Abtak Media Google News

હવે જમાનો પેઈડ પોલિટિક્સનો: કોંગ્રેસના મુખ્ય રણનીતિકારની જવાબદારી સંભાળતા વ્યક્તિએ પડદા પાછળ રહીને પાર્ટીને વિજયરથની સવારી કરાવી

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023માં કોંગ્રેસે જંગી જીત નોંધાવી અને ભાજપને સત્તામાંથી બહારનો રસ્તો બતાવ્યો.  કોંગ્રેસે 135 બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો છે.  ભાજપ સામે સત્તા વિરોધી લહેર પર સવાર થઈને, કોંગ્રેસે સ્પષ્ટ બહુમતિના આંક કરતાં વધુ બેઠકો જીતી.  કોંગ્રેસની આ ભવ્ય જીત પાછળ એક વ્યક્તિની મોટી ભૂમિકા રહી છે.  જેમની રણનીતિએ ભાજપને દક્ષિણમાંથી હાંકી કાઢ્યું.

કર્ણાટકમાં મોટી જીતનો શ્રેય કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શિવકુમારને આપવામાં આવી રહ્યો છે.  કેટલાક લોકો જીત પાછળ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો હાથ માની રહ્યા છે.  પરંતુ આ યાદીમાં બીજું એક નામ પણ છે, જેમણે પડદા પાછળ રહીને કોંગ્રેસને જીતના રથ પર સવારી કરાવી.  તે વ્યક્તિનું નામ સુનીલ કાનુગોલુ છે.  આ એ જ વ્યક્તિ છે જેને કોંગ્રેસના મુખ્ય રણનીતિકાર તરીકે વર્ણવવામાં આવી રહ્યા છે.  તેમણે નક્કી કર્યું કે કોંગ્રેસ પાર્ટીને જનતા સાથે કેવી રીતે જોડવી.

ચૂંટણીમાં કોંગ્રેસની રણનીતિના નવા શિલ્પી સુનિલ કાનુગોલુનો જાદુ કર્ણાટક ચૂંટણીમાં જોરદાર રીતે ચાલી રહ્યો છે.  કર્ણાટકમાં કોંગ્રેસને બમ્પર જીત અપાવ્યા બાદ હવે મધ્યપ્રદેશનો વારો છે.  તે કમલનાથ અને દિગ્વિજય સિંહની સાથે મધ્ય પ્રદેશમાં મુખ્ય વ્યૂહરચનાકારની ભૂમિકામાં જોવા મળશે.  ભોપાલમાં કોંગ્રેસના સાંસદ નકુલ નાથના બંગલાને સુનીલ કાનુગોલુના વોર રૂમમાં બદલી દેવામાં આવ્યો છે.

મધ્યપ્રદેશના લોકો માટે સુનીલ કાનુગોલુનું નામ ઘણું ચોંકાવનારું હોઈ શકે છે. પરંતુ દેશના રાજકીય ગલિયારાઓમાં વ્યાપકપણે જાણીતું નામ બની ગયું છે.  કન્નડ પિતા અને તેલુગુ માતાના ખોળે જન્મેલા કાનુગોલુએ તેના જીવનનો લાંબો ભાગ તમિલનાડુમાં વિતાવ્યો છે.  તેમનો મોટાભાગનો અભ્યાસ ચેન્નાઈમાં થયો છે.  તેણે અંડરગ્રેજ્યુએટ તરીકે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.  2009 માં યુએસથી ભારત પાછા ફરતા પહેલા, સુનિલે ફાઇનાન્સમાં એમએસ અને એમબીએમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી કરી હતી.  ત્યારથી, સુનીલે રાજકીય અને ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે ઘણા રાજકીય પક્ષો માટે કામ કર્યું છે.

