Abtak Media Google News

પામ ઓઈલ બાદ હવે મલેશિયાથી આયાત

થતાં માઈક્રોપ્રોસેસર્સ ચિપ્સ પર પ્રતિબંધ

મુકવા મોદી સરકારની વિચારણા

દેશને આઝાદીકાળથી આતંકવાદ સહિતના અનેક મુદ્દે નડતી બંધારણની કલમ 370ને કેન્દ્રની મોદી સરકારે તાજેતરમાં કુનેહપૂર્વક હટાવીને જમ્મુ-કાશ્મીર રાજ્યને ભારતનો અભિન્ન અંગ બનાવી દીધું હતું. મોદી સરકારના આ પગલા સામે પાકિસ્તાને વિશ્ર્વભરમાં કાગારોળ મચાવી હતી. પરંતુ ચીન અને મલેશિયા સિવાય તમામ દેશોએ આ મામલાને ભારતની આંતરિક બાબત ગણાવી હતી. પરંતુ, મુસ્લિમ રાષ્ટ્રોની લાગણી જીતવા મલેશિયાના વડાપ્રધાન મહાથિર મોહમ્મદે મોદી સરકારના આ પગલાની ટીકા કરી હતી. માત્ર એટલું જ નહીં મોહમ્મદે તાજેતરમાં નાગરિકતા સુધારા કાયદા મુદ્દે પણ ભારત સરકારની ટીકા કરી હતી. જેથી દાયકાઓની ભારત સાથે અબજો રૂપિયાનો વેપાર કરીને પગભર થયેલા મલેશિયાને સબક શિખવવા મોદી સરકારે કમરકસી છે.

Rajmoti 8 X 5

મલેશિયાના વડા પ્રધાન મહાથિર મોહમ્મદ પહેલા કાશ્મીર પર અને હવે નાગરિકતા સુધારો અધિનિયમ પર ભારત પર સતત હુમલો કર્યો છે. જેથી ભારતે અગાઉ પાઠ ભણાવવા માટે મલેશિયાથી પામ ઓઇલની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ હવે મોદી સરકાર પ્રતિબંધનો સમયગાળો વધારવાનો નિર્ણય લીધો છે.  ઉપરાંત કેન્દ્ર સરકાર મલેશિયાથી આયાત કરાયેલા માઇક્રો-પ્રોસેસરો પર પણ પ્રતિબંધ લગાવી શકે છે. ભારતનું માનવું છે કે, કાશ્મીર અને નાગરિકતા સુધારો અધિનિયમ બંને આંતરિક મુદ્દાઓ છે અને મલેશિયાના વડા પ્રધાનને તેમના પર બોલવાનો કોઈ અધિકાર નથી. જો કે, મહાથીર મોહમ્મદે પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભારતના આંતરિક મુદ્દાઓ પર પોતાના મંતવ્યો વ્યક્ત કરવાનું ચાલુ રાખશે. જેથી મોહમ્મદના આ બફાટથી મલેશિયાને સબક શીખવવા હવે મલેશિયાથી આયાત કરવામાં આવતી માઇક્રોપ્રોસેસર્સ ચિપ પર પ્રતિબંધ મૂકવાનો વિચાર કરી રહ્યો છે. આ ચિપ્સનો ઉપયોગ ભારતમાં ટેલિકોમ ડિવાઇસેસ બનાવવા માટે થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે કસ્ટમ અધિકારીઓને મલેશિયાથી આવતા માઇક્રોપ્રોસેસરોના ગુણવત્તા નિયંત્રણ પર નજર રાખવા જણાવ્યું છે. આ કદાચ પહેલો કિસ્સો છે જ્યારે ભારતે દેશના રાજકીય મંતવ્યો પર આ પ્રકારના કડક વેપાર પ્રતિબંધો લાદ્યા છે.બીજી તરફ, ગઈકાલે મોહમ્મદ મહાતિરે કહ્યું હતું કે તેઓ ભારત દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને લઈને ચિંતિત છે, પરંતુ તેઓ ભારતની ‘ખોટી બાબતો’ સામે બોલતા રહેશે. તેમણે કહ્યું, અમે ભારત દ્વારા પામ ઓઇલ પરના પ્રતિબંધ અંગે ચિંતા કરીએ છીએ, કેમ કે ભારત તેનું મોટા ગ્રાહક છે. જો કે તેમને વધુમાં કહ્યું હતું ભારતમાં જો કંઈક ખોટું થઈ રહ્યું છે, તો મારે બોલવું પડશે. તેમણે કહ્યું, જો આપણે ખોટી બાબતો થવા દઈએ અને માત્ર પૈસા વિશે વિચારીએ તો આ કંઈક ખોટું થઈ જશે.

