Abtak Media Google News

કોન્ટ્રાકટરો દ્વારા પગાર ન ચુકવાતા ઓપરેટરોની હડતાલ આધારકાડની કામગીરી ખોરંભે

સુરેન્દ્રનગર જિલ્લામાં આધાર કાર્ડ સુધારા અંગે નો સૌથી મોટો પ્રશ્ન જિલ્લામાં સર્જાયો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આધાર કાર્ડ સુધારા માટે લોકોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડતું હોવાના દૃશ્યો સુરેન્દ્રનગર શહેરમાં સામે આવ્યા છે અને અવાર-નવાર નગરપાલિકા ખાતે જે સિસ્ટમ ચાલુ છે ત્યાં મારામારી અને ઝઘડા થતાં હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે તેવા સંજોગોમાં હવે ગમે તે સરકારી લાભો લેવા અથવા કોઈ પણ દસ્તાવેજી પુરાવાઓ માટે આધાર કાર્ડ જરૂરી બન્યું છે.

સુરેન્દ્રનગર સરકારી કચેરીઓમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓને નિયમિત પગાર આપવામાં ન આવતા હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે આવેલી મોટાભાગની સરકારી ઓફિસોમાં મોટાભાગની કામગીરી કોન્ટ્રાક્ટ બેજના કર્મચારીનો જ કરતા હોય છે ત્યારે આવા કોન્ટ્રાક્ટ બેજના કર્મચારીઓને સમયસર પગારની ચૂકવણી અને પૂરતા પગારની ચૂકવણી ન કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠતા હાલમાં કોન્ટ્રાક્ટ બેજના કર્મચારીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો છે.

સુરેન્દ્રનગર આધારકાર્ડ ઓફિસમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેજના કર્મચારીઓ અને સમયસર પગાર ન મળતા આજથી કોન્ટ્રાક્ટ બેજના કર્મચારી હડતાલ ઉપર ઉતરી ચૂક્યા છે ઉલ્લેખનીય છે કે વારંવાર તંત્રને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી તે છતાં પણ તંત્ર દ્વારા આ મામલે કોઇપણ પ્રકારનો નિવેડો લાવવામાં આવ્યો નથી અને કોન્ટ્રાક્ટ અને જરૂરી સૂચના પણ આપવામાં આવી નથી જેથી કોન્ટ્રાક્ટર બે થી ત્રણ માસનો પગાર એકસાથે ચૂકવી રહ્યા છે પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ આર્થિક સંકડામણમાં પરિવાર પોતાનું જીવન ધોરણ ગુજારતા હોય છે ત્યારે આવા કોન્ટ્રાક્ટ બેજના કર્મચારીનો પણ પોતાના પરિવારનું કેવી રીતે પૂરું કરે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે.
ત્યારે આજે થી સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા માં આવેલી આધાર કાર્ડ ની ઓફિસ ના તમામ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ચૂક્યા છે સમયસર પગાર ન મળતા તમામ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જતા આધારકાર્ડની કામગીરી બંધ રહેવા પામી છે ત્યારે ઉલ્લેખનીય છે કે અરજદારોને પણ ધક્કા ખાવા પડી રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત છતાં પણ સમયસર પગાર ચૂકવવામાં આવતા હાલમાં કર્મચારીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો છે અને તમામ આધારકાર્ડની કામગીરી પણ આજે બંધ રહેવા પામી છે જો આગામી દિવસોમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા સમયસર પગાર કરવાની ખાત્રી નહીં આપવામાં આવે તો હડતાળ યથાવત્ રહેશે તેવું પણ કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

શાળા કોલેજો શરૂ થઈ અને આધાર કાર્ડની કામગીરી ઠપ્પ થતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ

સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી કચેરીઓમાં કોન્ટ્રાક્ટરોને સમયસર પગાર ચૂકવવામાં આવતા આજે આધાર કાર્ડ ની ઓફિસ માં તમામ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ચૂક્યા છે જ્યાં સુધી પગાર ચૂકવવામાં નહિં આવે ત્યાં સુધી કર્મચારીઓ હડતાલ ઉપર રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ત્યારે તાજેતરમાં જ શાળા કોલેજો શરૂ થઈ છે હવે આગામી દિવસોમાં સ્કોલરશીપ યોજના ફોર્મ પણ ભરાવાની શરૂઆત થશે જેમાં આધાર કાર્ડની તાતી જરૂર હોય જેને લઇને આધાર કાર્ડ ની ઓફિસ માં સુધારા વધારા કરવા અને નવા આધાર કાર્ડ કઢાવવા માટે લાંબી લાઈનો પહેલાથી જ જોવા મળી રહી છે ત્યારે કામગીરી બંધ રહેતાં વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ પરેશાન બન્યા છે ત્યારે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં આ મામલે પણ વિચારણા કરી અને આધારકાર્ડ સહિતનાને કોન્ટ્રાક્ટ બેજના કર્મચારીનો છે તેમને સમયસર રીતે પગાર કોન્ટ્રાક્ટર ચૂકવે તે હવે જરૂરી બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.