Abtak Media Google News
  • ભારતમાં તેના સાડા કરોડ ચાર કરોડથી વધુ દર્દીઓ
  • સગર્ભા મહિલાઓમાં પ્રસુતિ પછીના પ્રથમ ત્રણ મહિનામાં તેની સમસ્યા  42 ટકા મહિલાઓમાં ઉદભવે છે

રાજકોટ ન્યૂઝ : આપણા શરીરની થશઈરોઈડગ્રંથી શરીર માટે એક બેટરી જેવું કામ કરે છે. આ ગ્રંથી મગજ, હૃદય, સ્નાયુઓ અને શરીરનાં બીજ અંગો યોગ્ય રીતે  કાર્ય કરતા રહે એમાટે જરૂરી હોર્મોન્સનો સ્ત્રાવ  ન કરી શકે તે અવસ્થાને હાઈપો-થાઈ-થાઈરોડિમ્સ કહે છે, આને કારણે શરીર તેની  ક્ષમતા કરતા ઓછુ કાર્ય કરે છે. અને આવા દર્દીઓ ઝડપથક્ષ થાકી જતા હોય છે.જો વધુ પડતો હોમોન્સનો સ્ત્રાવ  થાય તો તેના દર્દીઓની હાલત વધુ પડતુ કેફીન લેતા લોકો જેવી થાય છે. આ સમસ્યાનાત્રીજા પ્રકારના થાઈરોઈડ ગ્રંથીમાં સોજો આવે છે,જેને ગોઈટર કહેવાય છે, તે  દવાથી નહીં પણ સર્જરીથી જ  કાઢી શકાય છે.આ કારણોથી મહિલાઓને થાય છે થાઈરોઈડ, માત્ર 3 ઉપાય દવાઓ વિના જ આ રોગને કરી દેશે દૂર | Symptoms And Remedies Of Thyroid For Womens - Vtv Gujarati | Gujarat'S Leading Gujarati News Channel

સમગ્ર વિશ્વમાં 25 મે નાં રોજ વિશ્વ થાઈરોઈડ ડે તરીકે ઓળખાય છે, આનો હેતુ થાઈરોઈડનાં રોગ વિશે જનજાગૃતિ કેળવવાનો છે,જેથી થાઈરોઈડ રોગોનું સમયસર નિદાન તથા સારવાર થઈ શકે. દેશની વાત કરીએ તો આશરે 4.5 કરોડ લોકો થાઈરોઈડના રોગથી પીડાય રહયા છે. આમાનાં આશરે 30 લાખ લોકો આપણા ગુજરાતમાં વસેલા છે મુખ્ય વાત એ છે કે આમાનાં ઘણાં લોકોને ખબર પણ નથી હોતી કે તેમને થાઈરોઈડ અંગેની તકલીફ છે.

થાઈરોઈડ એ બધા લોકોમાં ગળાનાં આગળનાં ભાગમાં આવેલ પતંગીયા આકારની એક અંત:સ્ત્રાવ (એન્ડોક્રાઈન) ગ્રંથી છે, તે ગ્રંથીમાંથી ટી3 અને ટી4 નામના હોર્મોનનો લોહીમાં સ્ત્રાવ થાય છે જે માથાના વાળથી લઈને પગનાં નખ સુધીની બધી જ ક્રિયાઓને પ્રભાવિત કરે છે. આ હોર્મોનનું પ્રમાણ જેટલું અસંતુલિત બને એ મુજબની અસરો પડતી હોય છે.

થાઈરોઈડ મુખ્યત્વે ત્રણ પ્રકારનાં હોય છે. હાઈપોથાઈરોઈડ (લીલો થાઈરોઈડ) કે જેમાં શરીરમાં થાઈરોઈડનું પ્રમાણ ઘટી જાય છે. હાઈપર થાઈરોઈડ (સુકો થાઈરોઈડ) કે જેમાં શરીરમાં થાઈરોઈડનું પ્રમાણ વધી જાય છે. થાઈરોઈડની ગાંઠ – સાદી અને કેન્સરની કેવા કેવા લક્ષણો હોય તે માટે તબીબનો સંપર્ક કરવો હિતાવહ છે.થાઇરોઇડ છે તો આ ડાયટ પ્લાન ફોલો કરો – News18 ગુજરાતી

હાઈપો થાઈરોઈડનાં મુખ્યત્વે લક્ષણોમાં પાચનતંત્રની ક્રિયા ધીમી પડતી જતી હોવાથી કબજીયાત થવુ, વજન વધી જવું, હૃદયનાં ધબકારા ધીમા પડી જવા, થાક લાગવો, વાળ ખરવા, ઠંડીમાં સહનશકિતમાં ઘટાડો, ચહેરો સોજી જવો, કોલેસ્ટ્રોલ વધી જવું, માસિકમાં અનિયમીતતા વગેરે જેવી તકલીફો થાય છે જયારે હાઈપર થાઈરોઈડમાં આના કરતા વિપરીત અસર થાય છે.

જેમાં મુખ્યત્વે ગોઈટર, હાથ ધ્રુજવા, ચિડચીડીયાપણું આવવું, વજન ઘટવો, ગરમી સહન ન થવી તથા ઉંઘ ન આવવી વિગેરે લક્ષ્ણો જોવા મળે છે.હાઈપો થાઈરોઈડ માટેની લીવોથાઈરોકસીન નામની દવા રોજ સવારે ભુલ્યા વગર ભુખ્યા પેટે સાદા પાણી સાથે લેવી હિતાવહ છે. તે ઉપરાંત આ ગોળી લીધા પછી 45-60 મીનીટ સુધી ભોજનમાં કંઈ ન લેવુતે વધુ હિતાવહ રહેશે.

 

 

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.