ભવાઈ પરંપરા શા માટે લુપ્ત થઈ ?? શું કહે છે ભાનુપ્રસાદ ઉપાધ્યાય

કોકોનટ થિયેટર પ્રસ્તૃત  ચાયવાય અને રંગ મંચ શ્રેણીમાં  એકેડેમીક શ્રેણી ચાલી રહી છે. રવિવારના મહેમાન ડોક્ટર ભાનુપ્રસાદ ઉપાધ્યાય. જેમનો વિષય હતો ભવાઈ માં એલીયેશન ભવાઈ શબ્દ આવે કે જૂની રંગભૂમિ યાદ આવે અને શરૂઆતની ગણેશ વંદના અને ભૂંગળ વાદન સંભળાય. ડો ભાનુપ્રસાદ સાહેબે પણ આજના પોતાના લાઈવ સેશનની શરૂઆત  સરસ મજાની ભૂંગળ વાદન કરી અને શાક્ષાત રંગદેવતાને આજના લાઈવ સેશન માં આવકાર્યા. પ્રેક્ષકો જોડાતા ગયા અને ખબર પડી કે 700 વર્ષ નો ભવાઈ નો ઇતિહાસ છે. ત્યારથી વાત આગળ વધારતા એલીયેશન શબ્દ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે આ શબ્દ ભારતીય સંસ્કૃતિમાં તો ઘણા વખતથી છે.

ભવાઈની પરંપરા ઓછી થવાનું કારણ કદાચ નાટક હોય શકે: કલાકાર ભાનુપ્રસાદ ઉપાધ્યાય

કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી

અબતક સોશિયલ મિડીયાના ફેસબુક પેજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો

ઘણા અર્થ આ શબ્દના ભારતીય સંસ્કૃતિમાં મળે છે બ્રહ્મ આશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સન્યાસ આશ્રમ, આ બધામાં એલીયેશનનાં સંદર્ભ મળશે.બુદ્ધનું મહાભિનિષ્ક્રમણ પણ એ જ છે. ત્યારબાદ ભવાઈની વાત શરૂ કરતાં જણાવ્યું કે ભવાઈ એટલે જેની અંદર એ સમયની પરંપરા, સભ્યતા, સંસ્કારની વાતો થતી એવા જ વિષયો આવતા. જે ગામ, નાના શહેરોના પ્રેક્ષકો સમક્ષ મુકાતી જેની અંદર દુહા-છંદ, ગીતો, સાહિત્ય, લોક બોલી, લોક કાર્યો આ બધા જ કલાના માધ્યમથી આવરી લેવામાં આવતા, અને એ વખતે ભવાઈ ગામેગામ થતી. અસ્સલ એ વખતાના દોહા અને છંદ ઉપાધ્યાય સાહેબે ગાઈને માહૌલ ઉભો કર્યો હતો.

એ વખતે લોકો ભવાઈને માત્ર જોતાં જ નહીં પણ માણતા હતા. પણ ભવાઈ પરંપરા ઓછી થતા જવાનું કારણ કદાચ નાટક હોઈ શકે કારણકે 1853 માં પ્રથમ પારસી નાટક ભજવાયું. ત્યારબાદ ગુજરાતી નાટક આવ્યું જે ગુજરાતી નાટક દ્વારા લગભગ નવા રંગમંચની શરૂઆત થઈ અને ભવાઈનો કપરો કાળ શરૂ થયો. એ વખતે પુરુષો જ સ્ત્રીઓ પાત્રો કરતા એટલે નાટકમાં સ્ત્રીપાત્ર નહોતા મળતા ત્યારે નિર્માતાએ ઉત્તર ગુજરાત તરફ નજર દોડાવી અને ત્યાં ચાલતી ભવાઈના કલાકારો પર નજર કરી, જે કલાકારો બાળપણથી જ તબલા, મંજીરા, પેટી, ભૂંગળ વગાડતા હોય એવા પાંચ-સાત વર્ષના બાળકો થાય ત્યારે એક છોકરીના વેશ ભજવવા માટે જેને માતાજીના આશીર્વાદ મળે એમ કહેવાતું. તેમને મુંબઇ ખાતે નાટકો ભજવવા માટે લઈ આવવા માંડ્યા અને ભવાઈ માણતા પ્રેક્ષકો નાટક માણતા થયા. ભવાઈ અસ્ત થતી ગઈ.

