Abtak Media Google News

આગામી બજેટમાં સરકાર પગારદાર કરદાતાઓ અને પેન્શનર્સને મળતી સ્ટાન્ડર્ડ આઇટી ડિડક્શન લિમિટ વધારવા વિચારી રહી છે. એક અંદાજ પ્રમાણે સ્ટાન્ડર્ડ આઇટી ડિડક્શન લિમિટ 30થી 35 ટકા સુધી વધી શકે છે.

જોકે, આઇટીના ટેક્સ સ્લેબમાં ફેરફાર થવાની શક્યતા નહીંવત છે. હાલમાં આ કેટેગરીમાં આવતા કરદાતાઓને 50,000 રૂપિયા સુધી સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળે છે. ઉદ્યોગોએ આ મર્યાદા વધારવાની માંગણી કરી છે.

નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પર્સનલ ટેક્સેશન અંગે ઘણા સૂચન કરાયા છે. આ વખતે એક કોમન માંગણી સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ વધારવાની હતી. કોવિડના કારણે મેડિકલ ખર્ચ ઘણો વધી ગયો હોવાથી આ ડિડક્શન લિમિટ વધવી જોઈએ તેવી માંગણી હતી. તેમાં 30 થી 35 ટકા સુધી વધારો કરવાની દરખાસ્ત છે.

આ દરખાસ્તને હજુ અંતિમ મંજૂરી મળવાની બાકી છે. તેનો આધાર હાલમાં કેટલી ટેક્સ વસુલાત થાય છે તેના પર રહેલો છો. નવી ટેક્સ પદ્ધતિ સ્વીકારનાર કરદાતાઓને કોઈ સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ નથી મળતો.

 

અગાઉ 2018 અને 2019માં ડિડક્શન વધાર્યું હતું

2018માં તે સમયના નાણા મંત્રી અરુણ જેટલીએ રૂ. 40,000નું ડિડક્શન આપ્યું હતું. ત્યાર બાદ 2019માં પિયુષ ગોયલે તેને વધારીને રૂ. 50,000 કર્યું હતું. કોવિડ-19 દરમિયાન પગારદાર વર્ગનો મેડિકલ ખર્ચ વધી ગયો છે. આ ઉપરાંત વીજળી અને કોમ્યુનિકેશનના ખર્ચમાં પણ વધારો થયો હોવાથી કેટલીક રાહત માંગવામાં આવી હતી.

 

સ્ટાન્ડર્ડ ડિડક્શનને રિવાઈઝ કરીને ફુગાવા સાથે સાંકળવું જોઈએ: નિષ્ણાંતો

પ્રોફેશનલ સર્વિસ કંપની એન એ શાહ એસોસિયેટ્સના પાર્ટનર અશોક શાહે કહ્યું કે હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા સ્ટાન્ડર્ડ ડિડક્શન ઘણું ઓછું કહેવાય. તે ઓછામાં ઓછા રૂ. 75,000 હોવું જોઈએ. આ ઉપરાંત તેને રિવાઈઝ કરીને ફુગાવા સાથે સાંકળવું જોઈએ.તેમણે કહ્યું કે સરકાર કેપિટલ ગેઇનની ગણતરી

કરતી વખતે ફુગાવાના દરને ગણતરીમાં લઈ રહી છે.એકાઉન્ટિંગ કંપની ડેલોઈટના પાર્ટનર સુધારક સેતુરામને જણાવ્યું કે, સરકારે દર વર્ષે સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટમાં વધારો કરવો જોઈએ. મારી પાસે તૈયાર આંકડા નથી, પરંતુ ફુગાવાને અને બીજા ખર્ચને ધ્યાનમાં રાખીને તેમાં ઓછામાં ઓછા 20થી 25 ટકાનો વધારો કરવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.