Abtak Media Google News

શાળા-કોલેજમાં હાલ સેમેસ્ટર પઘ્ધતિ અમલી છે. આ પઘ્ધતિને લઇ વિઘાર્થીઓ, વાલીઓ તેમજ શાળા-કોલેજના શિક્ષકોના અલગ અલગ મંતવ્યો છે.

કોઇ માને છે કે, સેમેસ્ટર પઘ્ધતિ યોગ્ય છે કોઇને લાગે છે કે તેમ ન હોવું જોઇએ. તાજેતરમાં ગાંધીનગર ખાતે વાઇઝ ચાન્સેલર્સ, શિક્ષણ અધિકારીઓ અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની બેઠક મળી હતી. જેમાં સેમેન્ટર પઘ્ધતિને લઇ ચર્ચાઓ થઇ હતી.

આ સેમેસ્ટર પઘ્ધતિનો અમલ ચાલુ રાખવો કે નાબુદ કરવી તે માટે યુનિવસીર્ટીઓ વાલીઓ વચ્ચે એક સર્વે કરશે. તેમ બેઠકમાં નકકી કરાયું હતું. આ સર્વેમાં યુનિવસીટીઓ દ્વારા વાલીઓને ત્રણ પ્રશ્ર્નો પુછવામાં આવશે.

(૧) શું સેમેન્ટર સીસ્ટમ બદલી તેના સ્થાને વાર્ષિક પરીક્ષાનું માળખું લાગુ કરવું જોઇએ ? વાલીઓએ માત્ર હા અથવા ના નો જવાબ આપવાનો રહેશે.

(ર) બીજા પ્રશ્ર્ન એ હશે કે, શું કોલેજમાં પ્રથમ બે વર્ષમાં આવતા ચાર સેમેસ્ટરની પરીક્ષા જે તે કોલેજ દ્વારા લેવી જોઇએ? અન છેલ્લા વર્ષના બે સેમેસ્ટરની પરીક્ષા યુનિવસીટીએ યોજવી જોઇએ ? હા અથવા ના (૩) આ પ્રકારના પ્રશ્ર્નો દ્વારા યુનિવસીટીઓ સર્વે કરી સેમેસ્ટર પઘ્ધતિ વિશે વાલીઓના મંતવ્યો જાણશે અને ત્યારબાદ નકકી કરાશે કે સેમેસ્ટર સીસ્ટમ યથાવત રાખવી જોઇએ કે નહીં ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.