Abtak Media Google News

સહયોગ ફાઉન્ડેશન દ્વારા ન્યારી સીમમાં ૧૦૦ વૃક્ષોના વાવેતરથી શુભ શરૂઆત

સહયોગ ફાઉન્ડેશન દ્વારા ન્યારાની સીમમાં વૃક્ષા વાવેતરનું આયોજન કરાયું હતુ જેમાં પડતર જમીનને લેવલ કરી વૃક્ષો વાવી, રક્ષણ માટે લોખંડના પિંજારાની સગવડતા સાથે વૃક્ષ વાવ્યા હતા. વૃક્ષ વાવેતર પહેલા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના મિત્રો અને ગામ લોકોને સહયોગ ફાઉન્ડેશનના પ્રમુખ વિરાભાઈ હુંબલ દ્વારા આવકાર આપવામાં આવેલ. પ્રસંગને અનુરૂપ ઉદબોધન વી.ડી.બાલા ગુલાબદાન બારોટ અને મુકેશભાઈ દોશીએ કરેલ, આભાર વિધિ ડો. ધીરજ ટીલાળા એ કરેલ અને સભાનું સંચાલન નિલેશભાઈ દેશાઈએ કર્યું હતુ. વૃક્ષ વાવેતરની શુભ શરૂઆત કુલ ૧૦૦ વૃક્ષો વાવી કરવામાં આવી હતી. દર વર્ષે ૧૦૦૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ સહયોગ ફાઉન્ડેશન તરફથી વ્યકત થયો છે. હાલ નવરંગ નેચર કલમ સાથે રહીને પડધરી અને વાંકાનેર તાલુકાના ગામડાઓમાં જઈ, દરેક ગામમાં ૫૦૦ રોપા વિનામૂલ્યે આપવાની પ્રવૃત્તિ શરૂ છે. કુલ ૨૦૦ ગામમાં દેશી કુળના વૃક્ષો આપવાના છે. વૃક્ષારોપણ કાર્યક્રમમાં સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના શિવલાલભાઈ આદ્રોજા, મુકેશભાઈ દોશી, ડો. મયંકભાઈ ઠકકર, ધર્મેશભાઈ જીવાણી, પ્રતાપભાઈ પટેલ, ડો. નિદીતભાઈ બારોટ, કિરીટભાઈ આદ્રોજા, કાથડભાઈ ડાંગર, રમેશભાઈ સરપંચ. ચંદુભાઈ હુંબલ, વિરાભાઈ હુંબલ, નિલેશભાઈ દેસાઈ, રાજુભાઈ મિયાત્રા જીતેશભાઈ પટેલ અને ડો. ધીરજભાઈ ટીલાળા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Img 20200703 Wa0007

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.