નાટકોમાં ભવાઈની જ સારી નરસી વાતો આવતી. અમુક નાટકોમાં અશ્લીલ સંવાદો શરૂ થયા જે ભવાઈથી લોકોને કંઈક જાણવા મળતું એવો ભદ્ર સમાજ ભવાઈથી દૂર થતો ગયો ક્યાંક ભવાઈની ટીકા થવા માંડી. તો ક્યાંક એના વખાણ. દલપતરામ કવિ નર્મદ ભવાઈની વિશેષતા ઓળખી અને ત્યારબાદ તેના ગુણધર્મો સાથે નાટકો લખાયાં એક આંદોલન ચાલ્યું હતું ભારતીય રંગમંચ કી ખોજ જેમાં ફરી ભારતીય રંગમંચને ખૂબ જ સારા સારા નાટકો મળ્યા જે લોકોએ માણ્યા વખાણ્યા અને પરંપરા આગળ વધી ભવાઈ પણ નાટકોની અંદર ક્યાંક ને ક્યાંક દૂર થતી ગઈ પણ હવે ભવાઈ લગભગ દેખાતી જ નથી અને માત્ર નાટકો દેખાય છે.

ખુબ મજાની જાણકારી આજે ભાનુ પ્રસાદ સાહેબ પાસેથી મળી, એ સિવાય પ્રેક્ષકો અને ફેન્સ સાથે લાઈવ સવાલ જવાબ આપ્યા. જે આપ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ પર જોઈ શકશો. જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં રુચિ હોય તો તમારે આ સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે.

આજે વિખ્યાત નિર્માતા-દિગ્દર્શક ભાર્ગવ ઠકકર

કોકોનટ થિયેટરની ચાય-વાય અને રંગમંચ શ્રેણીમાં આજે જાણિતા નિર્માતા-દિગ્દર્શક ભાર્ગવ  ઠકકર લાઈવ  આવીને  રંગમંચની દૂનિયાની વિવિધ  વાતો વિચારો અને  અનુભવો શેર કરશે. તેઓ થિયેટર એજયુકેટર સાથે એન.એસ.ડી.ના સ્નાતક છે. વર્ષોથી નિર્માણ અને ડાયરેકશન સાથે સંકળાયેલા ભાર્ગવ ઠકકર આજે સાંજે 6 વાગે લાઈવ આવશે. કોકોનટના એકેડેમીક સેશનના ભાગ  રૂપે  ભાર્ગવભાઈ સાંભળવાનો લ્હાવો આજે યુવા કલાકારોને મળશે. ભાર્ગવભાઈના ઘણા નાટકો  ખૂબજ સફળ રહ્યા છે.

કલાકાર અને પ્રેક્ષકો પ્રીતિ પૂર્વક મળે ત્યારે જ રસાનુભૂતિ શકય બને: કલાકાર-ઉષા ઉપાધ્યાય

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સન્માનીત ડોક્ટર ઉષા ઉપાધ્યાય જેમણે  ’ઝવયફિયિં : ઈવફહહયક્ષલયત જ્ઞર અભશિંજ્ઞક્ષ  ઙયભિયાશિંજ્ઞક્ષ’ આ વિષય પર શનીવારે લાઈવ શેસન કર્યું. નટ અને ભાવક એટલે કે કલાકાર અને પ્રેક્ષક જ્યારે પ્રીતિ પૂર્વક મળે મળે ત્યારે જ રસાનુભૂતિ શક્ય બને છે. રંગભૂમિ જેમના રસનો વિષય છે એવા ઉષાબેને ઈતિહાસનું પાનું ફેરવતા સૌપ્રથમ ભવાઈને યાદ કરતાં જણાવ્યું 1960  65 ના સમયમાં ભાવનગર ખાતે ભવાઈ જોવાનો અવસર મળેલો, ત્યારે ના સ્ટેજ હોય, ના દીવાલ હોય, ના માઈક હોય અને કલાકારો અભિનય કરતા હોય અને પ્રેક્ષકોને માણતા હોય. ત્યારબાદ પાલીતાણા ગામે પડદા નાટક જોયા જેમાં દ્રશ્ય પ્રમાણે પડદા ઉપર ચિત્રો આવતા હતાં આગળ નવા-નવા દ્રશ્યો ભજવાતા જાય. ત્યારબાદ લોકોની વચ્ચે જઈને અભિનય કરતા નટ અને નાટકો જોયા.

જેમાં વીર માંગડાવાળોનું ઉદાહરણ આપ્યું. સાથે સાથે વ્યવસાયિક નાટકોની વાત આવી જેમાં મોંઘા નાટકો, કોસ્ચ્યુમ, સેટસ, વગેરેનો ઉલ્લેખ કર્યો અને ખાસ વાત કરી અવેતન રંગભૂમિની  જેમાં માત્ર એક પાત્ર હોય અને એ પાત્ર નાટકના બીજા પાત્રો ભજવતા આંગિક, વાચિક અને સાત્વિક અભિનય કરે અને પોતાનામાં જ દરેક કલાકારને જીવંત કરી નાટક ભજવે. એકપાત્રી અભિનેતા અર્ચન ત્રિવેદીને યાદ કર્યા,કોકોનટ થિયેટરનાં આ લાઈવ સેશનમાં ઉષાબેને પોતાના અનુભવ અને શાબ્દિક રચનાથી કાલ્પનિક રંગમંચ પ્રેક્ષકો સામે ઊભો કર્યો હતો.

