Abtak Media Google News

ફોજદાર ચૌધરીએ રાતોરાત બંગલો ખાલી કરીને જતા રહ્યા બાદ પરત ન આવવાની ચર્ચાઓ નવનિયુકત પીએસઆઈ જયદેવને તાગ ન મળ્યો

ફોજદાર જયદેવ પાંચ દિવસ રાજકોટના સીટી ગેસ્ટ હાઉસમાં રોકાયો; જયદેવને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનથી બદલી થયાનો જરા પણ અફસોસ ન હતો. છઠ્ઠે દિવસે પોલીસ વડા રજા ઉપરથી આવી જતા જયદેવ તેમને મળ્યો પોલીસ વડાએ હસીને કહ્યું ‘પાછા આવી ગયા?’ અને થોડીવાર વિચાર કરીને કહ્યું કે હવે તો ફકત એક લોધીકા પોલીસ સ્ટેશન જ સ્વતંત્ર્ય હવાલા માટે બાકી અને ખાલી છે. જયદેવે લોધીકા ગામ અંગે અગાઉ કાંઈ ખાસ જાણેલુ કે સાંભળેલું નહિ જયદેવનો બીજો સ્વતંત્ર નિમણુંકનો હૂકમ લોધીકા પોલીસ સ્ટેશનનો થયો જે રાજકોટથી ૪૦ કીમી દૂર હતુ.

પોલીસવડાની કચેરીમાં જ કર્મચારીઓથી જાણ્યું કે સાવ નકામુ પોલીસ સ્ટેશન છે. કોઈ ખાસ ગૂન્હા બનતા નથી. પરંતુ બને ત્યારે ખૂબ ગંભીર ગુન્હાજ બને છે. અગવડ ભર્યું ગામ અને તાલુકો જ ખટપટથી ભરેલો છે. પોલીસ સ્ટેશનમાં જીપ પણ નથી પંદર દિવસ જીપ લોધીકા રહે અને પંદર દિવસ કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં રહે છે. બાકીનો બધો વ્યવહાર એસ.ટી.બસથી જ કરવો પડે છે. લોધીકા ગામમાં લોજ પણ નથી જમવા માટે રીબડા ગોંડલ કે રાજકોટ આવવું પડે આવી વાતો સાંભળીને જયદેવ ઘા ખાઈ ગયો. બીજી બધી તકલીફો તો ઠીક પરંતુ દરેક ટાઈમે જમવાની મોટી ઉપાધી સાથે વાહન વ્યવહારની પણ તકલીફ. મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી અને લગભગ તમામ સરકારી કર્મચારીઓ બસમાં રાજકોટથી જ અપડાઉન કરતા હતા.

પોલીસ વડાના પીએ (અંગત મદદનીશ) એ વાત કરી કે ચાર પાંચ મહિના પહેલા જ એક ફોજદાર ચૌધરી જે પીઢ અને અનુભવી અને નિવૃતિના આરે હતા તેઓએ જાતે થી પોલીસ વડા પાસે લોધીકા પોલીસ સ્ટેશનની માગણી કરીને ત્યાં નિમણુંક કરાવી હતી. ત્યાં તેઓ ફોજદાર કવાર્ટરમાં એકલાજ રહેતા હતા એક વખત અરધી રાત્રીનાં આ ફોજદાર બંગલામાં કાંઈક ગેબી બનાવ બન્યો અને ફોજદાર ચૌધરીને આ ગેબી ચીજે બંગલામાંથી ઉંચકીને બહાર ફેંકયા તેથી તેઓ તેજ સમયે બંગલામાંથી બેગબીસ્તરા લઈને લોધીકા પોલીસ સ્ટેશનમાં જ આવી ગયેલા. પછી તેઓ પાછા બંગલામાં ગયા નહિ અને ત્યાં જ સુતા પોલીસ સ્ટેશનમાં સુતા. તે દિવસે સવારથી જ તેમને તાવ આવેલો અને ત્યારથી તેઓ બીમાર જ છે તેમ વાત કરી અને ત્યારથી રજા ઉપર જ છે.

