Abtak Media Google News

મોટાભાગના પુરુષો પોર્ન ફિલ્‍મો નિહાળે છે, પરંતુ ઇન્‍ટરનેટ પર નિયમિત રીતે એડલ્‍ટ અથવા તો પોર્ન ફિલ્‍મ નિહાળનાર પુરુષોને સાવધાન થઇ જવાની સલાહ નવા અભ્‍યાસમાં આપવામાં આવી છે.

આ અભ્‍યાસમાં જણાવવામાં આવ્‍યુ છે કે, પોર્ન ફિલ્‍મો નિહાળનાર પુરુષો બેડરૂમમાં હોપલેસ થઇ જાય છે. આ સાથે ઓનલાઇન પોર્ન ફિલ્‍મ જોનાર પુરુષોના બેડરૂમમાં પરફોર્મ પર તેની માઠી અસર પડે છે. આ સાથે આ રિસર્ચમાં વધુ જાણવા મળ્યુ છે કે, વિશ્વમાં પોર્ન દુનિયામાં એન્‍ટ્રી કરી ચુકેલા પુરુષો મુશ્‍કેલીની દિશામાં વધુ આગળ વધી રહ્યા છે. આમ પોર્ન ફિલ્‍મો નિયમિત રીતે નિહાળનાર પુરુષો સામાન્‍ય સેક્‍સી ગતિવિધીથી રોમાંચિત થતા નથી.

તમને જણાવી દઇએ કે, જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ પોર્નની દુનિયામાં પણ નવી નવી સામગ્રીઓ મુકાતી જાય છે જેથી ચાહકો તેનાથી દુર થતા નથી. આ વિશે ઘણા પુરુષોનું કહેવુ છે કે, તે તેની પત્‍નિ સાથે સેક્‍સ માણવા કરતા પોર્ન ફિલ્‍મ જોવી વધારે પસંદ કરે છે. જો કે આધુનિક સમયમાં વધતાં જતા ચલણથી કેટલાક નકારાત્‍મક પરિણામો પણ મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.