Abtak Media Google News

પટેલ સેવા સમાજ મહિલા સંગઠન સમિતિ દ્વારા ત્રી દિવસીય ડ્રિમ ક્રિએશન એકિઝબીશનનું આયોજન: મૂલાકાતીઓ ઉમટયા

પટેલ સેવા સમાજ મહિલા સંગઠન સમિતિ દ્વારા ડ્રીમ ક્રિએશન એકજીબીશનનું ૩ દિવસ આયોજન સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ મેયર બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. પ્રદર્શનમાં કુલ ૧૨૫ સ્ટોલ રાખવામાં આવ્યા છે. પટેલ સમાજના બહેનો પ્રોત્સાહન તથા સમાજમાં આગળ આવવામાં ખૂબ ઉપયોગી બને ખાસ તો બહેનોને કામ આવે તેવી અનેક ચીજવસ્તુ જેવી કે લેડીઝ ડ્રેસ, ચપલ, પર્સ, ગૃહ સુશોભન, ઈમીટેશન જવેલરી જેવી અનેક વસ્તુ મળી રહેશે તેમજ પ્રદર્શનની મુલાકાત લેવા સવારથી જ બહેનો ઉમટી પડયા હતા.

મેયર બિનાબેન આચાર્યએ કહ્યું હતુ કે પટેલ સેવા સમાજ દ્વારા મનીષભાઈ ચાંગેલા, વિજયાબેનની ટીમને ખુબ અભીનંદન આપું છું કે પટેલ સમાજના બહેનો માટે ડ્રીમ ક્રિએશન એકઝીબીશન કરી સમાજની દરેક બહેનોને અલગ પ્લેટફોર્મ પૂરૂ પાડયું છે. જેનાથકી જીવનમાં દરેક ક્ષેત્રમાં આગળવધી શકે તક આપવા બદલ હું અભીનંદન આપું છું.

વર્ષા પટેલે કહ્યું હતુ કે પટેલ સેવા સમાજનું ડ્રીમ ક્રિએશન ખૂબ સરસ આયોજન કર્યું છે. અહીમે લેડીઝને માટે ડ્રેસ તથા લેડીઝનું આકર્ષણ જવેલરી પણ લઈને આવી છું તેમા ખાસ તો ૧ ગ્રામ જવેલરી રાખી છે. ગીતાબેન પટેલે કહ્યું હતુ કે પટેલ સમાજ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે. તેનાથી બહેનોને રોજીરોટી તથા બહેનો કમાઈ શકે તેવા હેતુથી સુંદર આયોજન થયું છે.

ખાસ તો મનીષભાઈ અને વિજયાબેન તથા ટીમને ખૂબ અભીનંદન છે બહેનો માટે આટલુ કર્યું અમે દરેક સ્ટોલની મુલાકાત લીધી ખૂબ સરસ લાગ્યું બહેનો પાપડ બનાવતા હોય તો તેનો સ્ટોલ છે તેવા અનેક સ્ટોલ છે. કીચન વેરથી લઈને દરેક વસ્તુ મળી રહે તેવું આયોજન છે.

મહિલા સંગઠન પ્રમુખ વિજયાબેન વાછાણીએ ખાસ જણાવ્યું હતુ કે અમારો ડ્રીમ ક્રિએશનનું આયોજન કરવાનો હેતુ પટેલ સમાજના બહેનોને પ્રોત્સાહન મળે કમાવાની તક મળે લોકોને એક જગ્યાએ બધી વસ્તુ મળી રહે અમારા પ્રમુખ મનીષભાઈએ તો આવું આયોજન દર વર્ષે થાય તેવું કહ્યું અમારા એકઝીબીસનમાં ૧૨૫ સ્ટોલ કરવામાં આવ્યા છે. જેમાં જવેલરી, પર્સ, ચપલ, ડ્રેસીઝ, કીચનવેર જેવા અનેક વસ્તુ લઈને બહેનો આવેલ છે. આનાથી પટેલ સમાજના બહેનોનો આત્મવિશ્ર્વાસ વધશે તથા પ્રોત્સાહન મળશે.

પટેલ સેવા સમાજ પ્રમુખ મનીષભાઈ ચાંગેલાએ કહ્યું હતુકે, ડ્રીમ ક્રિએશન પટેલ સેવા સમાજ મહિલા પાંખ છે તેમના દ્વારા ૧૩૫ સ્ટોલનું બુકીંગ કરવામાં આવ્યું છે. લેડીઝને લગતા વિષય ઉપર આ પ્રદર્શન છે.

લેડીઝને એક ખૂલ્લુ મંચ મળવુ જોઈએ તો લેડીઝ બધુ સંચાલન કરે છે. તેમની જ મહેનત છે. સ્ટોલમાં બ્યુટીક, હોઝીયરી, જવેલરી જેવી અનેક વસ્તુ છે મહિલા સંગઠનનું આ સુંદર આયોજન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.