Abtak Media Google News

સરકાર ખેત ક્ષેત્ર વધુ આવક ઉભી કરવા બાગાયત ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે

ભારત ખેતીપ્રધાન દેશ છે અને સમગ્ર વિશ્વને પણ અનેકવિધ ખેત જણસીઓ પુરુ પાડવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. ત્યારે ખેતી માટે જરૂરી એ છે કે જો સારો અને યોગ્ય વરસાદ વર્ષે તો જ ખેત જાણસોનું ઉત્પાદન ખૂબ મોટી માત્રામાં થઈ શકે છે અને તેનો લાભ ખેડૂતોની સાથે દેશને પણ મળતો રહે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એ ડર પણ સરકારને સતાવી રહ્યો છે કે જો ચોમાસુ નબળું જશે તો ખેત જણસી ના વિકાસમાં જે લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે તે લક્ષ્યાંકને બગાડી નાખશે. ત્યારે આવનારા સમયમાં આ પ્રકારની સ્થિતિ ઉદ્ભવે તેના માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે અને ગત વર્ષમાં સરકાર ખેત ઉત્પાદનમાં જે લક્ષ્યાંકે પહોંચ્યા હતા તે લક્ષ્યાંકને ફરી પહોંચવા માટે કામગીરી હાથ ધરાઈ રહી છે.

ત્યારે સરકારને જે સતત ડર સતાવી રહ્યો છે કે ચોમાસું નબળું જાય તો શું તે સ્થિતિને ધ્યાને લઇ સરકાર હાલ બગાયત ઉપર વધુ ને વધુ ધ્યાન કેન્દ્રિત કરશે અને આવનારા સમયમાં ખેડૂતોને બગાયત તરફ વળવા માટે પણ પ્રોત્સાહિત કરશે. સરકારને ચાલ છે કે જ્યાં સુધી બગાડતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં નહીં આવે તો તેની ઘણી માઠી અસર ખેડૂતો ઉપર પણ જોવા મળશે અને ખેત આવકમાં પણ ઘટાડો થશે માટે વધુને વધુ ખેડૂતો બાગાયત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને યોગ્ય વળતર મેળવે એ જરૂરી છે.

બીજી તરફ અનિયમિત ચોમાસુ હોવાથી પણ ઘણી ખરી એજન્સીઓને માથી અસરનો સામનો કરવો પડતો હોય છે અને જે યોગ્ય ઉત્પાદન મળવું જોઈએ તે પણ મળી શકતું નથી માટે આ સ્થિતિનું નિર્માણ ન થાય તેના માટે સરકાર દ્વારા અનેકવિધ વૈકલ્પિક રસ્તાઓ ધ્યાને લેવામાં આવી રહ્યા છે. દરેક ઉદ્યોગ માટે વરસાદ નું મહત્વ અનેરું છે તો સારો વરસાદ આવે તો દરેક ક્ષેત્રે ઉત્પાદનની ક્ષમતા છે તેમાં પણ વધારો નોંધાતો હોય છે અને પરિણામ રૂપ છેલ્લે તેને નાણાકીય વરસાદ પણ ખૂબ સારી રીતે મળતું હોય છે.

ઘણા ખરા સમયથી અપૂરતા વરસાદના કારણે ખેત જણસી નિકાસ કરવામાં આવતી હોય છે તે યોગ્ય માત્રામાં ન હોવાથી જે વળતર મળવું જોઇએ તે મળી શકતું નથી ત્યારે સરકારનો લક્ષ્યાંક એ છે કે હાલ જો વરસાદ અથવા તો ચોમાસું નબળું નીવડશે તો તેની ઘણી ખરી માંથી અસરનો સામનો દેશે અને ખેડૂતોએ કરવો પડશે માટે જો ખેડૂતો બાગાયત તરફ આગળ વધશે તો ઘણા ખરા પ્રશ્નોનું નિવારણ ખૂબ ઝડપથી આવી શકશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે કે હાલ જે રીતે વાતાવરણ જોવા મળી રહ્યું છે તેને ધ્યાને લય વર્ષ 2030 સુધી ભારતમાં સામાન્ય વરસાદ રહેશે જેથી કોઈ વધુ નુકશાની વેઠવી નહી પડે પરંતુ તેના માટે પણ જો વૈકલ્પિક અને યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તો ઘણા ખરા અંશે જે પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે તે નહીં થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.