Abtak Media Google News

ચકલીને ઝાડ પર માળો બનાવતા આવડતું જ નથી તેને ઘર પૂરા પાડવા સૌનો સહિયારો પ્રયાસ જરૂરી

ચુના જમાનામાં વૃધ્ધો-વડિલો બાળકો ‘ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો’ એવી વાર્તા કહેતા હતા… આ બાબત જ એવું સુચવે છે કે બાળકોને પોતાનાં ઘરમાં ચકલી બહુજ રીતે જોવા મળી જતી અર્થાત દર વર્ષે ૨૦મી માર્ચે વિશ્ર્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમય જતાં આજે આપણાં ઘર, ગામ કે શહેરમાં ચકલીની સંખ્યા ઘટતી ચાલી. આવું કેમ બન્યું? તેનું સામાન્ય અવલોકન કરીએ તો તુરત જ સમજાઇ જાય તેવું છે. ચકલીની સંખ્યા ઘટવા પાછળનું મુખ્ય કારણ છે માનવીની બદલાયેલી જીવનશૈલી. રોજી-રોટી સ્ળવા ગ્રામ્ય વિસ્તારના લોકોએ શહેરો તરફ પ્રયાણ કર્યું. શહેરોમાં જનસંખ્યા વધતાં આપણા મકાનો સંકોચાતા ગયા. જુના દેશી-નળિયાવાળા મકાનોના સ્થાને બહુમાળી મકાનોએ પ્રભુત્વ જમાવ્યું. આ તબકકે ખપેડાઓ, અભેરાઇઓ, દીવાલ પર લગાવાતા ફોટો ક્રમશ: લુપ્ત થયા જે સામાન્ય રીતે ચકલીના માળાઓ બનાવવાના સ્થાનો હતાં. આથી ચકલીઓને બચ્ચા ઉછેરવાની બાબતમાં મોટો વિક્ષેપ પડ્યો. જેને લીધે આજે આપણને ચકલીની સંખ્યા ઓછી થયેલી જોવા મળી. જેના કારણો સ્પષ્ટ છે, તો ચકલીના સંરક્ષણ-સવર્ધન માટે આજે તેના માળાના સ્થાનોની પૂર્તિ કરવી તે તોતી જરૂરિયાત છે. આપણા નિવાસ સ્થાનોની સલામત જગ્યાએ લગાવવાથી ચકલી આપણે ત્યાં આવતી થઇ છે તેવા પ્રાથમિક અવલોકનો પણ છે. આપણને મળેલા આ આશાસ્પદ પરિણામોથી દરેક ઘર પોતાની અનુકુળતા મૂજબ આવા કુત્રિમ માળાઓ લગાવે તેવી દર્દભરી અપીલ ચકલીઓની જ છે.. કે જેથી આપણી આવનારી પેઢીને જૂની વાર્તા કહીએ ત્યારે ચકલી વિષેની સંકલ્પના બાળકને સમજાવી ન પડે. સાથે-સાથે ઘરમાં થતાં વંદા, કંસારી જેવા કીટકો પર આપો આપ નિયંત્રણ આવશે. અહીં હજુ વધુ સારૂં પરિણામ મેળવવા ચકલી માટેના ચણની છાબડી અને પાણી-પીવા માટેનું પાત્ર મૂકવું જે આપણને પંખીઓને ચણ નાંખ્યાનો આત્મ સંતોષ પણ આપશે. ચકલીનું ઘર જાતે બનાવી શકાય ૫ બાઇ ૫ ઇંચના લાકડાનું અથવા પુંઠાના ઘર બનાવી શકાય. રાજકોટમાં ફૂલછાબ નવરંગ નેચર કલબ દ્વારા શાળા-કોલેજમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજાય રહ્યા છે. ઝુવેશના સારા પરિણામો જોવા મળી રહ્યા છે. રાજયમાં વી.ડી.બાલા નવરંગ નેચન કલબે સૌ પહેલી ઝુંવેશ શરૂ કરેલ સને ૨૦૧૦થી ૧૯ સુધી ૬ લાખ માળા વિતરણ કરેલ તો ચાલુ વર્ષે ૨૦૨૦માં એક લાલ માળા વિતરણનું લક્ષ્યાંક છે. નિયમિત રીતે દર રવિવારે સવારે ૯થી ૧૨ અમીન માર્ગના ખૂણા ઉપર ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે ચકલીનાં માળા વિતરણ કરાય છે. વિશેષ માહિતી તથા અભિયાનમાં જોડાવા માંગતા પર્યાવરણ પ્રેમીએ ૯૪૨૭૫ ૬૩૮૯૮ ઉપર વી.ડી. બાલાનો સંપર્ક કરવો.