જયદેવનું બચપણ ગામડામાં જ પસાર થયેલું અને આવી અનેક વિડંબનાઓ અને ગતકડાઓમાંથી તે પસાર થઈ ગયેલો તેથી આ પોલીસ વડાના અંગત મદદનીશે કરેલી વાતની તેને કોઈ અસર થઈ નહિ પરંતુ તે બોલ્યો જેવા પડશે તેવા દેવાશે, અને બીજા દિવસે સવારે ભગવાનનું નામ લઈને come what mayબોલી લોધીકા જવા રવાના થયો રસ્તામાં જયદેવને તેના એક જૂના પરિચીત સબંધી ભગુભા મળ્યા જેઓ લોધીકા તાલુકાના રાતૈયા ગામના જ વતની હતા જયદેવે પોતાની નીમણુંક લોધીકા થયાની વાત કરતા ભગુભાનો અવાજ એકદમ ફરી ગયો અને બોલ્યા ‘હેં લોધીકા? ભારે કરી’. જયદેવે કહ્યું ‘કેમ શું થયું?’તો તેમણે કહ્યું કે લોધીકા ગામ જ કઠણાઈ વાળુ છે. અને પોલીસ સ્ટેશન વિસ્તાર પણ ખટપટીયો નકામો છે. પરંતુ હવે તો હુકમ થઈ જ ગયો છે તેથી કોઈ ઉપાય નથી. છતા એમ કરો રસ્તામાં કે રીબડા લોજમાં જમતા જજો લોધીકામાં લોજ પણ નથી. વધુમાં કહ્યું કે સાંજે છેલ્લી બસ લોધીકા આવે પછી દુનિયાથી સંપર્ક બંધ સવારે બીજી બસ આવે ત્યારે વાત થાય!

જેમતેમ કરી જયદેવ લોધીકા આવ્યો બસ સ્ટેન્ડ સામેજ પોલીસ સ્ટેશન હતુ નવા ફોજદાર હાજર થયાના સમાચાર સાંભળતા જ લોધીકાના પોલીસદળમાં આનંદ થયો અને દોડાદોડી કરવા લાગ્યા પીએસઓ ઠાકરે કહ્યું કે સા‚ કર્યું સાહેબ તમે આવ્યા અહીં કોઈ ફોજદાર ટકતાજ નથી ચા પાણી પીધા બાદ રાયટર કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ મળ્યો તેણે કહ્યું કે તે પૂર હોનારત વખતે મોરબી સીટી ફોજદારનો રાયટર હતો. એટલે કે કાયદો અને કેસ પેપર્સનો જાણકાર છે. પરંતુ અહી લોધીકામાં કાયદાની જાણકારી કે હોંશીયારીની કોઈ જ જ‚ર નથી આ પોલીસ સ્ટેશન નિવૃતીનાં આરે હોય તેવા અધિકારી કર્મચારી માટેનું થાણું છે. અહી દિવસો ટુંકા કરવાના છે અને તમારી જેવા નવ યુવાન અધિકારી માટે તો સાવ નકામુ છે. આ ગામની જ વસ્તી જ ત્રણ હજાર છે. તાલુકા મથક આવુ નાનુ છે તો બીજા ગામડાઓ કેવા હશે? કોઈ ક્રાઈમ જ નથી ફકત આરામ કરવાનો છે.

જયદેવ પોતાની બેગ લઈને આવ્યો હતો તે બેગ ચેમ્બરમાં જ રાખી હતી થોડી વારે લોધીકા ગામનાં સરપંચ પ્રવિણસિંહ નવા ફોજદાર હાજર થયાની વાત સાંભળી આવકારવા અને મળવા માટે પોલીસ સ્ટેશનમાં આવ્યા

