Abtak Media Google News

પાડલીયા પોતાને મત નહિ આપી શકે, વસોયાએ ધોરાજીમાં મતદાન કર્યું

ધોરાજી-ઉપલેટા વિધાનસભા બેઠક પર  272 બુથ ઉપર સવારે  પોલીસના ચૂસ્ત બંદોબસ્ત  વચ્ચે  મતદાનનો પ્રારંભ થયો હતો.75 વિધાનસભામાં  268636 મતદારો ધરાવતી   સીટમાં કુલ  138708 પુરૂષો તેમજ  129766 મહિલાઓ મતાધિકાર ધરાવે છે. ઉપલેટા શહેર-તાલુકામાં  કુલ 167 બુથ તેમજ ધોરાજી શહેર તાલુકાના 105 બુથ મળી કુલ  272 બુથ ઉપર  આજે સવારથી જ  પોલીસના  ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાનનોપ્રારંભ થયો હતો.

Screenshot 3 2

કોંગ્રેસના ઉમેદવાર ધોરાજી આદર્શ શાળામાં  બુથ નં. 171 જઈ વિજયના વિશ્ર્વાસ સાથે મતદાન કર્યું હતુ તેમજ  ઉપલેટાના  માજી ધારાસભ્ય છગનભાઈ સોજીત્રાએ મતદાન કર્યું હતુ. જયારે ભાજપના ઉમેદવાર   મહેન્દ્રભાઈ પાડલીયા પોતાનો મત પોતાને ન આપી શકયા હતા. વિધાનસભા ભાજપની બેઠકના ઈનચાર્જ પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયાએ શહેરની  ટાવરવાળી શાળા ખાતે  મતદાન કરી રાજયમાં ભાજપની સરકાર અને સ્થાનીક લેવલે મહેન્દ્રભાઈ પાડલીયાનો વિજય નિશ્ર્ચિત ગણાવ્યો હતો. આજના લોકશાહી પર્વમાં સાધુ સંતો પણ સહભાગી બન્યા હતા તેમાં ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે ગુરૂકુળના મહંતો નારાયણ સ્વરૂપદાસજી સ્વામી ધર્મસ્વરૂપ દાસજી સ્વામી તેમજ પાશદ ગીરીશ ભગતે મતદાન કરી લોકોને  મતદાન કરવા અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.