Advertisement

4. Thursday 2 4

એક સત્ય ધટના

૧૯૫૮ માં એક નાની એવી ચકલીના કારણે ચીન માં ઇ હતી ભયાનક તબાહી,   એ સત્ય છે કે ૧૯૫૮માં ચકલી ના કારણે તેમને ઘણીજ નુકસાનીનો સામનો કરવો પડયો હતો અને લગભગ અઢી કરોડ લોકો મરી ગયા. પરંતુ તેમાં ભૂલ ચકલીની ન હતી પરંતુ ભૂલ માણસની હતી.

આપણે હંમેશા વિચારીએ છીએ કે જંતુઓ ભયાનક છે અવા તો આપણી આસપાસના પશુ પક્ષી છે તે આપણા શું કામ આવે છે? તે વસ્તુ ખરેખર બેકાર છે અને તેને જીવવા મળવાી આપણને શું ફરક પડે છે? પરંતુ ભગવાને કોઈપણ વસ્તુ ફાલતુ માં બનાવી ની. કોઈપણ વસ્તુ નકામી હોતી ની તે બધી જ વસ્તુઓ મદદગાર હોય છે.

આપણી આસપાસ ના બધા જ જીવિત જીવ પ્રકૃતિ માં સંતુલન બનાવી રાખવામાં મદદ કરે છે. કોઈપણ જીવનું લુપ્ત ઈ જવું, કોઈના કોઈ પુરી પ્રકૃતિ ના સંતુલન ને બગાડે છે. જ્યારે આપણે પછી પરિણામ ભોગવવા પડે છે તો સમજમાં આવે છે કે તે જીવ આપણા દોસ્ત પણ છે અને આપણા અસ્તિત્વ ને બચાવી રાખવા માટે જરૂરી પણ છે.

વાત છે ૧૯૫૮ જ્યારે ચીનના માઓ જેનડોન્ગ એ ચીનમાં એક અભિયાન શરૂ કરાવ્યું હતું જેને ફોર પેટ્સ કેમપેઇન નામ આપવામાં આવ્યું હતું

જેમાં મચ્છર, માખી, ઉંદર અને ચકલીને મારવાનું ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું. તેમનું કહેવું હતું કે ચકલીઓ ખેતી નું બધું જ અનાજ ખાઇ જાય છે. એટલા માટે તેને મારવું ખૂબ જ જરૂરી છે. મચ્છર, માખી અને ઉંદર ના નુકસાન તો બધાને જ ખબર જ છે કે મચ્છર મલેરિયાના ફેલાવે છે. માખી ઓ અને ઉંદરો અલગ અલગ કઈ ને કઈ ફેલાવે છે. તેમની સફાઈ કરવી માણસોના હિતમાં હતું.

ચીન માટે એ સમય ક્રાંતિકારીઓએ જનતાની વચ્ચે આ અભિયાનને એક આંદોલન ની જેમ ચલાવ્યું. લોકો વાસણ તેમજ દ્રમ વગાડી વગાડીને ચકલીઓ ને ઉડાડતા રહેતા અને લોકોની પૂરી કોશિશ હતી કે ચકલીઓને ખાવાનું ન મળે અને બેસવાની જગ્યા ન મળે. તેનાી ચકલીઓ ત્યાં સુધી ઉડતી અને છેલ્લે ાકીને પડી જતી અને તેને મારી નાખવામાં આવતી.

