Abtak Media Google News

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ચાઇનાની તુલનાએ ભારતમાં બેટરી ઓપરેટેડ વાહનો માટે નીતિ બદલવા કર્યું સૂચન

ઈન્ડિયામાં ઈ-વ્હીકલસ (બેટરી ઓપરેટેડ)માં કઈ રીતે વપરાશમાં વધારો કરી શકીએ તથા ચાઈનામાં કઈ રીતે વપરાશ વધેલ છે. તે અંગે અજંતા-ઓરેવા ગ્રુપ ઓફ કંપનીના જયસુખ પટેલે મીનીસ્ટર ઓફ ટ્રાન્સપોર્ટેશન એન્ડ બિલ્ડીંગ, નિતીન ગડકરીને રજુઆત કરી હતી.

Advertisement

રજુઆતમાં જયસુખ પટેલે જણાવ્યું હતું કે, અજંતા-ઓરેવા ગ્રુપ ઓફ કંપની મોરબી ગુજરાત ૧૯૭૧ થી ઈલેકટ્રોનીકસ અને ઈલેકટ્રીકલ્સ ફીલ્ડમાં ૪૦૦૦ વર્કફોર્સ સાથે ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીઝમાં આગવું સ્થાન ધરાવે છે. ૧૯૯૮ના વર્ષથી ‘ચાઈના’માં ઈલેકટ્રીકલ્સ વ્હીકલસ ‘ટુ વ્હીકલસ’નું ડેવલોપમેન્ટ ચાલુ થયેલ અને આજે આશરે ૧,૦૦,૦૦૦ વધુ ‘ટુ વ્હીલ્સ’ ચાઈનામાં દર વર્ષે બને છે અને વેચાય છે અને ૯૦% તેઓની માર્કેટ ડોમેસ્ટ્રીક ચાઈના છે. આજે ઈલેકટ્રીકલ્સ વ્હીકલ્સ અને તેના પાર્ટસ, કમ્પોનેટ, રો-મટીરીયલ્સ વગેરે બનાવતી ૨૫,૦૦૦થી પણ વધારે ઈન્ડસ્ટરીઝો છે અને મેં પર્સનલી પણ ૧૦૦૦થી વધારે ઈન્ડસ્ટ્રીઝ વાળાની વીઝીટ કરેલ છે, આ ઈન્ડસ્ટ્રીઝમાં લગભગ ૧ લાખથી વધારે લોકો વર્ક કરે છે અને કઈ રીતે ચાઈના આ ઈન્ડસ્ટ્રીઝ ડેવલોપમેન્ટ થયેલ છે તેના કારણો નીચે મુજબ છે.

ચાઈના મેઈન વ્હીકલ્સ બાઈસીકલ (સાયકલ) હતું અને કરોડો લોકો એનો વપરાશ કરતા અને બાઈસીકલ ચાઈનામાં એક સ્ટેટસ તરીકે જોવામાં આવતું અને એ જ બાઈસીકલ ટાઈપના લો સ્પીડ (૨૫ થી ૪૦ કિ.મી.) ઈલેકટ્રીકલ્સ વ્હીકલ્સ ડેવલોપ થતા લોકો બહું જ ઝડપથી સ્વિકારેલ જયારે ઈન્ડીયામાં ઉલ્ટુ છે લોકો સાઈકલ વાપરવા વાળાને ગરીબ વ્યકિત તરીકે ઓળખે છે અને ઈન્ડીયામાં કોઈને ગરીબ બનવું નથી જેના કારણે આજે પણ લોકો ઈ-વ્હીકલ્સને સાઈકલ સાથે કમ્પેરીઝન કરીને પરચેઝ કરતા નથી જે સત્ય હકિકત છે.

