માસ્ક અને શીટબેલ્ટ પહેર્યા વગર અધ્યાપિકાએ પોલીસને જોઈ કાર ભગાવી: પોલીસે પીછો કરતા બઘડાટી બોલી

માસ્ક અને સીટ બેલ્ટ પહેર્યા વગર કાર ચલાવતી અધ્યાપિકા પોલીસને જોઈ ગાડી ભગાડી મૂકી, પોલીસે પીછો કરી રોકતા માથાકૂટ કરી

રાજકોટમાં સીટબેલ્ટના દંડના મામલે મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને ધર્મેન્દ્રસિંહજી કોલેજના અધ્યાપિકા વચ્ચે હાથોહમથની જામી પડી હતી. જેમા ઝપાઝપીથી લાફાવાળી થતા સરાજાહેર હંગામો થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.અંતે આ કિસ્સામા લેડી પીએસઆઈ અને અધ્યાપિકા બંન્નેએ એકબીજા ઉપર ગેરવર્તણૂકના આક્ષસપો કર્યા છે.

રેસકોર્ષ  રીંગ રોડ પર મહિલા પોલીસ મથકમા ફરજ બજાવતા મહિલા પીએસઆઈ જલવાણી સહિતના સ્ટાફે માસ્ક અને સીટ બેલ્ટ વગર નીકળેલી મહિલા કાર ચાલકને અટકાવતા કાર હંકારી મુકતા ફિલ્મી ઢબે પીછો કરી તેને બહુમાળી ભવન પાસે આંતરી લેતા કાર ચાલક મહિલાએ પોતે કલાસ ટુ ઓફિસર હોવાનુ કહી તમે બુટલેગર સહિતના ગુંડાઓને પકડી બતાવો કહી હંગામો મચાવી સરાજાહેર ફડાકા ઝિંકી દેતા લોકોના ટોળા એકઠા થયા હતા.મહિલા પીએસઆઈ ઉશ્કેરાયા અને મારી પૂત્રીને માર મારવાની ચેષ્ટા થતા ઝપાઝપી થઈ હતી. કોઈ મારી પુત્રીને મારે તો હું કેમ જોઈ શકુ? ઝપાઝપીમા મારૂ મંગળસુત્ર ખોવાઈ ગયુ, ચશ્મા પડી ગયાનું કાર ચાલક મહિલાએ જણાવ્યું હતું.બનાવનો મામલો પ્રહલાદ નગર પોલીસ મથકે પહોંચતા પોલીસે કાર ચાલક યુવતીની માતાની પુછતાછ કરતા તે રાજકોટ કાલાવડ રોડ પર રહેતા ડો.નેહલબેન વિરેન્દ્રકુમાર જાની હોવાનુ અને હાલ ધર્મેન્દ્ર કોલેજમા પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હોવાનુ અને હોસ્પિટલના કામે જવુ હોય ઉતાવળ હોવાથી કાર હંકારી હોવાનુ રટણ કરતા બનાવને પગલે મહિલા પોલીસે દંડ લઈ લીધો હોય હજુ સુધી ફરિયાદ નોંધાઈ ન હોવાનુ પીઆઈ એલ.એલ. ચાવડાએ જણાવ્યુ હતું.

Loading...