Abtak Media Google News

હાલમાં સિંહોમાં કોઇપણ રોગ નથી : સી.સી.એફ. વસાવડા

સમગ્ર વિશ્વમાં ડાલામથ્થા એશિયાટિક સિંહો ની એક માત્ર જન્મ ભૂમિ ગીર અને આસપાસના વિસ્તારોમાં રહેલા સિહો ભારત જ નહીં પરંતુ સમગ્ર એશિયાનું ગૌરવ બની રહ્યા છે, દર વસ્તી ગણતરીમાં એશિયાટીક સિંહોની વસ્તી ઉત્તરોત્તર વધતી જાય છે, ગીર વન સરક્ષણ અને સિંહોના સંવર્ધનની કામગીરી સંતોષપૂર્વક રીતે આગળ વધી રહી છે, ત્યારે ક્યારેક-ક્યારેક સિહોના એક સામટા મૃત્યુથી પ્રકૃતિ પ્રેમીઓમાં જગતનું આ દુર્લભ પ્રાણી કોઈ ઓઝલ ખતરા તરફ તો જય રહ્યા નથી ને તે દહેશત ઊભી થાય તે સ્વાભાવિક છે. ત્યારે બીજી બાજુ તાજેતરમાં સિહો મૃત્યુનું પ્રમાણ વધી ગયું હોય તેવી પરિસ્થિતિમાં પણ ખરેખર ગીરના સિંહો સંપૂર્ણ સલામત હોવાનું વન તંત્રના વરિષ્ઠ અધિકારીઓ આત્મવિશ્વાસ સાથે કહી રહ્યા છે

તાજેતરમાં જ ગીર અને બહુજ ગીર વિસ્તારમાં સિહોના ઉપરા ઉપરી મૃત્યુને પગલે પર્યાવરણ પ્રેમીઓને ખાસ કરીને તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે, ત્યારે ગીરમાં ફરીથી કોઈ ભયજનક રોગચાળો પ્રાણીઓમાં પ્રવર્તી રહ્યો છે કે કેમ ? તેની ઊભી થયેલી આ શંકા સરકારથી લઈને સિંહ પ્રેમીઓમાં ભારે ચિંતાનું વાતાવરણ ફેલાયું છે, અલબત્ત ગીર અને બુહદ ગીરમાં થતા સિંહોના મૃત્યુ એ કુદરતી પ્રક્રિયા મુજબ કોઈપણ પ્રકારના રોગ ચાળા વગર સરેરાશ અને સામાન્ય ઘટના તરીકે વન વિભાગ દ્વારા ઓળખવામાં આવે છે.

ચાર રેન્જની ઉત્તર, દક્ષિણ, પૂર્વ, અને પશ્ચિમ વન ક્ષેત્રમાં જસાધાર અને તુલશીશ્યામ રેંજમાં વધુ મૃત્યુ નિપજ્યા છે, જસાધર રેન્જમાં ૭ અને તુલસીશ્યામ રેન્જમાં ૮ મૃત્યુ નિપજયા હતા, જ્યારે અડાનામાં ૩ માસમાં ૨ મૃત્યુ તથા સાવરકુંડલા પૂર્વ રેન્જમાં ૩ માસમાં ૨ સિંહોના મૃત્યુ થયા છે, પરંતુ આ તમામ મૃત્યુ વય અને અન્ય કારણોસર થયા હોવાનું તેમણે જણાવ્યું હતું.

ગીરમાં સિંહ સંરક્ષણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જસાધારમાં રેસ્ક્યુ કરવામાં આવેલા સિંહોમાં ૧૪ પૈકી ૨ સિંહોને  હિમોગ્લોબીનની ઉણપ અને અન્ય સિહોમાં ઇટડી સંબંધી બગસિયા રોગ હોવાનું બહાર આવ્યું હતું છે. તો એક વર્ષમાં ૨૮૬ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા, આ રેસ્ક્યું પણ ઓબજરવેશન, સારવાર માટે કરવામાં આવ્યા હોવાનું સી.સી.એફ  વસાવડાએ જણાવ્યું હતું.

સી.સી.એફ  વસાવડાના વધુમાં જણાવ્યું અનુસાર હાલમાં સિહોના જે મૃત્યુની ઘટનાઓ સામે આવી છે, તે કુદરતી મૃત્યુ સાથે સાંકળી શકાય, સિંહોના સંરક્ષણ અને આરોગ્યની તપાસણી માટે શરત મુજબ નિયમસર કાર્યવાહી માટે તંત્ર સતત જાગતું રહે છે, હાલના સંજોગોમાં લગભગ તમામ રેન્જના તમામ સિહો સતત મોનિટરિંગમાં રાખવામાં આવ્યા છે, એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે ક્યાંય પણ કોઈ સિંહને રોગના કોઈપણ પ્રકારના લક્ષણો દેખાય તો તેને તાત્કાલિક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે, અને જો કોઈ એવા સીમતનસ દેખાય કે, નબળાઈ, થાક અને ખોરાક છોડી દેવાની સમસ્યામાં સપડાયેલો દેખાય તો તેને તાત્કાલિક રેસ્ક્યુ કરીને એનીમલ કેર સેન્ટરમાં રાખવામાં આવે છે,    હાલમાં જે સિંહોના મૃત્યુની ઘટનાઓ નોંધાઈ છે તેમાં મોટાભાગના સિહો કુદરતી રીતે કોઈપણ પ્રકારના રોગ વગર મૃત્યુ નિપજ્યા હોવાનું બહાર આવ્યું છે તથા હાલમાં ગીરના સિંહોમાં કોઈપણ પ્રકાર નાં ભયજનક રોગ ન હોવાનું સી.સી.એફ. વસાવડાએ જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.