ચાઈનામાં ઈ-વ્હીકલ્સ ઉપર અને તેના ઓલ કમ્પોનેટ/ પાર્ટસ ઉપર ટેકસ લગભગ નીલ છે. જયારે ગુજરાત જેવા રાજયોમાં પણ ખુબ જ ઉંચા ટેકસ અને એકસાઈઝ ડયુટી વગેરેના દર ઉંચા હોવાના કારણે ઈ-વ્હીકલસનું બાળ મરણ થયેલ હોવાથી હવે કોઈ જ નવી કંપનીઓ આ ફિલ્ડમાં આવવા ઈચ્છતી નથી. ઈન્ડીયામાં લગભગ ૪ થી ૫ કંપનીઓ વર્ષ ૨૦૦૪માં આ ફિલ્ડમાં મેન્યુફેકચરીંગ ફેસેલીટી સાથે આવેલ જેવી કે ઓરેવા, યો બાઈક, હીરો, ટીવીએસ વગેરે કંપનીઓ હાલ પણ છે પરંતુ તેઓ બધા તેની પ્રોડકશન કેપેસીટીના ૧૦%નું પણ ઉત્પાદન કે માર્કેટીંગ કરી શકતા નથી. જો ઈન્ડીયામાં ઈ-વ્હીકલસનો વપરાશ વધારવો હોય તો નીચે મુજબના યોગ્ય ફેરફારો કરવાથી વપરાશ વધી શકે તેમ છે.

ઈન્ડીયામાં હાલ ઈ-વ્હીકલસ બેટરી મેન્યુફેકચર્સ નથી બધી બેટરીઓ ચાઈનાથી ઈમ્પોર્ટ થાય છે. ચાઈનાથી બેટરીઓ ૨૫ થી ૩૦ ડિગ્રી ટેમ્પરેચર્સની ડીઝાઈન થયેલ છે. જે ઈન્ડીયામાં હાય ટેમ્પરેચર્સના કારણે પરફોર્મ કરતી નથી જો ઈન્ડિયામાં હાય ટેમ્પરેચર્સની ડીઝાઈન મુજબ બેટરીના પ્લાન્ટ આવે અને સરકાર તરફથી આ બેટરી ઉપર સબસીડી અને ઓછા ટેકસ રાખવામાં આવે તે લોકોને સારી કવોલીટી અને વ્યાજબી ભાવથી બેટરી મળી રહે અને ઈ-વ્હીકલસ વપરાશ વધે ચાઈનામાં ૧૯૯૯ થી ૨૦૦૮ સુધી ગર્વમેન્ટ તરફથી આજ પોલીસી અપનાવેલ.

આજે ઈન્ડીયામાં જે ફેમ ઈન્ડીયા તરફથી ટુ વ્હીલર્સ ઉપર રૂ.૭૫૦૦/-ની સબસીડી આપવામાં આવે છે. તેની જગ્યાએ રૂ.૧૨,૫૦૦ કરવામાં આવે તો વધુ ઈકોનોમી થાય અને વધારેમાં વધારે લોકો પરચેઝ કરે. જીએસટીમાં ઈ-વ્હીકલસને હાયર રેટમાંથી લોઅર રેટમાં રાખવામાં આવે. ગુજરાતની કંપની સાઉથ કે નોર્થ ઈસ્ટમાં બાઈક મોકલે તો રૂ.૬૦૦૦/- વધારે કોસ્ટ આવે છે જે ઘણી જ વધારે છે ફકત ૨ વર્ષ માટે સરકાર તરફથી ટ્રાન્સપોટેશન કોસ્ટ ઉપર જો સબસીડી આપવામાં આવે છે. આજે ઈન્ડીયામાં ૨૫ કિમીથી વધારે સ્પીડવાળા ઈ-બાઈકને આરટીઓ પાર્સીંગ, રજીસ્ટ્રેશન વગેરે કરાવવું પડે છે. જેના કારણે આ વધારે સ્પીડવાળા ઈ-વ્હીકલની કોસ્ટમાં રૂ.૮૦૦૦/-થી વધારે ખર્ચ થાય છે. આજે ઈન્ડીયામાં કોઈપણ નેશનલાઈઝ બેંક, પ્રાઈવેટ બેંક, સરકારી બેંક કે અન્ય ફાયનાન્સ કંપનીઓ ઈ-વ્હીકલસ ઉપર ફાયનાન્સ કરતી નથી. જેથી લોઅર કલાસના લોકો પરચેઝ કરી શકતા નથી. જો સરકાર તરફથી જો આવો કોઈ ઓર્ડર કરવામાં આવે તો ફાયનાન્સ મળી શકે અને વધારે લોકો ઈ-વ્હીકલસ વાપરતા થાય.

