Abtak Media Google News

તબીબી વ્યવસાયને માનવ સમાજમાં ઉત્તમ વ્યવસાય અને તબીબોને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. દર્દીને વૈદ્ય વહાલા હોય તેમ તબીબો અને નર્સના સંબંધો પણ આરોગ્ય ક્ષેત્રે ખુબજ મહત્વનું પરિબળ ગણવામાં આવે છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી તબીબી વ્યવસાયમાં ડોકટરો અને નર્સના સંબંધો કેટલાક તબક્કે જોખમી બની રહ્યાં છે. નર્સનો વ્યવસાય કમાણીના ઉપાર્જનના બદલે માનવ સેવાના અભિગમ સાથે કરવામાંં આવે છે. વિશ્ર્વમાં ફલોરેન્સ નાઈટીંગલ-મધર ટેરેસા જેવા ઉચ્ચકોટીના માનવ આદર્શ ધરાવતી નર્સોએ માનવ સમાજમાં દેવ સમૂહ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ફલોરેન્સ નાઈટીંગલનું જીવન અને માનવ સેવા પ્રત્યેનું સમર્પણથી જ નર્સ વ્યવસાયનો જન્મ થયો.

ફલોરેન્સ નાઈટીંગલના જીવનના આદર્શન અને કાર્યોએ સભ્ય સમાજમાં નર્સ વ્યવસાયને જન્મ આપ્યો છે. મધર ટેરેસા પણ માનવ સુસેવા થકી ઈશ્ર્વર સુધી પહોંચવામાં સફળ રહ્યાં હોવાની હકીકતના પાયામાં નર્સનો વ્યવસાય રહેલો હતો. નર્સ એ કમાટી કરવા માટેનો વ્યવસાય નથી પરંતુ માનવ સેવાને ખરા અર્થમાં ચરિતાર્થ કરવાનું માધ્યમ છે. આરોગ્ય ક્ષેત્રે નિષ્ણાંત તબીબોની આવશ્યકતા છે તેના કરતા પણ વધુ દર્દી સાથે સીધા સંકળાયેલા સ્વજન તરીકે નર્સનું સ્થાન આવે છે. કોઈપણ બિમાર દર્દીને સંપૂર્ણપણે સાજા કરવા માટે નિષ્ણાંત તબીબો દવા, સારવાર, શસ્ત્રક્રિયા પછી નર્સના પ્રેમાળ સારવારના અભિગમને મહત્વ આપવામાં આવે છે. અત્યારે નર્સીંગનો વ્યવસાય એ માત્ર મની અર્નીંગ ક્ધસેપ્ટથી અપનાવવામાં આવે છે. ખરેખર નર્સનો વ્યવસાય શિક્ષાથી નહીં દિક્ષાથી અપનાવવાનો વ્યવસાય છે. નર્સ માટે ડિગ્રીની કાબેલીયત અને વ્યવસાયીક લાયકાતના બદલે માનવ સંવેદના અને સેવાભાવના સંસ્કારો જરૂરી છે. અત્યારે નર્સના વ્યવસાયમાં કૌશલ્યબદ્ધ તાલીમ અને તબીબોથી પણ વધારે મેડિકલ ટ્રેડ ટ્રેનિંગ અને ટ્રીટમેન્ટ આપીને ક્વોલીફાઈડ નર્સ તૈયાર કરવામાં આવે છે પરંતુ ફલોરેન્સ નાઈટીંગલ-મધર ટેરેસા જેવી નર્સોની અછત ઉભી થઈ છે. આજે ક્વોલીફાઈડ નર્સીંગ કોર્ષ કરેલી નર્સો પરિચારિકા અને ઉત્તમ આરોગ્ય સારવાર આપનારી બની રહે છે પરંતુ માનવ સંવેદના અને સ્વજન જેવા હુંફથી દર્દીઓને મરણ પથારીએથી ઉભી કરવાવાળા સ્ત્રોતનું નિમીત બની શકતી નથી.

નર્સીંગનો વ્યવસાય એ સેવાનું માધ્યમ છે, પૈસા કમાવવાનું નહીં. ફલોરેન્સ નાઈટીંગલ-મધર ટેરેસા એ વ્યવસાયે નર્સ નહોતા પરંતુ તેમના વ્યવસાય જીવનની પ્રવૃતિ અને સેવા એ નર્સના વ્યવસાયે ઉદ્ભવ કરાવ્યો. ફલોરેન્સ નાઈટીંગલ-મધર ટેરેસા જેવી નર્સ તાલીમ અને ડીગ્રીથી મળતી નથી તે માટે માનવ સંવેદનાથી ધબકતું હૃદય અને માનવ સેવાને પ્રભુ સેવા ગણતા સંસ્કારો હોવા જોઈએ. આજે ફલોરેન્સ નાઈટીંગલ-મધર ટેરેસા જેવી નર્સોની અછત પડી છે. નર્સનો વ્યવસાય વિશ્ર્વાસ અને માનવતાના સંસ્કારો સાથે સિંચન થાય છે. પ્રેક્ટિકલ અને પૈસા કમાવવા માટે નર્સનો વ્યવસાય નથી. નર્સ એ સેવાની મુર્તિ છે. જ્યારે આ ભાવના નર્સ બનનારમાં આવશે ત્યારે ફલોરેન્સ નાઈટીંગલ-મધર ટેરેસા જેવી નર્સોની અછત નહીં રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.