Abtak Media Google News

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ વિજ્ઞાપનકારો ખૂબ મોટા પ્રમાણમાં કરોડો રૂપિયા રોકે છે , સામે જોવા વાળા ભેગા થાય તો જ અબજો રૂપિયા ભેગા થતા હોય છે

એક સમય ક્રિકેટ જેન્ટલમેનની રમત માનવામાં આવતી હતી પરંતુ હવે ક્રિકેટ એ આર્થિક ઉપાર્જન નું એક સાધન બની ગયું છે એટલું જ નહીં ક્રિકેટ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે અત્યંત કારગત નીવડે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની વાત કરવામાં આવે તો દેશના અનેક વિધ કરોડપતિ લોકો આ ક્રિકેટ સિઝનમાં જંગી રોકાણ કરતા હોય છે અને ખૂબ મોટા પ્રમાણમાં નફો પણ રડતા હોય છે. ત્યારે એ વાત સ્પષ્ટ છે કે ક્રિકેટના અબજોના જલસામાં વિજ્ઞાપન કારોને ખૂબ વધુ ફાયદો મળે છે અને તેમનું રોકાણ ની સાથો સાથ તેઓ ને આવક પણ હમણાં પ્રમાણમાં થતી હોય છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગની જો વાત કરવામાં આવે તો જાણવાનું એ છે કે સૌથી વધુ પ્રમાણમાં જે અબજોની કમાણી થઈ રહી છે તેની પાછળનું મુખ્ય કારણ ?  આ એ વાત સાચી કે ઇન્ડિયન પ્રીમિયર લીગ કરોડોની આવક તો થાય જ છે પરંતુ જરૂરી એ પણ છે કે જ્યાં સુધી લોકોને ભેગા કરવામાં નહીં આવે ત્યાં સુધી મેચની મજા લઈ શકાતી નથી અને લોકો એકત્રિત થવાથી જ કરોડો રૂપિયા ઊભા થતાં હોય છે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં એક દડો જે નાખવામાં આવે છે તે આંકડો 50 લાખ રૂપિયામાં પડે છે જેથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ રૂપિયા ઉપર જ કરવાનું સૌથી મોટું સાધન હાલ સામે આવ્યું છે અને એક વર્ષના સમયગાળા માટે આ સિઝનમાં રોકાણકારો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં જંગી રોકાણ કરવામાં આવતું હોય છે અને સામે તેઓને યોગ્ય અને પૂરતું વળતર પણ મળે છે.

અન્ય રમતો ની સરખામણીમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ એકમાત્ર એવી રમત છે કે જ્યાં રોકાણકારોને ખૂબ મોટા પ્રમાણમાં તેમના રોકાણનું ચોક્કસ વતન મળે છે જેના કારણે વિજ્ઞાપનકારો અને બ્રોડકાસ્ટરો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ કરવામાં આવતું હોઈ છે. ઘણા એવા માધ્યમો છે કે જેના ઉપર લોકો મેચ નિહાળતા હોય છે અને તે તમામ લોકો દ્વારા સબક્રિપ્શન પણ ભરવામાં આવતું હોય છે જે અંગેનો દર વાર્ષીક નક્કી કરાતા કંપની દ્વારા કરવામાં આવેલું રોકાણ ખૂબ સરળતાથી તેઓ કરી શકે છે અને સારું એવું વળતર પણ મળતું હોય છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ સ્ટેશનમાં જે રોકાણ કરી રહ્યા છે તેમના માટે તેમની ચેનલની ટીઆરપી પણ પૂર ઝડપે આગળ વધતી હોય છે કારણ કે ઈન્ડિયન પ્રીમિયર લીગના મહત્વપૂર્ણ મેચો રાત્રિમાં રમાતા હોવાથી લોકો તેનો પૂરતા પ્રમાણમાં લાભ લેતા હોય છે જેથી તેમની કંપનીની પ્રોડક્ટ પણ ખૂબ સારી રીતે વેચાતી હોય છે. એ વાત સ્પષ્ટ છે કે રોકાણકારો માટે ઇન્ડિયન પ્રીમિયર લીગની એક એવું સ્થાન છે કે જ્યાં તેમના દ્વારા કરવામાં આવેલું રોકાણ કોઈ દિવસ એડે જતું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.