અહીં શિક્ષકોએ એવું તે શું કર્યું કે આખું ગામ કોરોના મુક્ત થવા તરફ છે…!

હિતેશ રાવલ,સાબરકાંઠા: દેશમાં કોરોનાને નાથવા સરકાર સાથે દેશના નાગરિકો એક જૂથ બની રોજ નવા પગલાં લઈ રહ્યા છે. આ સંક્રમણને રોકવા માટે વેક્સીન સાથે ઔષધિ દવાઓ પર પણ ભાર મુકવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા થોડા સમય પહેલા ઔષધિ દવાઓનો વ્યાપ વધારવા આગળ આવી હતી. આ સાથે ઉકાળા, નાસલેવું, અને બીજા અન્ય ઘરેલુ ઉપાયો લોકો અપનાવી રહ્યા છે.


આ બધા દેશી અને ઔષધિ દવાઓની મદદથી સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના કમાલપુર ગામના લોકોએ કોરોના પર જીત હાસિલ કરી છે. આ જીત પાછળ મહત્વનું કારણ છે, ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા ઉછેરવામાં આવેલી ઔષધિનો ઉકાળો, જેનું સેવન કરવાથી આખું ગામ કોરોના મુક્ત થવા તરફ આગળ વધી રહ્યું છે.


ઇડરમાં 1500ની વસ્તીધરવતું કમાલપુર ગામમાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ કોરોનાવાયરસ થકી થયું નથી. તેમજ ગામમાં આવેલા કેટલાક કોરોના પોઝિટિવ કેસ કે, જે અન્ય બહારના લોકો સાથે સંક્રમણ થયાના પગલે આવ્યા છે તે બધા કેસમાંથી હોસ્પિટલમાં સારવાર લીધા વગર સાજા થઈ રહ્યા છે. આ વાત પર સ્થાનિક લોકોનું કેહવું છે કે, કોરોના વાયરસનો સામનો કરવા માટે ગામની પ્રાથમિક શાળામાંથી મળતી ઔષધિયો તેમજ તેનો ઉકાળો કારગત સાબિત થયો છે. જેના પગલે સ્થાનિક વિસ્તારમાં કોરોના સંક્રમણ ઘટાડવામાં સફળતા મળી રહી છે.’


કમાલપુર ગામમાં હાલ માં એક પણ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ નથી. તેમજ કોરોનાની બીજી લહેરમાં એક પણ ગ્રામજનને કોરોના સંક્રમણ લાગ્યું નથી. જેનું મુખ્યત્વે કારણ પ્રાથમિક શાળામાં ઉછેરવામાં આવેલી વિવિધ 50થી વધુ ઔષધીઓના લીધે કોરોના મહામારી સામે અડીખમ ટકી રહ્યું છે.


રાજ્ય સરકાર દ્વારા બે વર્ષ અગાઉ એક બાળ એક ઝાડના કોન્સેપ્ટ બેઠકના હેતુથી વિદ્યાર્થીઓ પ્રકૃતિ અંગે માહિતગાર થાય તે માટે એક પ્રોજેક્ટ રજૂ કરાયો હતો. જોકે કમાલપુર ગામે આ પ્રોજેક્ટથી વધુ આગળ વધી સ્થાનિક શિક્ષકોએ એકજૂટ થઇ ઔષધીય બાગનું નિર્માણ કરી છે. જેના પગલે આજે સમગ્ર ગામ ઔષધીય બાગને પગે કોરોના સામે સરળતાથી ટકી શક્યું છે. ગામમાં એક પણ કેસ ન હોવાની સાથોસાથ સ્થાનિકો પણ હવે ઔષધીય તાકાતને સમજતા થયા છે, તેમજ પ્રાથમિક શાળા દ્વારા કરાયેલો પ્રયોગ હવે જાતે પણ કરતા થયા છે.


સાબરકાંઠાના ઇડરના કમલપુર ગામે ઔષધીય બાગનો કરેલો પ્રયાસ અને પ્રયોગ સફળ બની રહ્યું છે. ત્યારે અન્ય ગામડાઓ પણ ભારતની પ્રાચીન સંસ્કૃતિ તરફ વળતા થાય તો કોરોનાને સરળતાથી હરાવી શકે તેમ છે. કમલપુર ગામે શરૂ થયેલો આ પ્રયાસ આગામી સમયમાં અન્ય કેટલા ગામડાઓને ઉજ્વળ ભવિષ્ય તરફ દિશા સૂચક બની શકે છે.