વરસાદના વિઘ્ન વચ્ચે ત્રીજી વન-ડેમાં પણ વિન્ડિઝની હાર

ત્રણ મેચમાં અડધી સદી ફટકારવા માટે શુભમન ગિલને પ્લેયર ઓફ ધ સિરીઝ

ત્રણ વન-ડે મેચની સીરિઝમાં ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝને વ્હાઈટ વોશ કર્યું છે. બુધવારે રમાયેલી મેચમાં 119 રનથી વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો વિજય થયો હતો. વરસાદથી પ્રભાવિત આ મેચમાં રિઝલ્ટ ડકવર્થ લુઈસ નિયમથી જાહેર કરવામાં આવ્યું હતું. ભારતીય કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતની ઈનિંગ દરમિયાન બે વખત વરસાદ આવ્યો હતો. 36 ઓવરમાં ભારતે 3 વિકેટ પર 225 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝની સામે ડકવર્થ લુઈસના નિયમ અંતર્ગત 35 ઓવરમાં 257 રનનો લક્ષ્ય આપવામાં આવ્યો હતો. યજમાન ટીમ 26 ઓવરમાં 137 રન બનાવીને આઉટ થઈ હતી.

ભારતને શિખર ધવન અને શુભમન ગિલે સારી શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પહેલા વિકેટ માટે 113 રનની ભાગદારી થઈ હતી. કેપ્ટન ધવન 74 બોલ પર 58 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ તરત જ વરસાદ આવ્યો હતો. મેચ જ્યારે ફરીથી શરૂ થઈ તો 40-40 ઓવરની કરી દેવામાં આવી હતી. શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે (44) ઝડપથી રન બનાવ્યા હતા. 86 રનોની ભાગીદારી બાદ અય્યર 199ના સ્કોર પર આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ (8) એકવાર ફરીથી નિષ્ફળ રહ્યો હતો. શુભમન ગિલ 98 રન બનાવીને રમી રહ્યો હતો અને ત્યારે પહેલી સદી ફટકારવાનો હતો ત્યાં ફરીથી વરસાદ આવ્યો હતો. આ સમયે ભારતનો સ્કોર 36 ઓવરમાં 3 વિકેટ પર 225 રન હતો. વરસાદના કારણે ભારત બેટિંગ કરી શક્યું નહોતું.

વરસાદ અટક્યા બાદ વેસ્ટ ઈન્ડિઝને ડકવર્થ લુઈસ નિયમથી 35 ઓવરમાં 257 રન બનવાના હતા. 98 બોલ પર 7 ચોગ્ગા અને 6 છિક્સરની મદદથી 98 રન બનાવીને શુભમન ગિલ અણનમ રહ્યો હતો. સેમસને છ રન બનાવ્યા હતા.મહોમ્મદ સિરાજે બીજા જ ઓવરમાં કાઈલ મેયર્સ (0) અને શામરાહ બ્રૂક્સને (0) આઉટ કરીને વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખરાબ કરી દીધી હતી. કેપ્ટન પૂરન અને બ્રેડન કિંગે 42-42 રન બનાવ્યા પરંતુ અન્ય કોઈ બેટ્સમેને તેમનો સાથ આપ્યો નહોતો. 26 ઓવરમાં વેન્ટ ઈન્ડિઝની ટીમ 137 બનાવીને સમેટાઈ ગઈ હતી. ભારત માચે લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે 4 વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુર અને મહોમ્મદ સિરાજને 2-2 વિકેટ મળી હતી. ત્રણ મેચમાં અડધી સદી ફટકારવા માટે શુભમન ગિલને પ્લેયર ઓફ ધ સીરિઝ પસંદ કરવામાં આવ્યો હતો.