આ પ્રકારે શોધી શોધીને તેમના ઈંડાઓ ફોડી નાખવામાં આવ્યા અને આ પ્રકારે તેમની ક્રૂરતા નો શિકાર ચકલી તેમજ તેના નાના નાના બાળકો ને પણ થવું પડ્યું,

હાલત એ હતી કે જે વ્યક્તિ જેટલી ચકલીઓને મારતો હતો તેને સ્કૂલ કોલેજ તેમજ આયોજનોમાં મેડલ અને ઇનામ આપવામાં આવતા હતા. ચકલીઓને એ વાત સમજમાં આવી ગઈ હતી કે હવે તેમના માટે કોઈ પણ સુરક્ષિત જગ્યા ની એટલા માટે એકવાર ઘણી બધી જ ચકલીઓ ઝુંડ બનાવીને પોલેન્ડના દૂતાવાસ માં જઈને સંતાઈ ગઈ પરંતુ ચકલીઓને મારવાવાળા ત્યાં પહોંચી ગયા અને તેમના મા ઉપર લોહી સવાર હતું. તેમના દૂતને ઘેરી લેવામાં આવ્યું અને એટલા દ્રમ વગાડ્યા કે ઉડતા ઉડતા રોકવા ઉપર બધી જ ચકલી પડી ને મરવા લાગી.

હવે ચીનના લોકો ઘણાં જ ખુશ હતા કે તેમનું અનાજ ખાવાની ચકલીઓથી છુટકારો મળી ગયો છે અને હવે અનાજ સુરક્ષિત રહેશે. પરંતુ તે સુરક્ષિત રહ્યું નહીં પરંતુ બધું જ ઉંધુ યું.  આગળના બે વર્ષ આવતા આવતા ૧૯૬૦ સુધી લોકોને ખબર પડી ગઈ હતી કે તે લોકો એ કેટલી મોટી ભૂલ કરી હતી કે ચકલીઓ અનાજ ખાતી ન હતી પરંતુ તે કીડાઓ ખાઈ જતી હતી. જે અનાજની ઉપજને ખરાબ કરવાનું કામ કરે છે.

ચકલીના મરી જવાી પરિણામ એ આવ્યું કે અનાજ ની ઉપજ વધવાની જગ્યાએ ઝડપી ઓછી વા લાગી બાકીના જીવજંતુઓની સંખ્યા ઝડપી વધવા લાગી અને તેમની આબાદી ઉપર લગામ લગાવવું ઘણું જ મુશ્કેલ ઈ ગયું. ઉત્પાદન ખરાબ ઈ ગયા ને ઘણી જ ખરાબ રીતે દુકાળ પડી ગયો અને આ દુકાળમાં અઢી કરોડ લોકો મરી ગયા.

માઓ જેનડોન્ગ ને હવે પોતાની ભૂલ સમજ માં આવી ચૂકી હતી કે પ્રકૃતિ સો રમત કરવું કેટલું ભારે પડી શકે છે.

