Abtak Media Google News

બન્ને માર્કેટમાંથી ઓર્ડરો ઘટવા લાગ્યા: સિરામિક અને ટેક્સટાઇલ્સ સહિતના ઉદ્યોગોની નિકાસમાં ઘટાડો

યુએસ અને યુરોપમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. જેનો ચેપ ગુજરાતના ઉદ્યોગોને પણ લાગ્યો છે. બન્ને માર્કેટમાં ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં નિકાસ થાય છે. જેના ઓર્ડરો ઘટવા લાગ્યા છે અને નિકાસમાં ઘટાડો થવાનો શરૂ થઈ ગયો છે. ફેબ્રુઆરીમાં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી, ઊર્જાના ભાવમાં ફુગાવાએ મોટાભાગના યુરોપ અને વિશ્વના અન્ય ઘણા ભાગોને ઘેરી લીધા છે.  આઠ મહિના પછી, યુરોપ એક વિશાળ ઉર્જા સંકટ સામે લડી રહ્યું છે, તેની ઔદ્યોગિક અને આર્થિક પ્રવૃત્તિઓને ફટકો પડ્યો છે.  ઉચ્ચ વ્યાજ દરો અને ચલણના અવમૂલ્યનને કારણે યુએસ અને યુકેના બજારોની માંગને અસર થઈ છે. આનું પરિણામ ગુજરાતના ઔદ્યોગિક ક્લસ્ટરોમાં દેખાઈ રહ્યું છે.  અહીંના ઉત્પાદકોને ઘટતી માંગને કારણે ફટકો પડી રહ્યો છે. જેમ જેમ ઓર્ડર ઘટતા જાય છે તેમ તેમ ઓપ રેટિંગ માર્જિન પણ ઘટતું જાય છે.

Advertisement

ડોલર નબળો પડ્યો એટલે રૂપિયો ઉછળ્યો

ડૉલર સામે રૂપિયો ફરી 9 પૈસા ઘટીને 79.03 પર પહોંચ્યો- જાણો સમગ્ર અહેવાલ - રામબાણ ન્યુઝ

તાજેતરમાં અમેરિકામાં મંદીનો માહોલ છવાયેલો છે. અર્થતંત્ર ઉપર તેની અસર પડી રહી છે. જેને પરિણામે ડોલર નબળો પડ્યો હતો. એટલે જ ત્રણ દિવસ પૂર્વે રૂપિયામાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ રૂપિયો તૂટી રહ્યો હતો. ત્યારે રૂપિયો નબળો પડવાથી નહોતો તળિયે જતો. પણ ડોલર મજબૂત થવાના કારણે રૂપિયા ઉપરાંત વિશ્વની અનેક કરન્સીનું અવમૂલ્યન થઈ રહ્યું હતું.

ટેક્સટાઇલ્સ માર્કેટ માત્ર લગ્નની સીઝનના કારણે શ્વાસ લઈ રહ્યું છે

ખરાબ વૈશ્વિક માહોલ વચ્ચે નિકાસના ઓર્ડર ઘટી રહ્યા છે. જો કે ભારતીય અર્થતંત્ર હજુ મજબૂત સ્થિતિમાં છે. લગ્નસરાની સીઝનમાં સ્થાનિક બજારમાં તેજી પણ જણાય છે. જેથી ટેક્સટાઇલ્સ ઉદ્યોગો સ્થાનિક બજાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ટેક્સટાઇલ્સ માર્કેટ માત્ર લગ્નની સીઝનમાં સ્થાનિક માંગને કારણે હાલ શ્વાસ લઈ રહ્યું છે.

કોટન સ્પિનર્સને પણ નિકાસમાં ફટકો

Coton

કપાસના ઊંચા સ્થાનિક ભાવો, ઘટતી જતી નિકાસ અને એકંદરે ક્ષમતા કરતા ઓછું ઉત્પાદન આ તમામ કારણોસર કોટન યાર્ન ઉત્પાદકોની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ ઉદ્યોગનું છેલ્લા નાણાકીય વર્ષમાં 20% થી 23%નું ઊંચું માર્જિન હતું. જે અત્યારે ઘટીને 12% થી 14% થયું છે. ખાસ તો નિકાસના ઓર્ડરમાં ઘટાડો આ માટે મુખ્ય જવાબદાર હોવાનું ઉદ્યોગો જણાવી રહ્યા છે.

મોરબીની 40 ટકા નિકાસ યુએસ અને યુરોપમાં, નિકાસના ઓર્ડરમાં 30 ટકાનો ઘટાડો

મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વમાં બીજા ક્રમેં છે. અહીં અંદાજે 1000 જેટલા સિરામિક યુનિટ કાર્યરત છે. મોરબી સિરામિક્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, મોરબીમાંથી 40% સિરામિક્સની નિકાસ યુરોપ અને ઉત્તર અમેરિકામાં થાય છે. એકમો પહેલેથી જ ગેસના ઊંચા ભાવ અને ફુગાવાથી ત્રસ્ત છે. તેવામાં ગ્રાહકોને જાળવી રાખવા માટે, અમે અમે કિંમતોમાં બાંધછોડ કરી રહ્યા છીએ. જેના કારણે આવક ઉપર પણ અસર પડી રહી છે. બીજી તરફ નિકાસના ઓર્ડરમાં અંદાજે 30 ટકા જેવો ભાવ ધટાડો નોંધાયો છે. જેની ખરાબ અસર આ ઉદ્યોગ ઉપર પડી રહી છે.

અનેક ટેક્સટાઇલ્સ એકમો તો દિવાળીના વેકેશન બાદ શરૂ જ નથી થયા

ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગોની તો બીજા ક્વાર્ટરથી જ નિકાસ નબળી પડી ગઈ છે.  કારણ કે યુરોપમાંથી માંગ ઘટી છે. જેને કારણે ઇન્વેન્ટરીઝનો ઢગલો રહે છે. ઓર્ડરમાં ઘટાડા અને ફુગાવાના કારણે ગુજરાતના અમદાવાદ અને જેતપુર ક્લસ્ટરોમાં દિવાળીના વિરામ પછી ઘણા ટેક્સટાઇલ પ્રોસેસર્સે ફેક્ટરી કામગીરી ફરી શરૂ કરી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.