Abtak Media Google News

ઓસ્ટ્રેલીયન ક્રિકેટર સ્ટીવ વોના મતે ઈંગ્લેન્ડ વિશ્વકપનો ફાઈનલ મેચ જીતીને ઈતિહાસ રચશે

એક તબકકે ઈંગ્લેન્ડ ૨૦૧૯ના વર્લ્ડકપના લીગ રાઉન્ડમાંથી જ બહાર થઈ જવાની અણી પર હતું. પરંતુ જ્યારે લોર્ડસ ખાતે ઓસ્ટ્રેલીયા સામે હારનો સામનો કરવો પડયો હતો તે પછી ઈંગ્લેન્ડે ત્રણેય મેચ મેચ જીતવી પડે તેમ હતી તે પછી ઈંગ્લેન્ડનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું હતું. સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલીયાના ૨૨૪ રનના ટાર્ગેટને ચેસ કરતા ઈંગ્લેન્ડને જોઈને એમ લાગતું હતું કે આ તો તેમના માટે એકદમ આસાન કામ હતું. આવતીકાલે ક્રિકેટ વર્લ્ડકપ-૨૦૧૯ની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર છે. વિશ્વકપની ફાઈનલ જીતી તાજ મેળવવા ઈંગ્લેન્ડ સજ્જ હોય તેવું લાગી રહ્યું છે.

સ્ટીવ વોના જણાવ્યા મુજબ રવિવારના રોજ યોજાયેલ વિશ્વકપના ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવવા માટે ઈંગ્લેન્ડ ટીમ મહાન ટીમોમાંથી  બની શકે છે. ઈયોન મોર્ગનના નેજા હેઠળ ઈંગ્લેન્ડની ટીમ રવિવારે ફાઈનલ મેચ રમવા ઉતરશે. ગુરૂવારે બર્મીંગહામમાં ૨૭ વર્ષમાં પ્રમ વખત ઓસ્ટ્રેલીયાને હરાવીને ઈંગ્લેન્ડ વર્લ્ડકપ ૨૦૧૯ની ફાઈનલમાં પહોંચ્યું છે અને જીતવા માટે પણ ફેવરીટ છે.

ઓસ્ટ્રેલીયાના ભૂતપૂર્વ કેપ્ટન વોએ જેશન રોય અને જોફરા આર્ચરને તેમની ૧૧ સંભવિત ટીમમાં પસંદ કર્યા છે તેઓ ડર વીના રમે છે અને તેઓના બાજુમાં કોઈપણ નબળાઈ ની તેમજ તેઓ ખૂબજ સારી ફિલ્ડીંગ અને નીચે બેટીંગ કરે છે તો પણ સુંદર રીતે રમે છે. જેશન રોયરની વાત કરીએ તો જેશન રોય ટૂર્નામેન્ટનો ફોર્મ પ્લેયર છે અને આર્ચર ઈંગ્લેન્ડ માટે એકસ ફેકટર છે.

ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડે અત્યાર સુધીમાં ક્યારેય વર્લ્ડકપ જીત્યો નથી. ક્રિકેટ વર્લ્ડકપ-૨૦૧૯માં એક નવી જ ટીમ વિશ્વ વિજેતા બનશે. આ ઉપરાંત ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન ઈયોન મોર્ગને જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલા વર્ષ ૨૦૧૫ના વર્લ્ડકપમાં પ્રારંભીક રાઉન્ડમાંથી જ બહાર નીકળી ગયા બાદ ઈંગ્લેન્ડની ટીમ ૨૦૧૯ની ફાઈનલમાં આવી શકશે તેવું સપને પણ વિચાર્યું ન હતું. ૨૭ વર્ષ બાદ ઈંગ્લેન્ડ ક્રિકેઠ વર્લ્ડકપની ફાઈનલમાં ટીમ તાજ મેળવવાના ઈરાદે ઉતરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.