પ્રવિણસિંહ મોટી ઉમરના પચાસેક વર્ષના ઉંચા પડછંદ અને મોટી મોટી મુછો અને આંખો વાળા પણ સતત હસતા ચહેરા વાળા હતા. મહેન્દ્રસિંહના કહેવા મુજબ તેઓ ખૂબ પીઢ, તટસ્થ અને અનુભવી હતા. તેઓ ચેમ્બરમાં આવ્યા ત્યાંજ બધુ સમજી ગયા અને ઔપચારીક વાતો કરી ચા પાણી પીધા ચેમ્બરનાં દરવાજા પાસે ફોજદારનો ઓર્ડરલી મામદ અદબવાળીને ઉભો હતો મામદ આધેડ વયનો બેઠી દડીનો મધ્યમ બાંધાનો કોન્સ્ટેબલ હતો તે શ્યામ વર્ણનો વાળ અને મુછો અર્ધી કાળી અને ધોળી હતી આંખો વિચિત્ર રીતે પહોળી હતી.

સરપંચે મામદને કહ્યું ફોજદાર સાહેબ ફકત બેગ લઈને આવ્યા લાગે છે, માટે એમ કરો ગ્રામ પંચાયત કચેરીમાં મારા પોતાના વધારાના પલંગ ગાદલા ટેબલ ખુરશી પડયા છે. તે સાહેબના કવાર્ટરમા રખાવી દો કેમકે અહી વિશ્રામ ગૃહ કે ગેસ્ટ હાઉસ તો છે નહિ જેથી જયદેવે આગ્રહ કર્યો તે રહેવા દો સગવડતા થઈ જશે. સરપંચે કહ્યું જો આ મારી વધારાની સગવડ ને નહિ લો તો કોઈ પોલીસ વાળાની લેવી પડશે જેથી હું જે કહું છું તે બરાબર છે. રાયટર મહેન્દ્રસિંહે તે વાતમાં સાથ પૂરાવ્યો. જયદેવની જમવાની વ્યવસ્થા પોતે કરશે તે માટે મહેન્દ્રસિંહ અને સરપંચ વચ્ચે મીઠી રકઝક થઈ પરંતુ સરપંચે કહ્યું કે મારી પાસે માણસો પટ્ટાવાળાની પૂરતી સગવડતા છે તમારે પોલીસને વારંવાર બંદોબસ્તમાં જવાનું હોય ત્યારે મુશ્કેલી પડે.

જયદેવને આ નિ:સહાય સ્થિતિ અંગે ખૂબજ આઘાત અને દુ:ખ લાગ્યા કે પોતે કેવી પરાવલંબી સ્થિતિમાં આવી ગયો પરંતુ સમય સમયનું કામ કર્યે જાય છે. તેમ માની જયદેવે અગવડ સગવડમાં પણ ગોઠવાઈ જઈને પોતાની કામગીરી શ‚ કરી દીધી આમ તો અહી લોધીકામાં કોઈ ખાસ કામગીરી જ કરવાની ન હતી.

જયદેવ દ્દઢ પણે માનતો હતો કે કોઈ વિકટ પ્રશ્ર્નનું નીરાકરણ ગમે તેટલા પૂ‚ષાર્થ કરવા છતા થતુ ન હોય તો તેનું નિરાકરણ ફકત સમય જ છે. સમયે સમયે તેનું નીરાકરણ થતુ રહે છે. તે માટે રાહ જોઈ શાંતિથી સમય દિવસો પસાર કરવા પડે છે. જીંદગીમાં તડકા છાંયા તો આવતા જ રહે અને મનુષ્ય જીવન જ અનુકુળ અને સારી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પૂ‚ષાર્થ અને પરિશ્રમ કરવા માટે જ છે. અને નસીબદાર વ્યકિતને બધુ બરાબર મળે છે. બાકીનાએ પૂ‚ષાર્થ કરી સંઘર્ષ કરી સારી સ્થિતિ પ્રાપ્ત કરવી પડે છે. કુદરત જે સંજોગો ઉભા કરે છે તેની પાછળ હંમેશા એક સારો આશય રહેલો હોય છે. કષ્ટ અને દુ:ખ પણ જ્ઞાનની પ્રાપ્તી કે લાભની પ્રાપ્તી માટે જ આવતા હોય છે.

