Abtak Media Google News

છ પુત્રીને જન્મ આપ્યો પુત્રને કેમ જન્મ ન આપ્યો કહી દારૂ‚ના નશામાં પતિએ કેરોસીન છાંટી દિવાસળી ચાંપી

વિછીંયા તાલુકાના નાનામાત્રા ગામની પરિણીતાએ છ પુત્રીને જન્મ આપતા પુત્ર પ્રાપ્તની ઘેલચ્છામાં પતિએ દા‚રૂના નશામાં પત્નીને માર મારી કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દેતા ગંભીર રીતે દાઝેલી પરિણીતાને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નાનામાત્રા ગામે રહેતી આશાબેન મનસુખભાઇ તલસાણીયા નામની પરિણીતા ગંભીર  રીતે દાઝેલી હાલતમાં સારવાર માટે અહીંની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.

આશાબેન તલસાણીયાની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેણીને છ પુત્રીને જન્મ આપ્યો હતો પણ પુત્રનો જન્મ ન થતા પતિ મનસુખ તલસાણી, સસરા ઘુઘાભાઇ મેઘજી તલસાણીયા અને સાસુ કાંતાબેન તલસાણીયા શારીરિક અને માનસિક ત્રાસ દેતા હતા અને ગત તા.૨૩મી એપ્રિલે મનસુખ તલસાણીયા દા‚રૂનો નશો કરેલી હાલતમાં ઘરે આવી પુત્રને જન્મ કેમ આપતી નથી કહી લાકડીથી માર મારી કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દેતા દાઝી હોવાનું જણાવ્યું હતું. પોલીસે આશાબેન તલસાણીયાની ફરિયાદ પરથી પતિ, સસરા અને સાસુ સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.