2017માં યુપીમાં યોગીની જીત પાછળ પણ આ રણનીતિકારની મહેનત જવાબદાર

વર્ષ 2017માં, સુનીલે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.  તેમણે ભાજપને શાનદાર જીત અપાવીને યોગી આદિત્યનાથ માટે સીએમની ખુરશીનો રસ્તો સાફ કર્યો.  સુનીલ 2019ની લોકસભા ચૂંટણીમાં ડીએમકે માટે ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓમાં વ્યૂહરચનાકાર રહ્યા છે.  ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતાના નિધન પછી, સુનીલને પક્ષની વિશ્વસનીયતા મજબૂત કરીને ઉત્તમ પ્રદર્શન માટે શ્રેય આપવામાં આવ્યો હતો.  સુનીલે કર્ણાટક ચૂંટણીમાં પોતાનું કામ પૂરું કરી લીધું છે.  હવે તે અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસ માટે વોર રૂમ સેટઅપ તૈયાર કરશે.

કર્ણાટકમાં આ રણનિતીકારે આપેલો 40% કમિશનનો મુદ્દો ભારે ચગ્યો

એક સમયે પીએમ મોદી અને ભાજપના ચૂંટણી વ્યૂહરચનાકાર સુનિલ કાનુગોલુને માર્ચ 2023માં કર્ણાટક અને તેલંગાણાની સાથે મધ્યપ્રદેશમાં કોંગ્રેસને સત્તામાં લાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી.  સુનીલ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો વ્યૂહ પણ તેને ઘડ્યો હતો. કર્ણાટકમાં કોંગ્રેસ માટે સુનીલનું 40% પેસીએમ અભિયાન ભારે હિટ રહ્યું છે, જેણે ભાજપને સત્તામાંથી દૂર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.  તે પોતાના વન લાઇનર કેમ્પેઈનને કારણે રાજકીય પક્ષોમાં ખૂબ ચર્ચામાં છે.

આ રણનીતિકાર 2014માં પ્રશાંત કિશોરની કંપનીમાં જ કામ કરતા

કોંગ્રેસે કર્ણાટક અને તેલંગાણાની સાથે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તેના ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે સુનીલ કાનુગોલુની નિમણૂક કરી છે.  સુનીલે કર્ણાટક જીતીને પોતાની ઉપયોગીતા પુરવાર કરી છે.  હવે જમીની વાસ્તવિકતાના આધારે મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચારની તૈયારી કરવાની જવાબદારી સુનીલની છે.  કહેવાય છે કે વર્ષ 2014માં સુનીલ પ્રશાંત કિશોરની કંપની આઇપેક સાથે સંકળાયેલો હતો.  બાદમાં પ્રશાંત કિશોરે પીએમ મોદીનો સાથ છોડી દીધો, પરંતુ સુનીલ અને તેમની ટીમ ભાજપ સાથે જ રહ્યા.

ભારત જોડો યાત્રાની રણનીતિ પણ આમને  જ ઘડી હતી 

કર્ણાટકમાં બીજેપી પર પ્રહાર કરવા માટે સુનીલે એક અનોખો આઇટી પ્રોગ્રામ તૈયાર કર્યો. અહીં 40% પેસીએમ કેમ્પેઈન દ્વારા તેણે બીજેપી સરકારના ભ્રષ્ટાચાર પર પ્રહારો કર્યા.  તેણે કર્ણાટકના મુખ્યમંત્રીનો ફોટો ક્યુઆર કોડની વચ્ચે મૂક્યો અને તેને 40% કમિશન લેતો ભ્રષ્ટ મુખ્યમંત્રી કહ્યો.  આ વ્યંગાત્મક અભિયાન કર્ણાટક સહિત દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.  એવું કહેવાય છે કે તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની રણનીતિ પણ નક્કી કરી હતી.  યાત્રાના અંતે કાશ્મીરમાં ત્રિરંગો ધ્વજ ફરકાવવાનો વિચાર પણ તેમનો જ હતો.  સુનીલ હાલમાં કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસનું ચૂંટણી સંચાલન પણ સંભાળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.