સને ૧૯૪૭ પહેલા એટલે કે રાજાશાહીના સમયમાં લોધીકામાં ત્રણ પોલીસ થાણા રહેતા હતા તેમ વાતો થતી હતી એક થાણુ પોતાનું લોધીકા સ્ટેટનું બીજુ જામનગર રાજયનું અને ત્રીજુ અંગ્રેજ એજન્સીનું! લોધીકા ત્યારે મહાલ એટલે કે નાનો તાલુકો હતો. જેના મોટાભાગના ગામડાઓ રાજકોટ શહેરની વધુ નજીક હતા. તેથી લોકો પોલીસ ફરિયાદ માટે રાજકોટ પોલીસ કંટ્રોલ‚મમાં જ પહોચી જતા લોધીકાની સરહદો પૂર્વ દિશાએ રાજકોટ તાલુકો દક્ષીણે ગોંડલ ઉતરે કાલાવડ અને પશ્ર્ચીમે કોટડાસાંગાણી તાલુકાને મળતી હતી બે ધોરી માર્ગો તાલુકામાંથી પસાર થતા હતા રાજકોટ પોરબંદર અને રાજકોટ કાલાવડ પરંતુ બંને રસ્તા લોધીકાથી ખાસ્સા દૂર હતા.

ગામડાના લોકો રાજકોટ કંટ્રોલ‚મમાં કોઈ પણ જાહેરાત કરે એટલે કંટ્રોલ‚મ વાયરલેસથી લોધીકા જાણ કરે એટલે લોધીકાથી પોલીસ જે તે ગામે પહોચે ત્યાંજ ફરિયાદ કે અરજી જે કાંઈ કરવાનું હોય તે કરવાનું રહેતુ.

ગામડાઓ નાના હતા ખાસ કોઈ ગુન્હા બનતા નહતા પરંતુ તાલુકામાના નાના રજવાડાઓ અને ભાયાતો પોતાના ગઢ કે પેલેસ બંધ કરી મોટા શહેરોમાં રહેતા હોય તે પૈકી ખીરસરા પેલેસ બંધ હાલતમાં હતો તેમાંથી એન્ટીક વસ્તુઓની ચોરી થયેલ તે ગુન્હામાં જયદેવે ખીરસરા ના જ જાણીતા ગુનેગાર હસુમીંયાને પકડી ગુન્હો ડીટેકટ કરેલો અને ઢોલરા દરબારનાં બંધ ગઢમાંથી પણ નાની મોટી ચોરી થયેલ તેમાં મળી આવેલ ફુટપ્રિન્ટ આધારે જયદેવે ગુન્હો શોધી આરોપીઓને પકડેલા.

આ દરમ્યાન જયદેવને કોર્ટ મુદતે જેતપૂર જવાનું થયું વિરપૂર આઉટ પોસ્ટના સમયે પોતે જેતપૂર રહેતો ત્યારના પરિચિત નિવૃત ફોજદાર વલીચાચા જયદેવને જેતપૂર કોર્ટમાં મળી ગયા વાતોવાતમાં વલીચાચાએ કહ્યું કે ચાર વર્ષ પહેલા હું લોધીકા પોલીસ સ્ટેશનનાં ફોજદાર તરીકે જ નિવૃત થયો હતો. વલીચાચાએ જયદેવને પૂછયું કે બીજુ બધુ તો ઠીક તમે લોધીકામાં રહેવાની શું વ્યવસ્થા કરી છે? જયદેવે સામુ પૂછયું ચાચા તમે કયાં રહેતા હતા? વલીચાચાએ કહ્યું કે હું તો ગામમાં ભાડાનામકાનમાં રહેતો હતો. જયદેવે કહ્યું હું તો ફોજદારના સરકારી કવાર્ટરમાં જ રહું છું. હું તો એકલો છું મારે શુ ફેર પડે? વલી ચચાએ નવાઈ પામીને કહ્યું કે એકલા જ ફોજદાર બંગલામાં રહો છો? જયદેવે કહ્યું હા કેમ? વલી ચાચાના ચહેરાના હાવ ભાવ એકદમ ફરી ગયા અને થોડીવાર ચૂપ રહી વિચાર કરી ને કહ્યું કે તમે ‘પાક’ ઈન્સાન છો તમને કોઈ વાંધો નહિ આવે તેમ કહી વાત પૂરી કરવા પ્રયત્ન કર્યો. જયદેવને રાજકોટ પોલીસ વડાના અંગત મદદનીશે જે ફોજદાર ચૌધરી બાબતે વાત કરેલી તે અનુસંધાને કાંઈક હશે તેમ માની જયદેવે ફોજદાર ચૌધરીના બનેલ બનાવ અંગે વલીચાચાને પૂછતા વલીચાચાએ કહ્યું કે મારે તો નિવૃત થયે પણ ચાર વર્ષ થઈ ગયા તે પછી કોણ કોણ ફોજદાર લોધીકામાં આવ્યા હોય તેની મને ખબર નથી અને ચૌધરીને પણ હું ઓળખતો નથી આમ કહી વલીચાચાએ વાત ફેરવી નાખી.