એક ન્યૂઝ એજન્સીને આપેલી મુલાકાતમાં 94-વર્ષીય મોહમ્મદે પામતેલ પર ભારતે લગાવેલા પ્રતિબંધમાંથી કોઈ માર્ગ શોધવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. ભારતે મલેશિયાથી આવતા પામતેલને મફત આયાત કેટેગરીમાં મૂકી દીધું હતું, પરંતુ મહાથિરના નિવેદનો પછી ભારતે તેને પ્રતિબંધિત કેટેગરીમાં મૂકી દીધું, જેના કારણે મલેશિયામાં બજારની ખરાબ સ્થિતિ સર્જાઇ છે. નાગરિકત્વ કાયદો અને કાશ્મીર અંગે મહાથિરના નિવેદનો ઉપરાંત, જાકીર નાઈકના પ્રત્યાર્પણ અંગે મલેશિયાના વલણથી પણ ભારત સરકાર નારાજ છે. મલેશિયા સાથે ભારતનો લગભગ 17 અબજ ડોલરનો વ્યાપારિક સંબંધ છે. આમાં 6.4 અબજ ડોલરની નિકાસ અને 10.8 અબજ ડોલરની આયાત શામેલ છે.

Admin 1

  • નાગરિકતા સુધારા કાયદાને ‘સુપ્રીમ’માં પડકારતી કેરળ સરકાર

કેન્દ્રમાં બીજી વખત સત્તામાં આવેલી મોદી સરકાર નિર્ભિકપણે અનેક નવા નિર્ણયો લઈ રહી છે. જેથી પોતાની દાયકાઓ જુની વોટબેન્ક તુટી જવાના ભયથી વિપક્ષોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. તાજેતરમાં મોદી સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કરીને પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ધાર્મિક દમનથી પીડાઈને ભારતમાં શરણ લઈ રહેલા બિન મુસ્લિમ એવા હિન્દુ સહિત છ ધર્મોના શરણાર્થીઓને નાગરિકત્વ આપવાનો કાયદો બનાવ્યો છે. આ કાયદામાં મુસ્લિમ શરણાર્થીઓનો સમાવેશ ન થતાં તે સામે અનેક મુસ્લિમ સંગઠનોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. જેથી કોંગ્રેસ સહિતના વિપક્ષોએ પોતાની મુસ્લિમ વોટબેન્કને જાળવી રાખવા આ કાદયનો વિરોધ કરવાનું ચાલુ રાખ્યું છે. વિપક્ષ શાસિત અનેક રાજ્યોએ આ કાયદાનો પોતાના રાજ્યમાં અમલ કરવાનો ઈન્કાર કર્યો છે. જ્યારે કેરળમાં શાસન કરી રહેલી ડાબેરી પક્ષની સરકારે આ કાયદા સામે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. કેરળના મુખ્યપ્રધાન પિનરાય વિજયન ગઈકાલે આ અંગે જણાવ્યું હતું કે, રાજ્યએ સુધારેલા નાગરિકત્વ અધિનિયમ (સીએએ)ની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. કારણ કે તે બંધારણીય પવિત્રતાની વિરુદ્ધ છે. બંધારણના કાર્યક્ષેત્રમાં આ હસ્તક્ષેપ થવો જોઈએ એવો દાવો કરતા વિજ્યને કહ્યું કે તેમની સરકાર બંધારણ અને નાગરિકોના મૂળભૂત અધિકારને સુરક્ષિત કરવામાં મોખરે હશે. મુખ્યમંત્રીએ પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે કે, રાજ્ય સરકારે સુધારેલા નાગરિકતા અધિનિયમ, 2019ની વિરુદ્ધ અરજી દાખલ કરી છે, જે બંધારણની શુદ્ધતાની વિરુદ્ધ છે. તમામ ધર્મના નાગરિકો સલામતી માટે અમે દખલ કરી છે. સીપીઆઈ (એમ)ની આગેવાનીવાળી કેરળ સરકાર આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારતી પહેલી રાજ્ય સરકાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.