Abtak Media Google News

ફીટ હૈ તો હીટ હૈ

૫૦ મીટર દોડ, રિલે-રેસ, લીંબુ ચમચી, મ્યુઝીકલ -ચેર સહિતની સ્પર્ધાઓનું આયોજન

રધુવંશી મૈત્રી મહિલા મંડળ ગાંધીગ્રામ રાજકોટ દ્વારા આગામી તા.૩ ને રવિવારના રોજ બપોરે ૩ થી ૬ ના સમયે અમથીબા સ્કુલ, ગાંધીગ્રામ ખાતે રાજકોટમાં સૌ પ્રથમ વખત મહિલા રમોત્સવનું આયોજન કરેલ છે. જેમાં પ૦ મીટર દોડ, ત્રીપંગી દોડ લીંબુ ચમકી, સ્ટીક બેલેન્સ, મ્યુઝિકલ ચેર વગેરે જેવી રમતોની સ્પર્ધા રાખેલ છે.

આ સ્પર્ધામાં દરેક રમતમાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબર મેળવનાર બહેનોને શીલુ તેમજ આકર્ષક ઇનામો પણ આપવામાં આવશે. અબતક સાથેની મુલાકાતમાં આગેવાને જણાવ્યું કે આ મહિલા રમોત્સવની ખાસ વાત એ છે કે મહિલાઓ માટેનો આવો રમોત્સવ સૌ પ્રથમ વખત યોજાઇ રહ્યો છે. આ મહીલા મહોત્સવને સફળ બનાવવા મંડળના પ્રમુખ કમલાબેન ભાગ્યોદય, મંત્રી સોનલબેન જોબનપુત્રા, કલ્પનાબેન પોપટ, જાગૃતિબેન ખીમાણી ભાવનાબેન ચતવાણી, રોનકબેન પારેખ, ક્રિષ્નાબેન માણેક, કરુણાબેન સોમૈયા, અંજનાબેન હિન્ડોચા જહેમત ઉઠાવી રહ્યા છે.

મહિલા રમોત્સવ ને સંસ્થાના સ્થાપક પ્રમુખ ઇન્દુબેન શિંગાળા તેમજ રાજકોટ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ કાશ્મીરાબેન નથવાણી અને મંત્રી રીટાબેન જોબનપુત્રા (કોટક) નું માર્ગદર્શન મળી રહ્યું છે.

સ્પર્ધામાં ભાગ લેવા દરેક બહેનોએ કમલાબેન ભાગ્યોદય ૯૪૨૭ ૪ ૧૦૦૦૭, સોનલબેન જોબનપુત્રા ૯૮૭૯૭ ૩૯૫૧૫ ઉપર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. m

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.