Abtak Media Google News

ફેક ન્યૂઝ પર લગામ લગાવવા આઇટી રૂલ્સ, 2021માં સુધારો કરાયો!!

આઇટી રુલ્સ, 2021માં સુધારો કરીને પીઆઇબી વિશાળ સતા આપવામાં આવી છે. જે સત્તાનો ઉપયોગ કરી પીઆઈબી કોઈ પણ માધ્યમ સામે કાર્યવાહી કરી શકશે. ભ્રામક અને ખોટા સમાચાર ફેલાવતા માધ્યમો પર કાતર ફેરવી શકશે. સમાચાર માધ્યમ દ્વારા જે સમાચારો આપવામાં આવે છે ત્યારે તેની ખરાઈ કરવાની સત્તા પણ પીઆઈબીને આપી દેવામાં આવી છે. જો પીઆઈબીને સમાચાર ખોટા અથવા ભ્રામક જણાય તો તાત્કાલિક સમાચાર દૂર કરવાથી માંડી ફોજદારી ફરિયાદ દાખલ કરવા સુધીની સત્તા આપવામાં આવી છે.

Pib

સામે પત્રકારોની સર્વોચ્ચ સંસ્થા એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા દ્વારા આ સુધારાને સમાચાર માધ્યમોની સ્વતંત્રતા છીનવી લેવા સમાન ગણવામાં આવ્યું છે. ગિલ્ડએ જણાવ્યું છે કે, આ સમાચાર માધ્યમોને સેન્સરશિપ તરફ ધકેલવા સમાન છે.

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ડિજિટલ મીડિયા માર્ગદર્શિકામાં મંગળવારે સુધારો કરવામાં આવ્યો છે. સંપાદકોની સર્વોચ્ચ સંસ્થા એડિટર ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ આ સુધારા પર ચિંતા વ્યક્ત કરી છે. એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે આ સુધારાથી પ્રેસની સ્વતંત્રતા પર અસર થશે.

સંપાદકોની સર્વોચ્ચ સંસ્થા ’ધ એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા’(ઇજીઆઈ)એ સરકાર દ્વારા પ્રસ્તાવિત સુધારા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઇજીઆઈએ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નવી ડિજિટલ મીડિયા માર્ગદર્શિકા અંગે ચિંતા વ્યક્ત કરતું નિવેદન બહાર પાડ્યું છે. આ સુધારો સુનિશ્ચિત કરશે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સહિત તમામ મીડિયા મધ્યસ્થીઓ માહિતી બ્યુરોના ફેક્ટ ચેક યુનિટ દ્વારા “નકલી” તરીકે ઓળખાતી કોઈપણ સામગ્રીને મંજૂરી આપતા નથી. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે મંગળવારે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો, 2021માં પ્રસ્તાવિત સુધારો રજૂ કર્યો હતો. મીડિયા એસોસિએશન દ્વારા બુધવારે એટલે કે 18 જાન્યુઆરી 2023ના રોજ ટ્વિટ કરવામાં આવ્યું છે. આમાં એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ લખ્યું છે કે, સૂચના પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા આઇટી નિયમો 2021માં સુધારાથી ખૂબ જ ચિંતિત છે. તે પીઆઈબીને સમાચાર અહેવાલોની સત્યતા સુનિશ્ચિત કરવા અને ઓનલાઈન પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા

 

સમાચારોની સત્યતા સુનિશ્ર્ચિત કરવા પીઆઈબીને સશક્ત બનાવાયું!!

Fake

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય દ્વારા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રેગ્યુલેશન રૂલ્સ, 2021માં કરવામાં આવેલા સુધારાને લઈને એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયા ચિંતિત છે.  સુધારાઓ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોને સમાચાર અહેવાલોની સત્યતા નક્કી કરવા માટે સશક્ત બનાવે છે. આવી સ્થિતિમાં આવી કોઈપણ સામગ્રી કે જેને નકલી કહેવામાં આવે છે તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સહિત ઓનલાઈન પ્લેટફોર્મ પરથી હટાવવી પડશે.

 

ફેક ન્યૂઝનો નિર્ણય સરકાર એકલા હાથે ન લઈ શકે: એડિટર્સ ગિલ્ડ

Egi

એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાના મતે ફેક ન્યૂઝનો નિર્ણય એકલા સરકારના હાથમાં હોઈ શકે નહીં. આ પ્રેસની સેન્સરશીપમાં પરિણમશે. ઇજીઆઈએ જણાવ્યું છે કે, તથ્યપૂર્ણ રીતે ખોટી હોવાનું જણાયું હોય તેવી સામગ્રી સાથે વ્યવહાર કરવા માટે પહેલાથી જ ઘણા કાયદાઓ છે. આ નવી પ્રક્રિયાથી પ્રેસની સ્વતંત્રતા ખતમ થઈ જશે.  આઈટી મંત્રાલયે મંગળવારે આ ફેરફારો ઉમેર્યા છે. આ સુધારો 17 જાન્યુઆરી 2023 ના રોજ મંત્રાલયની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.