Abtak Media Google News

ઈલેકટ્રો બોન્ડ મારફતે ભાજપને રૂ.૧૪૫૦ કરોડ જયારે કોંગ્રેસને ૩૮૩ કરોડ મળ્યા

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માનધરાવતા ભારતનાં મુખ્ય રાજકીય પક્ષો પણ દેશની વિશાળ વસ્તી અને અઢળક સમર્થકોના કારણે ધનના ઢગલામાં આરોળતા હોય તેમ રાજકીય આવકમાં દર વર્ષે વધારો કરી રહ્યા છે.

Patto Ban Labs 2

૨૦૧૮-૧૯ના વર્ષનાં આવકના મળેલા આંકડામાં ભાજપને વર્ષની ૨૪૧૦ કરોડની આવક થઈ છે. જે ૨૦૧૭-૧૮ની ૧૦૨૭ કરોડની આવક કરતા ૧૩૪ ગણી વધુ છે. શાસક પક્ષે ૨૦૧૮-૧૯નાં ઓડિટફિર્યોટમાં ૨૪૧૦ કરોડની આવક બતાવી છે. ૨૦૧૮-૧૯માં ચૂંટણી પક્ષ સમક્ષ ભાજપે ૧૪૫૦ કરોડની આવક ઈલેકટ્રોબોન્ડ મારફત થઈ હોવાનું જણાવ્યું હતુ જયારે ૨૦૧૭-૧૮માં ઈલેકટ્રોબોન્ડની આવક ૨૧૦ કરોડ બતાવી હતી ભાજપે ૨૦૧૮-૧૯માં ૧૦૦૫ કરોડનો ખર્ચ કે જે પાછલા વર્ષનાં ૭૫૮ કરોડથી ૩૨૧૦ વધુ છે. વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં ભાજપે ૨૦૧૭ ૧૮ ના ૫૬૭ કરોડના ખર્ચા સામે ૨૦૧૮-૧૯માહ ખર્ચનો આંકડો ૭૯૨.૪ કરોડ બતાવ્યો છે. શાસક પક્ષ ભાજપ સામે વિપક્ષ પણ કોઈ કમ નથી આજ સમયગાળા દરમિયાન કોંગ્રેસની આવક ૧૯૯ કરોડથી ૪.૫ ગણી વધીને ૯૧૮ કરોડ પહોચી છે. ૨૦૧૮-૧૯માં ખર્ચનો આંકડો ૪૭૦ કરોડ બતાવ્યો છે. ચૂંટણી પંચની વેબસાઈટમાં કોંગ્રેસ પક્ષની આવકના મુખ્ય સ્ત્રોત એવા ઈલેકટ્રોબોન્હ મારફત ૩૮૩ કરોડની રકમ ૨૦૧૭-૧૮ની ૫ કરોડની આવક કરતા અનેક ગણી વધુ થઈ હોવાનું જણાવ્યું છે. ભારતનાં રાજકીય પક્ષો જેવી રીતે લાખોની સંખ્યામાં મતદારો ધરાવે છે. તેમ કરોડોની આવક ધરાવતા હોય તો તેમાં કંઈ નવાઈ વાત નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.