Abtak Media Google News

રાજકોટ પોસ્ટ ઓફિસ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજેરોજગાર મેળાનું આયોજન કરાયું હતું. જેમાં કેન્દ્રીય મત્સ્ય અને પશુપાલન મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. આ રોજગાર મેળો સમગ્ર દેશમાં 46 સ્થળોએ યોજાયો હતો. જેમાં આશરે 51000 ઉમેદવારોને સંબંધિત વિભાગ માટે નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. રાજકોટ શહેરમા યોજાયેલા રોજગાર મેળામા સૌરાષ્ટ્ર કરછના 151 ઉમેદવારોને નિમણૂક પત્ર પાઠવામાં આવ્યા હતા.

કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં યોજાયો રોજગાર મેળો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ

રાજકોટમાં યોજાયેલા રોજગાર મેળામાં સૌરાષ્ટ્ર-કરછના 151 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત

આ તકે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા રૂપાલાએ જણાવ્યું હતું કે જિંદગીમાં મેં ક્યારેય વિચાર્યું ન હતું કે એક બટન દબાવતા નિમણૂક પત્ર ઘરે આવશે.આજે આપણે સાક્ષી બન્યા કે પ્રધાનમંત્રી એ એક બટન દબાવ્યું અને પત્રો તમારી ઘરે.પહેલાની સિસ્ટમમાં ઓળખાણ વિના નોકરી ન મળતી.હવે ટ્રાન્સપરન્ટ સિસ્ટમ આવી જતા દેશના યુવાનો ખુશ છે.યુવાનોને નોકરી નો હરખ હોઈ તેની સાથે તેના પરિવારજનોમાં પણ હરખ છે.ટેકનોલોજીને કારણે બધુજ શક્ય બન્યું છે.ૠ-20 કાર્યક્રમ માં આપણો વટ વિશ્વ આખા એ જોયો.સમગ્ર વિશ્વ ડીઝીટલ કાર્યક્રમોથી પ્રભાવિત બન્યા છે.ગ્રામીણ વિસ્તાર ના લોકો વતી પ્રધાનમંત્રીને શુભકામનાઓ.દર મહિને 1 લાખ જેટલા યુવાનોને આ તક મળે છે.

આ કાર્યક્રમમાં લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, પોસ્ટ માસ્ટર જનરલ બી.એલ.સોનલ,તેમજ એઇમ્સના ડાયરેક્ટર પ્રો.ડો.સી.ડી.એચ કટોચ ઉપસ્થિત રહ્યા હતા.

અફસમગ્ર ઈવેન્ટનું આયોજન પોસ્ટ વિભાગની રાજકોટ ખાતે સ્થિત રાજકોટ પોસ્ટલ પ્રાદેશિક ઓફિસ દ્વારા કરવામાં આવ્યું હતું .તેમ આસિસ્ટન્ટ ડિરેક્ટર પોસ્ટલ સર્વિસ એ.કે.પાંડેની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.