Abtak Media Google News

કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામનાં અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસ માંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે. કાળી ચૌદશએ મેલી વિદ્યાનાં સાધકોનો પ્રિય દિવસ છે, અને તેઓ એમ માને છે કે આજનાં દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે.

હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવાર સાથે સાથે પૂજા અને ઉપાય પણ એટલા જ મહત્વપૂર્ણ છે. આ તહેવાર ધનતેરસથી લઇ દિવાળી સુધી ઉજવવામાં આવે છે. દિવાળીથી એક દિવસ પહેલા કાળી ચૌદસ એટલે નરક ચતુર્દશી પણ ઉજવવામાં આવે છે.

નરક ચતુર્દશી પર કરો આ ઉપાય

આ દિવસે મહિલાઓએ યમ નામ પર 14 દિવા પ્રગટાવવા જોઈએ. આ દિવાને પોતાના ઘરની બહાર રાખો એન આંગણમાં એક ચોકી પર ચોખા અને લોટ પાથરી દો ત્યાર બાદ યમરાજની પૂજા કરો અને સપાટ કર્યા બાદ મહિલાઓએ પાછું ફરીને ન જોવું હોઈએ. આવું કરવાથી વ્યક્તિને દરેક કામમાં સફળતા મળે છે.આ દિવસે મૃત્યુના દેવતા યમરાજની પૂજા કરવામાં આવે છે. નરક ચૌરદશીના દિવસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિને અકાળ મૃત્યુ અને યાતનામાંથી મુક્તિ મળે છે. એનાથી વ્યક્તિને નરકની જગ્યાએ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.