જેમાં એમણે ઘણી જ જાણવા લાયક વાતો પ્રેક્ષકો સમક્ષ મૂકી ખાસ જણાવ્યું કે નાટક એ તો પાંચમો વેદ છે જેમાં રસાનુભૂતિના ઘટકોની ચરવણા થાય. નાટક શરૂ થતાં જ આંગીકમ ની નાંદી બોલાતા કલાકાર અને પ્રેક્ષકો સજ્જ થાય, તથા અલગ ધર્મ, વય અને રુચિના લોકોને, પ્રેક્ષકોને કલાકાર પોતાની સાથે જોડે તો જ નાટક ઉત્તમ, સર્વોત્તમ, સફળ ગણાય. નાગમંડળ નાટકને યાદ કરતા ઉષાબેને જણાવ્યું કે ગિરીશ કર્નાડનાં આ નાટકનો એમણે અનુવાદ કર્યો છે. જે થોડા સમયમાં પ્રેક્ષકો સામે રજૂ થશે.

નાગમંડળ નાટકની પ્રસ્તુતિ વખતે  ગિરીશ ભાઈએ જણાવ્યું હતું કે લેખક સામે મોટો પડકાર પ્રેક્ષક સુધી પોતાનું નાટક પહોંચાડવાનું છે

બ્રહ્માની સૃષ્ટિ કરતા કવિની સૃષ્ટિ ચઢિયાતી છે. અભિનેતા અને પ્રેક્ષક સિવાય ઉષાબેન એ લેખક વિશે પાન વાતો કરી કે ક્યારેક અમુક લેખકોની નાટક ભજવણી માટેની શરતો હોય છે કે મારા સંવાદો બદલવા નહીં, મારી સ્ક્રીપ્ટ બદલવી નહીં, પણ સ્ક્રીપ્ટ દિગ્દર્શકના હાથમાં આવતાં, દિગ્દર્શકની માવજત મળતા કંઈક જુદી થાય છે જેની અંદર લેખકના લખાણનો ભાવ સચવાય છે. ત્યારે દિગ્દર્શકની સ્ક્રિપ્ટ હોય છે ત્યારબાદ કલાકાર અને ભજવે છે ત્યારે કલાકારના પોતાના ભાવ તેમાં ઉમેરે છે ત્યારે એક સ્ક્રીપ્ટ કલાકારની થઈ જાય છે. એટલે સ્ક્રીપ્ટ કોઈ એકની ન હોઈ શકે. લેખકની સ્ક્રિપ્ટ ક્યારેક  દિગ્દર્શકની અને ક્યારેક કલાકારની બની રહે છે.

આપાતકાલીન સંજોગોમાં કુશળ અને પ્રતિભાશાળી નાટક નાટક અને સમય સાચવી લે છે એ જ ઉત્તમ નટ કહેવાય આ વાત પર ઉષાબેને ખાસ કરીને કોકોનટ થિયેટરના લાઈવ સેશનમાં આવી ચુકેલા પદ્મશ્રી યઝદી કરંજીયા સાહેબનો દાખલો આપ્યો અને એક સરસ ઘટનાને પ્રેક્ષકો સામે રજૂ કરી અને એ કેટલા ઉત્તમ નટ છે એનો ઉદાહરણ પૂરું પાડ્યું. અસંખ્ય નાટકોના વાંચન કરી ચૂકેલા ઉષાબેને આજે જણાવ્યું કે પ્રત જ્યાં સુધી પ્રયોગ સુધી ન પહોંચે ત્યાં સુધી એની જરૂરિયાતોનો ખ્યાલ ન આવે સફળ લેખક થવા નાટકના દરેક પાસાની જાણકારી હોવી જોઈએ જેમાં નેપથ્ય, નિર્માણ વ્યવસ્થા, કોસ્ચ્યુમ વગેરેની ખબર હોવી જોઈએ.

આંગિક, વાચિક અને સાત્વિક આ રસ વિશે પણ ઉષાબેને સવિસ્તાર વાતો કરી સાથે અભિનય વિશે જણાવ્યું કે અભિનયની વાત મનમાં ઉઠેલા ભાવને અભિનય દ્વારા પ્રેક્ષકો સમક્ષ લાવવાની ક્રિયા સાત્વિક અભિનય છે. જેનું ઉત્તમ ઉદાહરણ મીનાકુમારી કહી શકાય કે જ્યારે અભિનય કરવાનો આવતો ત્યારે એ કરૂણ દ્રશ્યો માં આંખોમાં ગ્લિસરીન નાખ્યા સિવાય ચોધાર આંસુએ રડી શકતા,