર સર કરી શકાતુ નથી કંઈક પામવું હશે તો સંપતિ વગર ચાલશે, શ્રધ્ધા વગર નહિ ચાલે. શ્રધ્ધા અને એકાગ્રતા એકલવ્યની વિધાનું કેન્દ્ર બિંદુ હતી. જો આપણે જીવનનું પૂર્ણ દર્શન કરવા માંગતા હોઈએ તો એકલવ્ય બનવું અનિવાર્ય છે. જીવનની જડતામાં જે જડાઈ જાય છે. તે નવું શીખવાની કે પામવાની વૃત્તિ ખોઈ બેસે છે.

આ ઘટના અંગે સ્પષ્ટ પણે કહેવાયું છે કે, દ્રોણાચાર્યે એકલવ્યની બાબતમાં જે વલણ દાખવ્યું તે આજનું જગત પણ દાખવી શકે છે. ‘કોરોના’ વિષે કોઈ કાંઈ જ નિશ્ર્ચિતપણે કહી શકતું નથી. એનો કોપ કયાં જઈને અટકશે તે કહી શકાતું નથી. તે ‘એકલવ્ય’ની તૂલનામાં કેટલું પ્રાબલ્ય દાખવી શકે તે કહેવું મુશ્કેલ છે. છતાં એકનો દેશકાળ પાંડવો-કૌરવોના દેશકાળ સુધી પહોચે છે. અને કોરોનાનો દેશકાળ હજુ ગતિમાં છે. એવા હાહાકરની તુલના કરવી જ રહી !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.