Abtak Media Google News

થમ્સઅપ, કોકાકોલા અને પેપ્સીનું સેવન કરવાથી કામોત્તેજના વધતી હોવાનો દાવો

આલેખ ચોકાવનારો અભ્યાસ સામે આવ્યો છે જેને સાંભળી લોકો પણ અચંભીત રહી જશે. જે સર્વે અને અભ્યાસ હાથ ધરવામાં આવ્યો તેમાં એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે ઠંડુ પીણું કોલાનું સેવન કરવાથી કામોતેજના વધે છે ત્યારે થમ્સઅપ, કોકાકોલા અને પેપ્સીનું સેવન જે લોકો કરતા હોય તેમનામાં ટેસ્ટોસ્ટેરોન લેવલ પણ વધે છે. આ અંગે ચાઇનામાં રિપોર્ટ અને અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે આ ઠંડા પીણાંનું સેવનથી ફોર્ટાલિટીમાં અનેક ઘણો વધારો થાય છે. એટલુંજ નહીં રિસર્ચ કરનાર લોકો પાસે લોહીની તપાસ પણ કરાવવામાં આવી હતી.

આ પૂર્વે એક સર્વે એવો પણ સામે આવ્યો હતો કે જેમાં સોડાનું સેવન કરવાથી પ્રજનન શક્તિ અને વીર્ય માં ઘટાડો જોવા મળે છે પરંતુ હાલ ચાઇનાની મીંઝુ યુનિવર્સિટીમાં આ અંગે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો તો તેમાંએ વાતની સ્પષ્ટતા કરાય છે કે ઠંડુપીણા નું સેવન કરતા લોકોમાં ટેસ્ટોસ્ટેરોનનૂ પ્રમાણ વધે છે. આ અંગે 15 દિવસ માટે રિસર્ચ કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ બેચના લોકોને માત્ર પાણી નું સેવન કરાવવામાં આવ્યો હતો અને બાકી રહેતા લોકોને કોકાકોલા અને પેપ્સીનું સેવન કરાવ્યું હતું. આ સિવાય ઠંડુ પીણું કોલા ઉર્જાનો સંચાર પણ કરે છે અને  બીજા ઘણા ફાયદા પણ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.