Abtak Media Google News

લોકોને પૂરતી અને સમયસર સેવા આપવા માટે બેંકો કટિબદ્ધ બની

હાલ ભારતના દરેક ક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ રહી છે ત્યારે બેંકિંગ ક્ષેત્રમાં પણ ક્રાંતિ સર્જાતા અનેક આ પ્રકારે છે પ્રશ્નો ઉદભવી થતા હતા તેનું નિરાકરણ આવી રહ્યું છે એટલું જ નહીં બેંકોમાં સેવા લેનાર લોકોને પણ પૂરતી અને સમયસર સેવા મળી રહે તે માટે બેંકો કટિબદ્ધ પણ બની છે. એટલુંજ નહીં ટેકનોલોજી અપગ્રેડેશન ની સાથે બેંકોમાં નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓ પણ જોવા મળી રહ્યા છે જેનો સીધો લાભ બેંકના ગ્રાહકોને થઈ રહ્યો છે.

બીજી તરફ ટેકનોલોજી અપગ્રેડેશન થતાની સાથે લોકો પણ બેંકના ધક્કા ખાવા ન પડે તે માટે મોબાઇલ બેન્કિંગ અને ઇન્ટરનેટ બેન્કિંગ નો યોગ્ય રીતે ઉપયોગ કરી રહ્યા છે અને આવનારા સમયમાં સંપૂર્ણ બેન્કિંગ સેવા ઓનલાઇન થઇ જાય તે માટે સતત પ્રયત્ન પણ કરવામાં આવે છે.

બીજી તરફ ટેકનોલોજી ક્રાંતિ સર્જાવાની સાથે જ વધુ ને વધુ વ્યવહારો ઓન લાઈન મારફતે થઈ રહ્યા છે જે અર્થ વ્યવસ્થાને બેઠી કરવામાં ખૂબ ઉપયોગી ભાગ ભજવી રહ્યો છે સાથે ગ્રાહકો પણ વધુને વધુ ઓનલાઇન બેન્કિંગ તરફનો તેઓએ તેમનો ઝુકાવ વધાર્યો છે. ઓનલાઇન બેન્કિંગ આવતાની સાથે જ જે રીતે ગ્રાહકોને બેંકમાં જઇ સમય વિતાવો પડતો હતો તેના ઉપર પણ પૂર્ણવિરામ મૂકવામાં આવ્યો છે અને ખૂબ ઝડપી કામગીરી થતાં બેંક અને તેના ગ્રાહકો નો સમય પણ બચી રહ્યો છે ત્યારે વધુને વધુ ટેકનોલોજી તેવી હતા બેંક આધુનિકરણ તરફ અગ્રેસર થઈ રહી છે.

એવીજ રીતે પરંપરાગત બેન્કો પણ જો ટેકનોલોજીને અપનાવે તો તેમને પણ ઉદભવી થતાં પ્રશ્નો પર પૂર્ણવિરામ મૂકી શકાય હાલના તબક્કે પરંપરાગત બેંકો ટેકનોલોજી અપનાવવા માં ઘણા પાછળ છે ત્યારે આગામી સમય ટેકનોલોજીનો હોવાના કારણે હવે તેઓ એ પણ અપગ્રેડ થવું પડશે અને તેમના બેંક ખાતા ધારકોને પણ અપગ્રેડ કરવા પડશે.

સંરક્ષણ અને એરોસ્પેસ કંપનીના સ્ટોક ૪૮ ટકા પ્રીમિયમ સાથે ખુલ્યા.

શેર બજાર માં રોકાણ કરનારાઓની સંખ્યામાં અનેક અંશે વધારો થયો છે. એટલુંજ નહિ સામે અનેકવિધ કંપનીઓ પણ પોતાના સ્ટોકને બજારમાં મૂકી રહ્યું છે ત્યારે ચેન્નાઈની એક કંપની કે જે સંરક્ષણ અને એરોસ્પેસ માં પોતાનું વર્ચસ્વ ધરાવે છે તેને પોતાના શોખને બજારમાં ખુલ્લો મૂક્યો છે અને ખુલતાની સાથે જ ૪૮ ટકા પ્રીમિયમ સાથે તેમનો સ્ટોક ખૂલ્યો હતો.

એનએસઇમાં તેનો ઈશ્યુનો ભાવ 585 હતો જે 48 ટકા પ્રીમિયમ સાતગે 856એ ખુલ્યો હતો. પ્રીમિયમ સાથે ચોક ખોલતા જ ગ્રાહકોને ઘણો ફાયદો પણ પહોંચ્યો છે. હાલની સ્થિતિ મુજબ એ વાત થઈ રહી છે કે જે ટેકનોલોજી ક્ષેત્ર અને સંરક્ષણ ક્ષેત્રના જે આઇપીઓ અને સ્ટોક જોવા મળી રહ્યા છે તેના ભાવ આવનારા સમયમાં પણ ઊંચા જવાની પૂર્ણ શક્યતા છે.

જે બેંક ખાતામાં કે.વાય.સી અપડેટ નહીં થયા હોય તે બેંક ખાતા નવા વર્ષથી થઈ જશે ‘ગુમ’

હાલ દરેક બેન્ક તેમના બેંક ધારકોને કેવાયસી અપડેટ કરવા માટે માહિતગાર કરી રહ્યું છે ત્યારે આરબીઆઇએ જણાવ્યું છે કે જે બેંક ખાતાં 31 ડિસેમ્બર 2021 સુધીમાં અપડેટ નહીં થયા હોય તે તમામ ખાતા નવા વર્ષથી ગુમ થઈ જશે. ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નું માનવું છે કે કેવાયસી અપડેટ થાય તો એન્ટી મની લોન્ડરિંગ નિયમોને વધુ મજબૂત બનાવી શકાશે સાથોસાથ જે નાણાકીય ફ્રોડ થતા હોય છે તેના પર પણ રોક મુકવામાં આવશે.

ભારતમાં ઘણા ખરા ખાતાઓ માં કેવાયસી અપડેટ થયા નથી ત્યારે લોકોએ વહેલાસર તેમના ખાતા ને અપડેટ કરવા અનિવાર્ય છે. સોના ના સમયમાં પણ બેંક દ્વારા અપડેટ કરવા માટેનો બસનો સમય વધારવામાં આવ્યો હતો પરંતુ લોકોએ તેને સહેજ પણ ગંભીરતાથી લીધું ન હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.