Abtak Media Google News

 વરિયાળી લગભગ દરેક ભારતીય ઘરમાં જોવા મળે જ છે. આયુર્વેદમાં જઠરાગ્નિને તૃપ્ત  કરનાર શ્રેષ્ઠ ઔષધ તરીકે વરિયાળીને ગણી છે. જે વ્યક્તિને ભૂખ ન લાગતી હોય કે ખાવાનું ન ભાવતું હોય તેણે જમ્યા પહેલાં વરિયાળી ખાવાનું રાખવું જોઈએ. જો ભૂખ બરાબર લાગતી હોય, પણ પાચન યોગ્ય રીતે ન થતું હોય તો જમ્યા પછી શેકેલી વરિયાળી ખાવી જોઈએ.

વરિયાળીના અદભૂત ગુણો અને ફાયદાઓ Whatsapp Image 2023 11 27 At 15.24.10 Be5De6Db

વરિયાળીમાંથી વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ, મેગનીઝ, કોપર, ફોલેટ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, વિટામિન બી3 જેવા ન્યૂટ્રિઅન્ટ્સ મળી રહે છે. જે આપણાં શરીરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.મુખવાસ તરીકે, શરબત તરીકે કે પછી વરિયાળીનું ચૂર્ણ ઔષધ તરીકે પણ લઈ શકો છો.પાચનસંબંધી તકલીફો માટે વરિયાળી ખાવી હોય તો એ જમ્યા પછી અને શેકેલી વરિયાળી જ ખાવી.એસિડિટીની તકલીફ હોય અને જો તમે કાચી વરિયાળી ભૂખ્યા પેટે ખાશો તો તકલીફ વધશે. પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડતી હોય એવી સ્ત્રી માટે વરિયાળી ઉપયોગી છે.

એસિડિટી, પિત્ત, ગરમીને કારણે માથું દુખવું જેવી સમસ્યાઓ થાય તો વરિયાળી અને ખડી સાકરનું ચૂર્ણ ઉત્તમ છે. શિયાળામાં જો વરિયાળીના ઉત્તમ ગુણ લેવા હોય તો એને કાચી ખાવી જોઈએ.સવાર-સાંજ વરિયાળી ખાવાથી સ્કિનનો ગ્લો વધે છે અને લોહી સાફ થાય છે.

Whatsapp Image 2023 11 27 At 15.24.36 Fd92Dae2
-1  ચમચી વરિયાળી પાણીમાં ઉકાળી તેમાં 1 ચમચી મધ મિક્સ કરી પીવાથી ઉધરસમાં તરત આરામ મળે છે.

-2  ચમચી વરિયાળી અને 2 ચમચી બીલીનું પલ્પ મિક્સ કરી સવાર-સાંજ ચાવીને ખાવાથી ડાયેરિયાની સમસ્યામાં ફાયદો થાય છે.

– 3 વરિયાળીમાં રહેલું એન્ટીબેક્ટેરિયલ તત્વ મોઢાના બેક્ટેરિયા ખતમ કરે છે. દુર્ગંધ દૂર થાય છે.

-4 વરિયાળી અને સાકર સમાન માત્રામાં લઈ પીસી લો. સવાર-સાંજ પાણીની સાથે 1 ચમચી લો. તેનાથી આંખો હેલ્ધી રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.