વલીચાચાની તે વાત સાચી હતી કેમકે ચૌધરી તે લોધીકા પોલીસ સ્ટેશનમાં નિમણુંક થયે હજુ ચાર પાંચ મહિના જ થયા હતા તે પહેલા પણ ટુંકા ગાળામાં ઘણા ફોજદારો બદલાઈ ગયા હતા જયારે વલીચાચાતો ચાર વર્ષ પહેલા નિવૃત થઈ ગયા હતા.

આથી જયદેવે લોધીકા આવીને આ ફોજદારી કવાર્ટરની બે વાતો ફોજદાર ચૌધરી વાળી તથા વલીચાચા એ જે રહસ્યમય વાત કરી તે બંને વાત રાયટર કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહને કરી આથી મહેન્દ્રસિંહ હસવા લાગ્યો અને કહ્યું ‘સાહેબ તમે આવુ બધુ માનો છો?’ આ બધી તો અભણ માણસોની કલ્પના (Fantacy)અને માન્યતાઓ (Beliefs)છે પરંતુ મહેન્દ્રસિંહની આ વાતથી જયદેવને સંતોષ ન થયો અને ઉપર કહેલ બે વાત નો કોઈ તાળો મળતો નહતો.

કેમકે ચૌધરી તો માગીને લોધીકા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને લોધીકા જ રહેવા માગતા હતા તેને બદલે અર્ધી રાત્રે ભાગી આવ્યા અને બીમાર પડયા અને ગયા તે ગયા.

બીજુ વલીચાચાની જેતપૂર કોર્ટમાં સામાન્ય વાતચીતમાં જ રહેવાની વ્યવસ્થા અંગેની સરકારી કવાર્ટરમાં એકલા રહેવાની વાત કરતા એકદમ ચોંકી જવું અને ચહેરાના હાવભાવ પણ ફરી જવા અને થોડીવાર ચૂપરહી વિચારીને એવો જવાબ દીધો કે તમો ‘પાક’ ઈન્સાન છો. કોઈ વાંધો નહિ આવે તે વાત ખાસ ગોઠવીને કરી ન હતી પણ વાતો વાતમાં જોગાનું જોગ જ થયેલ હતી.

જયદેવને થયું કે કદાચ મહેન્દ્રસિંહ કાંઈ જાણતા નહિ હોય અથવા ઈરાદા પૂર્વક કાંઈક વાત છુપાવીને વાત કરવા માગતા નહિ હોય તેમ વિચારીને એક જૂના અને પીઢ જમાદાર યશવંત ચીન્દુ પાટીલ કે જે ઘણા લાંબા સમયથી લોધીકા પોલીસ સ્ટેશનમાં જ નોકરી કરતા હતા તેને પૂછવાનું જયદેવે નકકી કર્યું અને પાટીલે જે ચોંકાવનારી અને હેરતભરી લોધીકા ફોજદાર બંગલાની વાતો જયદેવને કરી તે સાંભળીને જયદેવ ચોંકી ઉઠ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.