Abtak Media Google News

રસોડાનું વૈદ્યુ શું ??

ખાના ખજાના: વાનગીઓના રાજા ‘મસાલા’નો રસોઈમાં ઉપયોગ માટે સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ…!! પશ્ર્ચિમી

દેશોની સરખામણીએ ભારતમાં કોરોના સામેની વધુ મજબુત સ્થિતિ આપણા પુરાણા નુસખા અને ખાન-પાનની પધ્ધતિને આભારી

 

અબતક, રાજકોટ

ટચુકડા એવા કોરોના વાયરસે વિશ્વ આખાને બાનમાં લઈ હચમચાવી દીધું છે. એમાં પણ ઘડી ઘડી થઈ કાચિંડાની જેમ કલર બદલતા કોરોનાએ વધુ જોખમ ઉભુ કરી દીધું છે. માંડ હજુ એક સ્વરૂપ સમજમાં આવે ત્યાં નવું સ્વરૂપ ધારણ કરી લે છે. નવા નવા વેરીએન્ટ્સ અને મયૂટન્ટ આવતા વૈજ્ઞાનિકો પણ મૂંઝવણમાં મુકાયા છે. કેટલાક દેશો કોરોનાની ત્રીજો તો કેટલાક દેશો કોરોનાની ચોથી લહેરમાં સપડાયા છે. અમેરિકા, યુરોપ સહિતના દેશોમાં પણ કોરોનાની ચોથી લહેર શરૂ થતાં ફરી હાહાકાર મચી રહ્યો છે. વિશ્વની મહાસત્તા ગણાતું એવુ અમેરિકા કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત થયું છે. આ સિવાયના પશ્ચીમી દેશોને પણ કોવિડ-૧૯ મહામારીએ હંફાવી દીધા છે. આનો મતલબ એવો નથી કે કોરોનાએ ભારતમાં અસર કરી જ નથી. સૌ કોઈને ખબર છે તેમ કોરોનાની બીજી લહેર ભારતમાં  પણ અતિઘાતકી સાબિત થયેલી પરંતુ પશ્ચિમી દેશોની સરખામણીએ દક્ષિણ એશિયામાં મહદંશે પરિસ્થિતિ નિયંત્રિત રહેલી.

કોની મા એ સવા શેર સૂંઠ ખાધી…. એમ આપણે સામાન્ય રીતે બોલતા હોઈએ છીએ. કહેવાય છે કે ગર્ભાવસ્થા દરમિયાન જે મહિલાએ સૂંઠ વધુ આરોગી હોય તેનું બાળક તાજું, માજું અને એકદમ તંદુરસ્ત થાય છે. મજબૂતી એના શરીરમાં વિદ્યમાન હોય છે. કોરોનાકાળમાં પણ કંઈક આવું જ છે. જે લોકોએ ખાદ્ય પદ્ધતિમાં કાળજી લીધી તે તંદુરસ્ત રહ્યાં… અન્ય દેશોની સરખામણીએ કોરોના સામેની ભારતની લડાઈ કેમ વધુ મજબૂત અને અસરકારક રહેલી તેની પાછળ ભારતીય આયુર્વેદિક પદ્ધતિ તેમજ આપણા પુરાણા નુસખાઓ જવાબદાર છે.

એમાં પણ જો સૌથી વધુ મદદ કરેલી હોય તો તે છે આપણું ભારતીય વૈધુ…!! આપણી ભારતીય પરંપરામાં પહેલેથી જ લીલું મરચું, લાલ મરચું, હળદર ધાણાજીરું, મરી મસાલા સહિતના વાનગીના મસાલાઓ પ્રખ્યાત છે. આ મસાલા વિના તો આપણી વાનગી અધુરી જ ગણાય. કદાચ ક્યાંક ને ક્યાંક આપણી ખાન-પાનની પદ્ધતિ અને તેમાં ઉમેરાતા હળદર જેવા અતિ ગુણકારી મસાલાએ જ આપણને કોરોના સામે લડવામાં મદદ કરી છે. ઇટલી, બ્રાઝિલ અને ફ્રાન્સ જેવા દેશોની વાત કરીએ તો અહીં વાનગીઓમાં તીખાસ હોતી જ નથી  એટલે કે અહીં મરચું, ચીલી પ્લેટ્સ વગેરેનો ઉપ્યોગ સાવ નહીવત પ્રમાણમાં કરવામાં આવે છે. જ્યારે ભારતીય વાનગીની વાત કરીએ તો તેમાં પણ ભાત ભાતની સ્વાદવાળી તેમજ ખાસ પ્રદેશાનુસાર ડીસીસ જોવા મળે છે. પૂર્વોત્તરમાં જઈએ તો અલગ, દક્ષિણમાં જઈએ તો અલગ, ગુજરાતમાં અલગ, હિમાચલમાં જઈએ તો અલગ એમ વિવિધ પ્રકારની ડીશીસ જોવા મળે છે.

આપણી જમવાની થાળીમાં હળદરના હોય,, શાકમાં હળદર સાથે મરી. મસાલા ન હોય તેવું બને ખરા..?? ન જ બને..!! અથવા તેને ભારતીય વાનગી ન કહેવાય. હળદરના લાભની વાત કરીએ તો ડાયાબિટીસ અને ચામડીના રોગો, રક્તવિકાર, અને લિવરના રોગો, કમળો, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો વગેરે રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે.એમાં પણ હળદરમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણ હોવાથી કોરોનાગ્રસ્ત દર્દીને માટે ખૂબ ઉપયોગી બને છે. ગરમ પાણીમાં મીઠા સાથે હળદર નાખી કોગળા કરવાથી ગળામાંથી કોરોનાનો વિનાશ જરૂર થાય છે.

હળદરમાં રહેલ વિટામિન સી ખાસ કરીને શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે. કાચી હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેથી શરીરને થતા કોઈ પણ ઇન્ફેક્શન સામે રક્ષણ મળી શકે છે. આમ, કોરોનાકાળમાં હળદર ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત, અન્ય મસાલા પણ એટલા જ ઉપયોગી છે. જે પશ્ચિમી દેશોમાં ઓછી માત્રામાં વપરાતા કોરોનાએ વધુ તરખાટ મચાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.