આજે ઈન્ડીયામાં આપણે હંમેશા સ્ટેપ બાય સ્ટેપ નથી જતા કોઈપણ જગ્યાએ પહોંચવા માટે સ્ટેપ બાય સ્ટેપ જો આગળ વધવું જોઈએ. ઈ-વ્હીકલસમાં આપણે પહેલા ટુ વ્હીલર્સ શ‚આત કરીને ત્યારબાદ થ્રી વ્હીલર્સ અને ત્યારબાદ ફોર વ્હીલર્સ બાબત વિચારવું જોઈએ. આજે આપણે ડાયરેકટ ફોર વ્હીલર્સ ઉપર ફોકસ કરીએ છીએ. ચાઈનામાં આજે વર્ષ દરમ્યાન ૪ કરોડ નંગ ટુ વ્હીલર્સ અને ૧ કરોડ નંગ ‘થ્રી વ્હીલર્સ’ જેમાં પેસેન્જર અને ગુડઝ ટ્રાન્સપોટેશન માટે બનાવે છે અને વેચાણ કરે છે અને હજુ ફોર વ્હીલર્સમાં આજે પણ ચાઈનામાં એકપણ કંપની સકસેસફુલી વેચાણ કરતી નથી માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ ઈ-વ્હીકલસ ઈન્ડીયામાં ડેવલોપ કરવા જોઈએ, જો આપણે ટુ વ્હીલર્સ અને થ્રી વ્હીલર્સનું ડેવલોપમેન્ટ કરીશું તો જે હાલ ચાર્જીંગ સ્ટેશનનો મોટો પ્રશ્ર્ન છે તે પણ ઉભો થશે નહી અને ડાયરેકટ ફોર વ્હીલર્સ ઉપર ફોકસ કરવાથી ટુ વ્હીલર્સની જેમ ઈન્ડીયામાં ફેલ જઈશું.

ઈન્ડિયાના લોકો કોઈપણ નવી ટેકનોલોજી/ પ્રોડકટને ત્યારે જ એકસેપ્ટ કરે છે જયારે એકજીસ્ટીંગ ટેકનોલોજી/ પ્રોડકટ કરતા નવી ટેકનોલોજી, પ્રોડકટ સારી, સસ્તી, ઈકોનોમી, નવા ફંકશન, ફયુચર્સ હોય તો જ સ્વિકારે છે જે સત્ય હકિકત છે.

જેના કારણે ઈન્ડીયામાં ઈ-વ્હીકલસનો વપરાશ વધતો નથી જો આપણે આ વાસ્તવિકતાને બરાબર સમજીને યોગ્ય પોલીસી લોગ્ન ટર્મની ઈ-વ્હીકલસ ઉપર બનાવીએ તો જ‚ર ઈન્ડીયામાં ઈ-વ્હીકલસ સકસેસ થશે. ચાઈનાએ પણ જયારે ઈ-વ્હીકલસ વર્ષ ૧૯૯૮માં જયારે પોલ્યુશન, પેટ્રોલનો વપરાશ, વિદેશી હુંડીયામણ અને અન્ય પ્રશ્ર્નો થયેલ ત્યારે તેઓએ પણ લોન્ગ પ્લાનીંગ (૧૫ વર્ષ)ની ઈ-વ્હીકલર્સ ડેવલોપ કરવા માટે કરેલ અને આજે હવે ચાઈના ફોર વ્હીલર્સ ઉપર આ રીતે જ પોલીસી બનાવી આગળ વધે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.