Abtak Media Google News

સામાન્ય રીતે લોકો જમ્યા પછી પાન ખાવાનું પસંદ કરતા હોય છે. મોટાભાગના લોકો સુગંધિત શ્વાસ માટે અને માઉથ ફ્રેશનર માટે પાન ખાવાનું પસંદ કરતા હોય છે. પરંતુ તમને એ જાણીને આશ્ચ્ર્ય થશે કે સેક્સ લાઇફમાં પણ પાન ખૂબ ફાયદાકારક નીવડે છે.

પાન ખાવાથી સેક્સ લાઇફ સુધારી શકાય છે. કેમ કે પાન બનાવતી વખતે તેમાં જે સુપારીનો ઉપયોગ કરવામાં આવે છે. એ કામોત્તેજક હોય છે. આ કારણની જ પહેલાંના જમાનામાં રાતના સમયે પતિને પાન ખવડાવવાની પરંપરા હતી, એ વખતે સુહાગરાતની પહેલા વરરાજાને પાન ખવડાવવામાં આવતું હતું.

પાનને બનાવવામાં જ્યારે સુપારી, ચૂનો, લવિંગ અને ગુલકંદ નાખવામાં આવે છે. એનાથી પૂરા શરીરને ઘણો ફાયદો મળે છે એનાથી પાચનશક્તિ તો વધે જ છે પરંતુ સાથે સાથે કામોત્તેજના પણ વધતી હોય છે. અને પ્રજનન ક્ષમતા સારી બને છે. ગુલકંદથી દિવસભરનો થાક ઉતરી જાય છે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે.

એક તાજું પાન બનાવાનું પાંદડું લો અને તેને સારી રીતે સાફ કરી લો. પછી તેમાં થોડો ચૂનો લગાવો અને અડધી ચમચી ગુલકંદ અને સોપારીનો નાનકડો કટકો સાથે લવિંગ મુકીને પાનને વાળી લો. ત્યારબાદ તેને મોંમા રાખીને ધીરે-ધીરે ચાવવું જોઇએ પાન ખાવાના સૌથી સારી રીત એ છે કે પહેલાં તમે એને ચાવી લો અને ત્યારબાદ મોંઢાના એક ખૂણામાં રાખીને ઓગળવા રાખો.

સુહાગરાત પર પાન ખાવા ઉપરાંત કેસરનું દૂધ પીવાની પણ પ્રથા છે. કામસૂત્રના સંકેતો અનુસાર દૂધમાં સોંફનો તાજો રસ, મધ અને ખાંડ ભેળવીને મિશ્રણ કરવામાં આવે તો તે સ્નાયુ અને પેશીરોને મજબુતી આપે છે. દૂધમાં જે પ્રોટીન હોય છે તે ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજન હર્મોન્સ બનાવવામાં મદદ કરે છે. આ બંને જ સેક્સ હોર્મોન્સ દૂધ દેવામાં આવે છે.

પહેલાની પરંપર અનુસાર સુહાગરાતની પહેલા વરરાજાની લૈંગિક ઉત્તેજના વધારવા માટે તેને દૂધ અને પાન આપવામાં આવે છે. આ પરંપરાનો ભાગ તો છે સાથે જ તેની પાછળ ઉપરોક્ત વૈજ્ઞાનિક કારણ પણ રહેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.