Abtak Media Google News

વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ દાવ ૧૮૧ રનમાં સમેટાતા ભારતને ૪૬૮ રનની લીડ: અશ્વીને ૪ વિકેટો ખેડવી

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં ત્રીજા દિવસે આજે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ૧૮૧ રનમાં ઓલઆઉટ થઈ જતા ભારતે વિન્ડીઝને ફોલોન કરી ફરીથી દાવમાં ઉતારવાની ફરજ પાડી હતી. પ્રથમ દાવમાં ભારતને ૪૬૮ રનની તોતીંગ લીડ મળી હોય રાજકોટ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીત લગભગ નિશ્ચીત થઈ જવા પામી છે.

ભારતે પોતાના પ્રથમ દાવમાં ૬૪૯/૯ ડિકલેર કર્યો હતો જેના જવાબમાં વિન્ડીઝે બીજા દિવસની રમતના અંતે ૯૬ રનમાં ૬ વિકેટો ગુમાવી દીધી છે. આજે ૮૫ રનનો ઉમેરો કરી વિન્ડીઝની ટીમ રન આઉટ થઈ ગઈ છે. સુકાની વિરાટ કોહલીએ બોલરો પર ભરોસો રાખી વિન્ડીઝને ફોલોઓન કરી ફરીથી દાવમાં ઉતારવાની ફરજ પાડી હતી. પ્રથમ દાવના આધારે ભારતને ૪૬૮ રનની તોતીંગ લીડ મળી છે. આર. અશ્ચીને ચાર વિકેટો ખેડવી હતી જયારે મોહમંદ સામીએ ૨ વિકેટો લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.