આ જગ્યાએ તમો ‘માળા’ લગાવશો

– રવેશ કે બાલ્કનીનો ભાગ જયાં કયારેય સૂર્ય પ્રકાશ પડવો જોઇએ નહી

– માળો સ્થિર રાખવો, હલતો માળો ચકલીને ઓછો માફક આવે છે

– બિલાડી ન પહોંચી શકે ત્યાં માળો રાખવો

– ઝાડા પર માળો ન લગાવવો

– આ માળો બે વર્ષ સધી ટકતો હોય છે

– આજુ બાજુ ઇલેકટ્રીક પંખો ન હોવો જોઇએ

૧૮ કલાકમાં ૧૦૦૫૧ ગરબાઓને ચકલીના માળામાં ફેરવવાનો વિશ્ર્વ વિક્રમ

જયારે આધુનિક મકાનોમાં ચકલીને પોતાના માળા માટેની જગ્યા મળતી ની અને દિન-પ્રતિદિન વધતા જતા પ્રદુષણયુક્ત વાતાવરણમાં આમતેમ વલખા મારી પોતાનો જીવ ગુમાવી બેસતી હોઈ છે. ત્યારે આવા અબોલજીવ ની સુરક્ષા અને તેઓને સારો આવાસ અને આશીયાનો આપવાના હેતુસર રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલી મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી લાભુભાઈ ત્રિવેદી ઈજનેરી કોલેજમાં એક અનોખી ડીઝાઇન એન્જીનિયરીંગના કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને સ્ટાફ અને વિર્દ્યાીઓ દ્વારા એક પ્રશંસનીય, સમાજ ઉપયોગી ઇવેન્ટ હેકાોન ૧૮ નું આયોજન યું હતું. જેમાં સુરક્ષા સેતુ સોસાયટી તેમજ મ્યુનીસીપલ કોર્પોરેશનના ખાસ સહયોગ દ્વારા ગરબાનું વિસર્જન નહિ, પણ પુન:સર્જન કરતા ચકલીઓને કાયમી આશરો મળી રહે તે હેતુસર એક અનોખી પહેલ હા ધરાઈ હતી. જે અંતર્ગત ઈજનેરીના વિર્દ્યાીઓ દ્વારા શહેરના લોકો પાસે ી ૨૫૦૦૦ જેટલા ગરબા એકત્ર કરી આધુનીક મશીનરી દ્વારા ૧૮ કલાકમાં ૧૦૦૫૧ ગરબાઓને ચકલીઓના માળામાં ફેરવવામાં આવ્યા હતા. દરેક ગરબાને લટકાવી શકાય તે રીતે ફરતે તાર બાંધવામાં આવ્યા હતા. જેી તે ઝાડ કે ગેલેરીમાં રાખી શકાય. ગરબા માટીના હોવાી માળા ઇકો ફ્રેન્ડલી બન્યા છે. તેમજ ઇકો ફ્રેન્ડલી માળા સમગ્ર રાજકોટમાં  વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

ઇવેન્ટ દરમિયાન કોલેજના ટ્રસ્ટી શ્રી અલ્પનાબેન ત્રિવેદી, પૂર્વ મ્યુનીસીપલ કમિશનર  બન્છાનીધી પાની, કરુણા ફાઉન્ડેશન તેમજ એનિમલ હેલ્પલાઈનના ફાઉન્ડર શ્રી મિતલભાઈ ખેતાણી, શ્રીજી ગૌશાળા ના ટ્રસ્ટી  રમેશભાઈ ઠક્કર અને બોલબાલા ચેરીટેબલના ટ્રસ્ટી  જયેશ ઉપાધ્યાય, ઓરબીટ બેરીંગના જનરલ મેનેજર  સંજીત કુમાર, રોટરી કલબના હેડ જેવા વિવિધ મહાનુભાવો એ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. આ ભગીર કાર્યમાં બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉમદા કાર્ય માટે પરિવહનની વ્યવસ વિનામૂલ્યે  પૂરી પડાઈ હતી તેમજ કાર્યક્રમ માટે ર્આકિ સહયોગ શ્રી રામ પેટ્રોલીયમ દ્વારા આપવામાં આવ્યો હતો. માનવતાના મંચ પર આ મહાન વ્યક્તિઓને અહી બિરદાવવામાં આવ્યા છે

જીવદયાના આ કાર્યક્રમ બદલ કોલેજે વિશ્વ વિખ્યાત લીમ્કાબૂક ઓફ રેકોર્ડ માં સન પ્રાપ્ત કર્યું છે. સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ ફેસબુક તા યુ ટ્યુબ દ્વારા કરવામાં આવેલ હતું.

આ ઉમદા કાર્યને બિરદાવવા રાજ્યના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી દ્વારા તા. ૮ ઓક્ટોબર ના રોજ કોલેજને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.