Abtak Media Google News

પંચમાર્કશીકા, કુસાનના સિકકા, દિલ્હી સલ્તનતના સિકકા તેમજ નોટો સહિતના કલા સંસ્કૃતિ અને ઈતિહાસના પુરાતત્વોનું અમુલ્ય સંગ્રહ

દેશભરમાં જાન્યુઆરી માસના બીજા સપ્તાહમાં સંગ્રહાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેને અનુલક્ષીને રાજકોટમાં જયુબીલી બાગમાં આવેલ સૌરાષ્ટ્રના પ્રાચીનતમ મ્યુઝિયમોમાં આગવું સ્થાન ધરાવતા વોટસન મ્યુઝિયમમાં પણ કલા અને સાંસ્કૃતિના વારસારૂપ નમુનાઓની જાળવણી પ્રત્યે લોકજાગૃતિ કેળવાય અને સંગ્રહાલય જેવી સંસ્થાઓનો વ્યાપ વધે તે ઉદેશથી તા.૭ થી ૧૩ જાન્યુઆરી સુધી મ્યુઝિયમ સપ્તાહ ૨૦૧૯ની ઉજવણી શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃતિના આયોજન હેતુથી કરવામાં આવી છે. વોટસન મ્યુઝિયમમાં વિશ્વના ચલણી નોટો અને સિકકાનું ખાસ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

21 2

અબતક સાથેની વાતચીત દરમિયાન વોટસન મ્યુઝિયમના ઈન્ચાર્જ સંગીતાબેન રામાનુજે જણાવ્યું હતું કે, ૧૮૮૮માં વોટસન મ્યુઝિયમની સ્થાપના થઈ હતી. મ્યુઝીયમમાં કલા, ઈતિહાસ અને પુરાતત્વના ઈતિહાસ અને પુરાતત્વના ખુબ જ અમુલ્ય સંગ્રહો જાળવણીપૂર્વક સાચવવામાં આવ્યા છે. અહીંયા ઈતિહાસ જાણવા માટે સિકકાઓ, શિલ્પો, શિલાલેખો, ત્રાંબાપત્રો, વગેરે દ્વારા વિશેષ માહિતી મેળવી શકાય છે.

3.

દેશભરમાં જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં સંગ્રહાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. તે અંતર્ગત વોટસન મ્યુઝિયમમાં ચલણી નોટો અને સિકકાઓની વિશેષ પ્રદર્શની ગોઠવવામાં આવી છે. જેમાં પંચમાર્ક સિકકા, કુશાનના સિકકા, દિલ્હી સલતનતના સિકકા તેમજ નોટોનું અદભુત એકઝીબીશન રાખવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.