Abtak Media Google News

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન 78 વર્ષનાં થઈ ગયા છે. છતા પણ તેઓએ હજી સુધી કોવિડ વેક્સિન લીધી નથી. તેમણે હજુ સુધી કેમ વેક્સિન નથી લીધી આ પ્રશ્ન અભિનેતાના ચાહકોના મનમાં આવી રહ્યાં છે. જોકે હવે બિગ બીએ આનો જવાબ આપ્યો છે.

હજુ સુધી કોવિડ વેક્સિન કેમ નથી લગાવી?

અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પોતાના બ્લોગમાં લખ્યું છે કે, ‘વાયરસના વધુ એક પ્રકારનો ડર સતાવી રહ્યો છે. રસીકરણ ફરજિયાત થઈ ગયું છે અને ટૂંક સમયમાં મારે પણ વેક્સિન લેવી પડશે. જલ્દી આંખો ઠીક થાય…ત્યાં સુધી દુનિયા અજીબ છે.’

ઘણા કલાકારોએ મુકાવી છે વેક્સિન

બોલીવૂડના ઘણા કલાકારોએ કોરોના વેક્સિન મુકાવી ચુક્યા છે. મનોરંજન જગતની આ લિસ્ટમાં શર્મિલા ટાગોર, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, સતિષ શાહ, પરેશ રાવલ, રાકેશ રોશન અને જોની લિવર જેવા નામ શામેલ છે. સાઉથ સિનેમાની વાત કરીએ તો કમલ હાસન, નાગાર્જુન, મોહન લાલને પણ રસી મુકાવી છે.

FIAF એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા અભિનેતા

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલ્મ ઓર્કાઈવ્સ (FIAF) દ્વારા પ્રતિષ્ઠિત 2021 એફઆઈએફ એવોર્ડ (FIAF Award 2021)થી સન્માનિત કરવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચન એફઆઈએએફ એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય બન્યા છે. અમિતાભ બચ્ચને ટ્વીટ પર આ વિશેની માહિતી શેર કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.