Abtak Media Google News

અમેરિકાના પ્રાણી સંગ્રહાલયમાં સૂર્યગ્રહણ દરમિયાન પ્રાણીઓની મનોદશા પર કરાયેલા સંશોધનનું તારણ

શા માટે પ્રાણીઓ સૂર્યગ્રહણ દરમિયાન મુંઝાઈ જાય છે? જી સૂર્યગ્રહણ દરમિયાન સસ્તન પ્રાણીઓ ક્ધફૂઝ એટલે કે અવઢવમાં રહેશે કે આ તે દિવસ છે કે રાત છે? આ સૃષ્ટિ પર શું થઈ રહ્યું છે. કે શું ચાલી રહ્યું છે? તેવી મુંઝવણમાં પ્રાણીઓ સૂર્ય (સોલાર) ગ્રહણ દરમિયાન મૂકાઈ જતા હોય છે.

સેન્ટ્રલ અમેરિકા સ્થિત માર્ગારિટા વોક કોલબમે જુલાઈ ૧૯૯૧ દરમિયાન જોયેલા કે અનુભવેલા સૂર્યગ્રહણના સંસ્મરણો શેર કર્યા છે. તેમણે નોંધેલા સંસ્મરણો પરથી એવો નિષ્કર્સ નિકળે છે કે સૂર્યગ્રહણ જેટલી મિનિટ પણ ચાલે પરંતુ એ સમયગાળા દરમિયાન ખાસ કરીને પ્રાણીઓ મુંઝાઈ જાય છે.

આ સિવાય અમેરિકાના નાશવિલેમાં રહેતા સંશોધક જિબ બારટુએ સોશિયલ મીડીઆ પર કરેલી એક પોસ્ટમાં લખ્યું છે કે સૂર્યગ્રહણ દરમિયાન નાશવિલે ઝૂં એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં રહેતા જીવોની હરકત પર નજર રાખવામાં આવી હતી. તેઓ ગ્રહણની પ્રક્રિયા દરમિયાન ખૂબજ ક્ધફૂઝ જણાયા હતા કેમકે ત્યારે સર્વત્ર અંધકાર છવાઈ જતો હોવાથી તેઓ અવઢવમાં રહેતા હતા કે આ તે દિવસ છે કે રાત છે?

એનિમલ રિએકશન નામના જર્નલમાં નેશવિલે ઝૂના સંશોધકો આગળ લખ્યું છે કે આગામી સૂર્યગ્રહણ દરમિયાન પણ પ્રાણીઓની મનોદશા કે મનોસ્થિતિ ઉપર મુજબ જ રહેશે કેમકે તેઓ દિવસ અને રાતમાં ફરક કરી શકતા નથી.

તેમણે અંતમાં લખ્યું છે કે સૂર્યગ્રહણ દરમિયાન પ્રાણી સંગ્રહલાયમાં ત્યારે આશરે ઘણા મુલાકાતીઓ હતા છતા પ્રાણીઓની મનોદશામાં કોઈ જ ફેર પડયો ન હતો. જણાયો તેઓ સતત અવઢવમાં જ રહ્યા હતા આશરે ૨૦ મિનિટ સુધી સૂર્યગ્રહણની પ્રક્રિયા દરમિયાન તેઓ કન્ફયુઝ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.