Abtak Media Google News

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અત્યારે ખાડે ગઈ છે. માત્ર અમુક પરિબળો જ તેને નાદાર જાહેર થતા રોકી રહી છે. હાલ પાકિસ્તાનના ફુગાવો ચરમસીમાએ પહોંચ્યો હોવાથી ત્યાંના લોકો પોતાની ભૂખ ભાંગવા પણ વલખા મારી રહ્યા છે.

પાકિસ્તાન સરકાર એક ડોલર માટે વલખા મારી રહી છે.  આ પાડોશી દેશે હવે ન્યૂયોર્કમાં પોતાની ખ્યાતનામ રુઝવેલ્ટ હોટલ 3 વર્ષ માટે ભાડે આપી દીધી છે. પાકિસ્તાનને તેના કારણે 220 મિલિયન ડોલર જેવી રકમ મળશે.પાકિસ્તાનના ઉડ્ડયન મંત્રી ખ્વાજા સાદનુ કહેવુ છેકે, ન્યૂયોર્કના તંત્રને 3 વર્ષ માટે હોટલ લીઝ પર આપવામાં આવી છે.પાકિસ્તાન પાસે વિદેશમાં બે હોટલો છે.આ પૈકીની એક ન્યૂયોર્ક અને એક પેરિસમાં છે.આ બંને હોટલો શાનદાર લોકેશન પર સ્થિત છે અને તેમાં તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ છે.

ન્યૂયોર્કની જે રુઝવેલ્ટ હોટલને પાકિસ્તાને લીઝ પર આપેલી છે તેનો ઈતિહાસ 100 વર્ષ જૂનો છે.તેની ગણતરી ન્યૂયોર્કની મોટી અને ખ્યાતનામ હોટલોમાં થાય છે.પાકિસ્તાનને જોકે દેશ ચલાવવા માટે હોટલની કુરબાની આપવાની ફરજ પડી છે.એમ પણ હોટલ કોરોના સંકટ વખતે નુકસાનના ખાડામાં ઉતરી ગઈ હતી.

એવુ પણ કહેવાતુ હતુ કે પાકિસ્તાને હોટલ વેચી દેવાનો નિર્ણય કર્યો છે.જોકે હવે પાકિસ્તાને સ્પષ્ટતા કરી છે કે, આ હોટલ લીઝ પર આપી છે. હોટલના કુલ 19 માળ છે અને તે 43000 સ્કેવરફુટ વિસ્તારમાં ફેલાયેલી છે.હવે ત્રણ વર્ષ માટે પાકિસ્તાન પાસેથી આ હોટલ જતી રહી છે.પાકિસ્તાનની આર્થિક સ્થિતિ જોતા ભવિષ્યમાં પણ તે આ હોટલ ચલાવશે કે કેમ એ વાતની શંકા છે.

પાકિસ્તાનની સરકારના ઘણા પ્રયાસો છતાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાશે કે કેમ તે અંગે શંકા પ્રવર્તી રહી છે પાકિસ્તાનની બાબતોના વિશ્લેષકો દેશની આ સ્થિતિને વર્ષ 1971ના આર્થિક સંકટ કરતાં પણ વિકટ ગણાવી રહ્યા છે.દેશમાં ખાણીપીણીના સામાનને લઈને પણ લોકો ઝઘડી રહ્યા હોવાના સમાચારો આવી રહ્યા હતા હાલ એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું આ વખત હંમેશાં પાકિસ્તાનના ‘તારણહાર’ બનતા ચીન અને સાઉદી અરેબિયા પણ તેને સંકટથી નહીં બચાવી શકે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.